કોગ્નિઝન્ટ ગિફ્ટ સિટીમાં ફિનટેક ડિલિવરી સેન્ટરની સ્થાપના કરશે

0
30

આ અત્યાધુનિક સુવિધા ફેબ્રુઆરી, 2025માં શરૂ થશે અને તે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓને ટેક્નોલોજી ઉકેલ આપવા માટેના હબ તરીકે સેવા આપશે 

ગાંધીનગર 30 સપ્ટેમ્બર 2024: વિશ્વના ટેકનોલોજી અને વ્યાવસાયિક સેવાઓમાં અગ્રણી કોગ્નિઝન્ટેગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગરમાં અત્યાધુનિક ટેકફીન સેન્ટર સ્થાપવાની યોજનાની જાહેરાત કરી છે, જે ભારતથી વિશ્વ માટે નવીન સમાધાનઅને સ્થાનિક પ્રતિભા માટે નવી તકો ઊભી કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

કોગ્નિઝન્ટની આ નવી સુવિધા ફેબ્રુઆરી 2025 સુધીમાં શરૂ થવાની છે, જે બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ (BFSI) ઉદ્યોગોમાં ગ્રાહકોને અદ્યતન તકનીકી ઉકેલો આપવા માટે વ્યૂહાત્મક હબ તરીકે સેવા આપશે. આગામી ત્રણ વર્ષમાં 2,000 કર્મચારીઓ રાખવાની યોજના સાથે હાલમાં આ કેન્દ્રની શરૂઆતમાં 500 એસોસિયેટ્સ રહેશે. 

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,“ભારતમાં પોતાની ઉપસ્થિતિ સ્થાપિત કરવા અને પોતાની સેવાઓને વધારવા ઇચ્છતી વૈશ્વિક કંપનીઓ માટે ગિફ્ટ સિટી સૌનું પસંદગીનું સ્થળ બની ગયું છે. ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટનું આ નવું કેન્દ્ર વિશ્વ સ્તરના સાહસોને આકર્ષવાની અને નવીનતા અને વૃદ્ધિ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાની ગુજરાતની ક્ષમતાને દર્શાવે છે. ગિફ્ટ સિટીનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ-ફ્રેન્ડલી પોલિસીઓ અને તેનું વ્યૂહાત્મક સ્થાન જેવા પરિબળો તેને વૈશ્વિક સ્તરે નાણાકીય અને ટેક્નોલોજી હબ માટેનું ઉત્તમ સ્થળ બનાવે છે. અમે આ ઇકોસિસ્ટમને વધુ આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, અને GIFT સિટી ભારતના આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.”

કોગ્નિઝેન્ટ બીએફએસઆઇ ક્લાયન્ટ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને ઝડપી બનાવવા, ગ્રાહકને ઉત્તમ અનુભવ આપવા, રેગ્યુલેટરી નિયમોનું પાલન કરવા તથા પરિવર્તન માટે અનુકૂલન કરવા સક્ષમ બનાવે છે. આ કંપનીનું સ્થાન વિશ્વની અગ્રણી BFSI સંસ્થાઓમાં વિશ્વાસુ ભાગીદાર તરીકે છે, જેમાં ટોચની 20 ઉત્તર અમેરિકાની નાણાકીય સંસ્થાઓમાંથી 17, ટોચની 10 યુરોપીયન બેંકોમાંથી 9, ઓસ્ટ્રેલિયાની ટોચની 4 બેંકોમાંથી 3, ટોચની વૈશ્વિક વીમા કંપનીઓમાં 10 માંથી 7, ટોચના 10 યુએસ જીવન વાહકોમાંથી 9, ટોચના 10 યુએસ મિલકત અને અકસ્માત કેરિયર્સમાંથી 8 અને યુકેના ટોચના 10 વીમા કંપનીઓમાંથી 7માં સ્થાને છે. 

કોગ્નિઝન્ટના ગ્લોબલ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર જતિન દલાલે જણાવ્યું હતું કે,“અમે અમારી ઉદ્યોગ કુશળતા, ઉદ્યોગસાહસિક ભાવના અને ઇનોવેશનને ગુજરાતમાં GIFT સિટીમાં લઈ આવવા માટે ઉત્સાહિત છીએ. ગુજરાત સરકાર સાથે ભાગીદારીમાં આ નવું કેન્દ્ર એ સ્થાયી વિકાસ કરવામાં મદદ કરવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે સમગ્ર ભારતમાં અમારી ડિલિવરી ક્ષમતાઓને જ નહીં પરંતુ સ્થાનિક પ્રતિભાઓ માટે પણ નોંધપાત્ર તકો ઉભી કરશે, જેની આ પ્રદેશ પર કાયમી અને હકારાત્મક અસર પડશે.”

કોગ્નિઝન્ટ વિશ્વમાં 336,300નું કાર્યબળ ધરાવે છે અને ભારત કોગ્નિઝન્ટના કેન્દ્રસ્થાને છે અને આ કર્મચારીઓ પૈકી 70%થી વધુ સહયોગીઓ દેશભરમાં સ્થિત છે. કોગ્નિઝન્ટ AI, ML, IoT,એનાલિટિક્સ અને ઓટોમેશન જેવી અદ્યતન ટેક્નોલોજીમાં સતત ઉચ્ચ કૌશલ્ય પ્રતિભામાં રોકાણ કરે છે, અને તેના દ્વારા તે કર્મચારીઓને વર્તમાન ભૂમિકાઓ માટે જ કુશળ બનાવવા માટે જ નહીં પરંતુ ભવિષ્યની નવીનતાઓને પણ સ્વીકારવા માટે તેઓને તૈયાર કરે છે. આ કંપનીતેના ફાઉન્ડેશન અને કર્મચારી-સ્વયંસેવી કાર્યક્રમ – કોગ્નિઝન્ટ આઉટરીચ –દ્વારાસમુદાયોને સેવા આપે છે જેમાં તે રોજિંદા જીવનમાં કામ કરે છે અને પોતની કામગીરીને સુધારે છે.

ભારતમાં કોગ્નિઝન્ટની પ્રતિભાઓ હાલ બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને ઇન્શ્યોરન્સ, કમ્યૂનિકેશન મીડિયા, લાઇફ સાયન્સિસ, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, એનર્જી અને યુટિલિટીઝ, રિટેલ અને કન્ઝ્યુમર ગુડ્સ તથા ટ્રાવેલ અને હોસ્પિટાલિટી જેવા તમામ ઉદ્યોગમાં ગ્લોબલ ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડે છે.

અમેરિકામાં મુખ્યમથક ધરાવતી કોગ્નિઝન્ટની હાજરી ભારતથી માંડીને યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને મધ્ય પૂર્વ સુધી વિસ્તરેલી છે. ભારતમાં કંપની બેંગાલુરૂ, ભુવનેશ્વર, ચેન્નાઈ, કોઇમ્બતોર, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, ઇન્દોર, કોચી, કોલકાતા, મેંગલુરુ, મુંબઈ અને પૂણેમાં મજબૂત હાજરી ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here