EDII દ્વારા કારીગરોના સશક્તીકરણ માટે પરંપરાગત હસ્તકલાને પુનર્જીવન: હસ્તકલા ફૅશન શો તેનો બોલતો પુરાવો

0
27

ગુજરાત, અમદાવાદ 26 ઑક્ટોબર 2024: ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનરેટ દ્વારા નૉલેજ પાર્ટનર તરીકે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII)ના સહયોગથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 24ના ભાગરૂપે હાથ ધરાયેલી પહેલમાં તા. 26 ઑક્ટોબર, 2024ના રોજ હસ્તકલા સેતુયોજનાના નેજા હેઠળ એક અદ્દભુત ફૅશન-શો તેમજ હસ્તકલા પ્રદર્શનનું સફળ આયોજન કરાયું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્તમાન (સમકાલીન) ફૅશનના સર્જનાત્મક લેન્સ દ્વારા પરંપરાગત ભારતીય હસ્તકલાની સમૃદ્ધ ટેપેસ્ટ્રીનું પ્રદર્શન યોજાયું હતું. 

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ, હસ્તકલા સેતુ યોજના, હૅન્ડલૂમ તથા હૅન્ડીક્રાફ્ટ ક્ષેત્રમાં નવેસરથી પ્રાણ પૂરીને તેને પુનર્જીવિત કરવાનો હેતુ ધરાવે છે. આ પહેલ સાંસ્કૃતિક ઓળખને ટકાવી રાખવા અને કારીગરોની આજીવિકાને ટેકો પૂરો પાડવા માટે પરંપરાગત હસ્તકલાની મહત્ત્વની ભૂમિકાને રેખાંકિત કરે છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓને આવરી લેતા પ્રોજેક્ટમાં 35000થી વધારે કારીગરોને સાંકળી લેવાયા છે, જે પૈકીના 24004 કારીગરોને અદ્યતન કૌશલ્ય-તાલીમ તેમજ માર્કેટિંગ સહયોગ પ્રાપ્ત થયો છે.

હસ્તકલા ફૅશન-શો તાલીમપ્રાપ્ત કારીગરોની પ્રતિભાને ચિન્હિત કરવા તેમજ જાણીતા ફૅશન-ડિઝાઇનરો દ્વારા તૈયાર કરાયેલાં વસ્ત્રોના અનોખા સંગ્રહને જાહેરમાં દર્શાવવા માટે તા.26મી ઑક્ટોબર, 2024ના રોજ ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ તેમજ જીઆઈ ક્રાફ્ટ્સને પ્રોત્સાહન આપવાનું આયોજન હાથ ધરાયું હતું. વિશિષ્ટ બાબત એ છે કે, તાલીમપ્રાપ્ત કારીગરોએ બનાવેલા ફૅબ્રિકનો ઉપયોગ કરીને ફૅશન ડિઝાઇનરોએ કપડાં બનાવ્યાં હતાં.

આ કાર્યક્રમ તા.28મી ઑક્ટોબર, 2024 સુધી જારી રહેશે, જેમાં વિવિધ રાજ્યોના 19 ભૌગોલિક સંકેત (જીઆઈ) હસ્તકલા તેમજ ગુજરાતની 25 અગ્રણી હસ્તકલાનું પ્રદર્શન કરતા વિવિધ 50 સ્ટૉલનું પ્રદર્શન થશે.

એટલું જ નહીં, આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતભરમાંથી હસ્તકલાની વિવિધતાને પોંખવામાં આવી છે અને વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ નામની પહેલના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પહેલમાં કારીગરોને વિવિધ પ્રોડક્ટના પ્રદર્શન તેમજ તેમાં નવીનતા લાવવાનું પ્રોત્સાહન તેમજ પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન આપીને જાળવવામાં આવેલ છે. પ્રદર્શિત હસ્તકલાની વિશાળ શ્રેણીમાં પટોળા, સુફ, ટાંગલિયા, અજરખ, બાંધેજ, બખિયું ભરતકામ, એપ્લિક, બીડવર્ક તેમજ અગેટ (Agate) દર્શાવવામાં આવ્યાં હતાં. આ સંગ્રહ પરંપરાગત કલાત્મકતા તેમજ આધુનિક ફૅશનના સુભગ સમન્વય સમાન બની રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here