ટોયોટા કિર્લોસ્કર મોટરે વ્યાપક વાહન ધિરાણ વિકલ્પો ઓફર કરવા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની સાથે ભાગીદારી કરી

0
28

દેશભરમાં ગ્રાહકો માટે નવીન ધિરાણ ઉકેલો ઓફર કરવા માટે ભાગીદારી

ખાનગી ઉપયોગ માટે વાહનોની ઓન-રોડ કિંમત પર 90% સુધી ધિરાણ પૂરું પાડે છે

અમદાવાદ 30 ઓગસ્ટ 2024: ગ્રાહકોના અનુભવને વધારવા અને નવીન ઉકેલો દ્વારા કારની માલિકીના અનુભવને સુવ્યવસ્થિત કરવાના પોતાના સતત પ્રયાસમાં ટોયોટા કિર્લોસ્કર મોટરે (TKM) આજે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. જેથી કરીને વ્યાપક અને સુલભ વાહન ધિરાણ ઉકેલો સક્ષમ થઇ શકે. ભાગીદારીનો ઉદ્દેશ ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરાયેલ નવીન અને આકર્ષક ઓફર કરવાનો અને ટોયોટા વાહનોને પહેલા કરતા વધુ સુલભ બનાવવાનો છે.

ભાગીદારીની મુખ્ય વિશેષતાઓ: 

  • Broad Reach and Accessibility: Union Bank’s extensive network will provide all Toyota customers with easy access to financing options nationwide
  • વધારેલ પોષણક્ષમતા અને સુલભતા: આ ભાગીદારીથી ગ્રાહકોને ખાનગી ઉપયોગ માટે ખરીદેલ કોઈપણ ટોયોટા વાહનોની ઓન-રોડ કિંમત પર 90% સુધીનું ધિરાણ પ્રાપ્ત કરી શકશે, જેથી કરીને તેમને કોઈપણ ગીરો અથવા આંશિક-ચુકવણી ચાર્જીસમાંથી મુક્તિ મળશે
  • યુનિયન વ્હીકલ સ્કીમ હેઠળ ફ્લેક્સિબલ ધિરાણઃ ખાનગી વાહન માટે યુનિયન વ્હીકલ સ્કીમ હેઠળના ધિરાણ વિકલ્પો ગ્રાહકોને હાલમાં વાર્ષિક 80% થી શરૂ થતા સ્પર્ધાત્મક વ્યાજ દરો સાથે 84 મહિના સુધીના ફ્લેક્સિબલ કાર્યકાળને પસંદ કરવામાં મદદ કરશે.
  • યુનિયન પરિવહન સ્કીમ હેઠળ ફ્લેક્સિબલ ફાઇનાન્સિંગઃ કોમર્શિયલ વાહન માટે યુનિયન પરિવહન સ્કીમ હેઠળ ફાઇનાન્સિંગ વિકલ્પ ગ્રાહકોને સ્પર્ધાત્મક દરો સાથે 60 મહિના સુધીના ફ્લેક્સિબલ કાર્યકાળને પસંદ કરવામાં મદદ કરશે.
  • વ્યાપક પહોંચ અને સુલભતા: યુનિયન બેંકનું વ્યાપક નેટવર્ક તમામ ટોયોટા ગ્રાહકોને દેશભરમાં ધિરાણ વિકલ્પોની સરળ ઍક્સેસ પ્રદાન કરશે

નવી ગ્રાહક પહેલ વિશે બોલતા, ટોયોટા કિર્લોસ્કર મોટરના સેલ્સસર્વિસયુઝ્ડ કાર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સબરી મનોહરે જણાવ્યું હતું કે, “આખા દેશમાં વાહન ધિરાણ વિકલ્પોને વધારવા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે. આ સહયોગ વાહન ધિરાણને વધુ સરળ અને વધુ સુલભ બનાવીને અસાધારણ ગ્રાહક અનુભવો પ્રદાન કરવા માટેના અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમારું લક્ષ્ય ફાઇનાન્સિંગ વિકલ્પોને સુવ્યવસ્થિત કરવાનો, સીમલેસ અનુભવો પ્રદાન કરવાનો અને વાહનની ખરીદી પ્રક્રિયાને સુખદ બનાવવા માટે સમયસર મદદ પૂરી પાડવાનો છે.

ગ્રાહક સંતોષ માટે સમર્પિત સંસ્થા તરીકે અમારું પ્રાથમિક ધ્યાન બજારની ગતિશીલ જરૂરિયાતોને પહોંચી વળવા પર છે. અમે સતત નવીન ઉત્પાદનો અને સેવાઓ રજૂ કરીને આ પ્રાપ્ત કરીએ છીએ જે માલિકીના અનુભવને વધારે છે. તાજેતરની ભાગીદારીના માધ્યમથી અમારો ઉદ્દેશ્ય દેશભરમાં વધુમાં વધુ ગ્રાહકો સુધી પહુોંચને વ્યાપક બનાવવાનો છે અને તેને ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ટોયોટા વાહન ખરીદવામાં મદદરૂપ થવાનો છે.

