થમ્સ અપ દ્વારા અલ્લુ અર્જુન સાથે વર્ષની સૌથી યાદગાર ભાગીદારીનું ટીઝર રજૂ

0
20

ટીઝર માટે લિંક – HERE

નવી દિલ્હી 08મી નવેમ્બર 2024: ભારતની આઈકોનિક ઘરમાં વૃદ્ધિ પામેલી અને બોલ્ડ તૂફાની જોશ સાથે પ્રતિકાત્મક બ્રાન્ડ થમ્સ અપ દ્વારા તાજેતરમાં અલ્લુ અર્જુનના નિર્વિવાદ રુઆબને ચમકાવતું મંત્રમુગ્ધ કરનારું ટીઝર રજૂ કરવામાં આવ્યું. આ નક્કર પગલાં સાથે બ્રાન્ડ રોમાંચની લહેર લાવીને ચાહકોને હવે પછી શું થવાનું છે તે અંગે ઉત્સુકતા વધારવા માટે સુસજ્જ છે. આ ટીઝર પુષ્પા 2 માટે બહુપ્રતિક્ષિત ટ્રેલર સાથે આવ્યું છે, જેથી ફિલ્મના ઉચ્ચ ઊર્જાસભર અવસર સાથે થમ્સ અપ આમાં ચોક્કસ શું ભૂમિકા ભજવશે તે વિશે ઉત્સુકતા વધી છે.

ટીઝર અલ્લુ અર્જુનના વ્યાપક ચાહકવર્ગને ઢંઢોળવા સાથે તેના નીડર અને સાહસિક જોશ સાથે સુમેળ સાધતાં ગ્રાહકો સાથે થમ્સ અપના જોડાણને મજબૂત પણ બનાવે છે. કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “અમે સતત નવી નવી વાર્તા ઘડીએ છીએ, જે અમારા ચાહકોને તેમની બેઠક સાથે જકડી રાખે છે અને થમ્સ અપની કેમ્પેઈન ઉત્તમ સમયસર રોમાંચ પ્રદાન કરે છે. તે નવી ભાગીદારી રજૂ કરતી હોય અથવા ફેન-ફેવરીટ અવસરો નિર્માણ કરતી હોય ત્યારે અમે અમારા ગ્રાહકો માટે કાંઈક બોલ્ડ અને યાદગાર લાવવા માટે અહીં છીએ. અલ્લુ અર્જુન સાથે આ પ્રવાસ નવો અધ્યાય છે. આથી જોતા રહો હજુ ઘણું બધું આવવાનું બાકી છે!”

આ અંગે ચોમેર રહસ્ય છવાયું છે ત્યારે થમ્સ અપ તેના બોલ્ડ અને સાહસિક જોશની ખૂબીને મઢતો મંત્રમુગ્ધ કરનારો અનુભવ રજૂ કરવા માટે સુસજ્જ છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here