ત્રણ વેપાર સાહસોએ કેવિનકેર-એમએમએ ચિન્નીકૃષ્ણનન ઈનોવેશન એવોર્ડસ 2024 જીત્યા

0
20

ચેન્નાઈ 16 સપ્ટેમ્બર 2024: કેવિનકેર અને મદ્રાસ મેનેજમેન્ટ એસોસિયેશન (એમએમએ) દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આઈઆઈટીએમ રિસર્ચ પાર્ક, ચેન્નાઈ ખાતે પ્રતિષ્ઠિત ચિન્નીકૃષ્ણન ઈનોવેશન એવોર્ડસ 2024ની 13મી આવૃત્તિનું આયોજન કરાયું હતું. તેમાં ત્રણ સાહસોએ પુરસ્કાર જીત્યા હતા. પુરસ્કારનું લક્ષ્ય ઈનોવેશન થકી અસલ દુનિયાના પડકારોને પહોંચી વળવા માટે છૂપી વેપાર સાહસિક પ્રતિભાની ખોજ કરવાનું હતું. દરેક વિજેતાને કેવિનકેર દ્વારા રૂ. 1 લાખનું રોકડ ઈનામ સાથે ટ્રોફી અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી પ્રભા નરસિંહને હાજર આપી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સ્વ. શ્રી આર. ચિન્નીકૃષ્ણનની સ્મૃતિમાં સમર્પિત પુસ્તક ચિન્નીકૃષ્ણઃ ફાધર ઓફ ધ સેશે રિવોલ્યુશન નુંવિમોચન હતું.

સ્વ. શ્રી આર ચિન્નીકૃષ્ણનની સ્મૃતિમાં 2011માં સ્થાપિત એફએમસીજી ઉદ્યોગની આગેવાની કરતા ઈનોવેશન્સને સન્માનિત કરવા આ પુરસ્કારથી આરંભથી દેશભરમાં 36 ઉદ્યોગોને સન્માનિત કરાયા છે. હવે તેન 13મા વર્ષમાં પુરસ્કારની આ સંપદાએ રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ વેપાર સાહસિકોની તલાશ માટે ઉચ્ચ સ્તર સર કર્યો છે. ઉપરાંત કેવિનકેર ઈનોવેશન પુરસ્કારના વિજેતાને માર્કેટિંગ, ફાઈનાન્સ, ડિઝાઈન, પેકેજિંગ, આરએન્ડડી અને એચઆરમાં સહાય પણ કરે છે.

આ અવસરે બોલતાં કેવિનકેર પ્રા. લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સી કે રંગનાથને જણાવ્યું હતું કે, “અમને જેમના ઈનોવેશન્સે ક્રિયાત્મકતા પ્રેરિત કરવા સાથે ગંભીર અસલ દુનિયાના પડકારોને પહોંચી વળ્યા છે તેવા ઉત્તમ નાગરિકોની સન્માનિત કરવામાં ગૌરવની લાગણી થાય છે. ચિન્નીકૃષ્ણન ઈનોવેશન એવોર્ડસ આ મજબૂત સમર્પિતતાનો દાખલો છે. તાજેતરનાં વર્ષોમાં પુરસ્કારે ભારતની એન્ટરપ્રેન્યુરિયલ ઈકોસિસ્ટમમાં ઈનોવેટર્સની વ્યાપક શ્રેણી આલેખિત કરે છે. તેમની કૃતિઓ દીર્ઘદ્રષ્ટા કઈ રીતે વિચારે છે અને તેમનો વેપાર સાહસિક જોશ સામાજિક જરૂરતોને અસરકારક રીતે પહોંચી વળે છે અને આર્થિક વૃદ્ધિ કઈ રીતે પ્રેરિત કરે છે તેનો દાખલો છે. આ ઈનોવેટર્સે ટેકનોલોજી અને સક્ષમતાની શક્તિનો લાભ લઈને પર્યાવરણીય સક્ષમતાથી લઈને સ્વાસ્થ્ય સંભાળ સુધીના મુદ્દાઓને હાથ ધર્યા છે. આ દાખલારૂપ નાગરિકો, જેઓ આપણા બધાને માટે માર્ગદર્શક દાખલો પૂરો પાડે તેવો મજબૂત પ્રભાવ પાડવા માટે તેમની કટિબદ્ધતા બદલ અભિનંદનને પાત્ર છે.”