આ પ્રસંગે બોલતા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર શ્રી અરુણ કુમારે જણાવ્યું હતું કે, “જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંકોમાંની એક અમે ટોયોટા કિર્લોસ્કર મોટરની સાથે ભાગીદારી કરીને પ્રસન્ન છીએ. દેશભરમાં ગ્રાહકોની વિશાળ શ્રેણીને ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પૂરું પાડવાા માટે આ એમઓયુ ચોક્કસપણે એક મોટું પગલું છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની સમગ્ર ભારતમાં મજબૂત હાજરી આ ભાગીદારીને પૂરક બનાવે છે અને અમને વિશ્વાસ છે કે અમારી ડિજિટાઈઝ્ડ લોન પ્રક્રિયાઓ અત્યંત સરળતા અને સગવડતા સાથે નવું ટોયોટા વાહન ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને સક્ષમ બનાવશે. અમારી પ્રતિબદ્ધતા ઓટો ફાઇનાન્સ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની છે, જેનાથી ઉત્પાદન અને સર્વિસ બંનેના સંદર્ભમાં ગ્રાહકનો અનુભવ સમૃદ્ધ હોય.”

નવી લૉન્ચ કરેલી સ્કીમ TKMની સમગ્ર પ્રોડક્ટ લાઇનને લાગુ પડે છે, જેમાં ઇનોવાહાઇક્રોસ, ઇનોવાક્રિસ્ટા, અર્બન ક્રુઝર હાઇડર, ફોર્ચ્યુનર, લિજેન્ડર, કેમરી હાઇબ્રિડ, વેલફાયર, એલસી 300, ગ્લૈન્ઝા અને રુમિયનનો સમાવેશ થાય છે. વધુમાં લાભો નવા લોન્ચ કરાયેલા અર્બન ક્રુઝર ટાઈસર સુધી વિસ્તરેલ છે. TKMની મજબૂત SUV લાઇનઅપમાં નવીનતમ ઉમેરણ તરીકે ઓલ-ન્યૂ અર્બન ક્રુઝર ટેસર ટોયોટાના સમૃદ્ધ SUV વારસાને યથાવત રાખે છે, જે આકર્ષક બાહ્ય ડિઝાઇન સાથે તેની સ્ટાઇલ, હાઇ પર્ફોમન્સ અને બળતણ કાર્યક્ષમતાનું એક આદર્શ મિશ્રણ પ્રદાન કરે છે. અર્બન ક્રુઝર ટાઈસર ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે: 1.0L ટર્બો, 1.2L પેટ્રોલ અને E-CNG.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં TKM એ સમય પર અને પ્રાસંગિક યોજનાઓ જેમકે સરળ ધિરાણ વિકલ્પોને લાગૂ કરીને ખરીદી અને માલિકી ચક્ર દરમ્યાન ગ્રાહક અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરાયો છે. ટોયોટા ફાઇનાન્સિયલ સર્વિસિસ (TFS)ના માધ્યમથી નવીનતમ જોડાણ અને ઇન-હાઉસ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઉપરાંત ટોયોટાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલીક અન્ય ફાઇનાન્સિંગ સંસ્થાઓની સાથે કેટલીક અન્ય ટેલર-મેઇડ સર્વિસીસ પણ શરૂ કરી છે, જેથી કરીને ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાણાકીય ઉકેલો અને સુવિધા પૂરી પાડી શકાય. આ ઑફર્સ માત્ર નવી ગાડીઓની ખરીદીથી આગળ વધીને જૂની ગાડીઓની સાથે-સાથે સર્વિસ પેકેજને પણ કવર કરે છે, જેથી કરીને ટોયોટા કારની કુલ ખરીદી અને માલિકીનો એકંદરે અનુભવ સકારાત્મક બનાવે છે.

વપરાયેલી કાર તેમજ સર્વિસ પૅકેજને આવરી લેવા માટે માત્ર નવા વાહનોની ખરીદીથી આગળ વધે છે આમ ટોયોટા કારની ખરીદી અને માલિકીનો અનુભવ એકંદરે સકારાત્મક બનાવે છે.

આ સિવાય પોતાના ગ્રાહક કેન્દ્રિત દ્રષ્ટિકોણની શોધમાં કંપનીએ તાજેતરમાં પોતાની બીજી કંપનીની માલિકીનો ટોયોટા યુઝ્ડ કાર આઉટલેટ (TUCO) લોન્ચ કર્યો છે. નવી દિલ્હીમાં “ટોયોટા યુ-ટ્રસ્ટ” નામની બ્રાન્ડ હેઠળ કાર્યરત છે. આ આઉટલેટ્સનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળી અને સલામત વપરાયેલી કાર ઓફર કરવાનો છે, સાથો સાથ ટોયોટાની કારોને ખરીદવાનો અને વેચવાની પ્રક્રિયા દરમ્યાન સુવિધા, પારદર્શિતા અને માનસિક શાંતિ સુનિશ્ચિત કરવાનો છે. તદઉપરાંત TKM દેશભરમાં 683 ગ્રાહક ટચપોઇન્ટ્સ સુધી પહોંચ પણ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here