આણંદ જિલ્લાના ઓરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો ફ્રી યુથ અવેરનેસ કેમ્પેઈન યોજાયો

0
23
આણંદ 25 સપ્ટેમ્બર 2024: ભરાત સરકાર દ્વારા તા.૨૨ નવેમ્બર સુધી ટોબેકો ફ્રી યુથ એવરનેસ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લામાં યુવાનોને તમાકુની આડઅસરને સમજાવીને વ્યસન મુક્તિના સઘન પ્રયાસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીલીંદ બાપનાના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દિપક પરમાર દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.
ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન અંતર્ગત યુવાઓને લક્ષ્ય રાખીને જાગૃતિ કેળવવા ૧૦ જેટલી ચિત્રસ્પર્ધા, ૪ જેટલી નિબંધ સ્પર્ધા, ૬ જેટલી રેલી, ૧ વક્રૃત્વ સ્પર્ધા, ૬ જેટલી શિબિર, ૧૪ જેટલી જૂથ ચર્ચા જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.
આ પ્રવૃતિ અંતર્ગત ૮ જેટલી શાળાઓને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ મુક્ત કરાવામાં આવી હતી.
-૦-૦-૦-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here