“અંગત રીતે હું મારા પિતા સ્વ. શ્રી આર ચિન્નીકૃષ્ણન પર ચિન્નીકૃષ્ણઃ ફાધર ઓફ ધ સેશે રિવોલ્યુશન પુસ્તકનું વિમોચન કરવામાં ગૌરવની લાગણી અનુભવું છું. આ પુસ્તક તેમના પથદર્શક ધ્યેય અને મજબૂત જોશની ઉજવણી કરે છે, જેનાથી સેશે ક્રાંતિ આવીને ઉદ્યોગોમાં પરિવર્તન આવ્યું હતું અને લાખ્ખોનો ઉદ્ધાર થયો હતો. તેમની રોજબરોજની મહત્ત્વપૂર્ણ ચીજો પહોંચક્ષમ બનાવવાની સમર્પિતતાએ ભારતીય અર્થવ્યવસ્થા પર અમીટ છાપ છોડી છે. ઈનોવેશન અને ધીરજનો તેમનો વારસો મને અને અન્ય અગણિત લોકોને આજે પણ પ્રેરિત કરે છે. મને તેમની વાર્તા કહેવામાં ગૌરવની લાગણી થાય છે, જે ભાવિ પેઢીઓને નક્કર રીતે વિચારવા અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવા ભાર આપવા માટે પ્રેરિત કરશે એવી આશા છે,” એમ શ્રી સી કે રંગનાથને ઉમેર્યું હતું.

આ વાતમાં ઉમેરો કરતાં મદ્રાસ મેનેજમેન્ટ એસોસિયેશન (એમએમએ)ના પ્રેસિડેન્ટ શ્રી કે મહાલિંગમે જણાવ્યું હતું કે, “એમએમએ ચિન્નીકૃષ્ણન ઈનોવેશન એવોર્ડસ માટે કેવિનકેર સાથે ભાગીદારી કરવામાં બેહદ ગૌરવની લાગણી અનુભવે છે. આ જોડાણ ભારતમાં ઈનોવેશનની શક્તિની ઉજવણી કરવા અમારી સમાન કટિબદ્ધતા અધોરેખિત કરે છે અને અર્થપૂર્ણ પરિવર્તન પ્રેરિત કરતી દીર્ઘદ્રષ્ટા આગેવાનીના વારસાનું સન્માન કરે છે. એકત્ર મળીને અમે પથદર્શક વિચારો સાથે ભારતના ભવિષ્યને આકાર આપતા ઈનોવેટર્સનું સન્માન કરીને અને તેમને સશક્ત બનાવવા કટિબદ્ધ છીએ અને આ સન્માન થકી તેમની આકાંક્ષાઓને આધાર આપી રહ્યા છીએ.”

નોમિનેશન પ્રક્રિયા માટે દેશભરમાંથી 380 અરજી પ્રાપ્ત થઈ હતી, જ્યાં નોમિનીઓનું મૂલ્યાંકન પ્રક્રિયાની સલાહકાર શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કં. દ્વારા પ્રવાહરેખામાં વિવિધ કઠોર માર્ગદર્શિકા હેઠળ કરાયું હતું. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો માટે રાષ્ટ્રભરમાંથી નિર્ણાયકોની પ્રતિષ્ઠિત પેનલમાં દક્ષિણ ભારત ક્ષેત્રના જનરલ ઓફિસર કમાન્ડિંગ એવીએસએમ લેફ. જન. કરણબીર સિંહ બ્રાર, સેન્ટ ગોબેઈન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એ આર ઉન્નીકૃષ્ણન, થેજો એન્જિનિયરિંગ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મનોજ જોસેફ કલ્લારાકલ, ચોલામંડલમ એમએસ જનરલ ઈન્શ્યુરન્સ કં. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વી સૂર્યનારાયણન, સુપર ઓટો ફોર્જ પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સીથારામન, સુંદરમ હોમ ફાઈનાન્સ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી લક્ષ્મીનારાયણન દુરાયસ્વામી અને આઈસીએફએઆઈ ફાઉન્ડેશન ફોર હાયર એજ્યુકેશન, હૈદરાબાદના વાઈસ ચાન્સેલર ડો. એલ એસ ગણેશનો સમાવેશ થતો હતો.

નિમ્નલિખિત પથદર્શક સાહસોને પ્રતિષ્ઠિત 13મા કેવિનકેર- એમએમએ ચિન્નીકૃષ્ણન ઈનોવેશન એવોર્ડસ 2024થી સન્માનિત કરાયા હતાઃ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here