ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: સોની લાઈવ દ્વારા આગામી થ્રિલર કાનખજૂરાનું ટીઝર રજૂ કરવામાં આવ્યું છે, જે ગોવાના સ્થિર પડછાયામાં સ્થાપિત ભયાવહ વાર્તા છે. જ્યાં શાંતિ દગો છે અને ભીતર જે છે તે દ્રષ્ટિગોચર કરતાં પણ બહુ ખતરનાક છે. ટીઝર વી દુનિયાની ઝાંખી કરાવે છે જ્યાં કસૂરની પકડ છે, ગોપનીયતા ખદબદે છે અને ભૂતકાળ વેર ચાહે છે. સમીક્ષકો દ્વારા વખાણમાં આવેલી ઈઝરાયલી સિરીઝ મેગ્પાઈ પરથી હિંદીમાં બનાવવામાં આવેલી રોચક વાર્તા કાનખજૂરા ભારતીય આત્મા અને ભાવવિભોર ઘનતા સાથે ઓરિજિનલની પુનઃશોધ કરે છે. બે ત્ર્યસ્ત ભાઈઓને તેમનો અંધકારમય ભૂતકાળ સતાવે છે ત્યાં યાદગીરી અને વાસ્તવિકતા વચ્ચેની રેખા ઝાંખી બને છે. તમારી પોતાની યાદો તમે ક્યારેય નહીં ભાગી શકો એવી જેલ બની જાય ત્યારે શું થાય છે?
આશુની ભૂમિકા ભજવતો રોશન મેથ્યુ કહે છે, “મને ‘કાનખજૂરા’ની ભાવનાત્મક ઘનતા અને તેની ભીતરની સ્થિરતાએ મને આકર્ષિત કર્યો. આશુ ઊંડાણથી લેયર્ડ, યાદોમાં તકલાદી, પરંતુ ભીતર શાંત વાવાઝોડા સાથેનું પાત્ર છે. શોમાં દરેક સંબંધ અમુક રીતે ભાંગેલા છે અને આ પાત્રો તેની પર કામ કરે છે, જેની ખોજ કરવાનું બહુ મોજીલું લાગે છે.’’
અજય રાય દ્વારા નિર્મિત અને ચંદન અરોરા દ્વારા દિગ્દર્શિત કાનખજૂરામાં રોચક કલાકારો છે, જેમાં મોહિત રૈના, રોશન મેથ્યુ, સારાહ જેન ડાયસ, મહેશ શેટ્ટી, નિનાદ કામત, ત્રિનેત્ર હલદર, હીબા શાહ અને ઉષા નાડકર્ણીનો સમાવેશ થાય છે. ખ્યાતિપ્રાપ્ત ઈઝરાયલી સિરીઝ મેગ્પાઈ પર આધારિત આ શો ક્રિયેટરો એડમ બિઝાન્સ્કી, ઓમ્રી શેન્હર અને ડેના ઈડન, ડોના અને શુલા પ્રોડક્શન્સનું નિર્માણ દ્વારા યેસ સ્ટુડિયોઝ પાસેથી લાઈસન્સ હેઠળ નવી કલ્પના કરાયેલો છે, જે ભાંગેલા પરિવારો, દગાબાજી અને કસૂર તથા હયાતિ વચ્ચે પાતળી, તકલાદી રેખાની ખોજ કરતી વાર્તા પ્રદાન કરે છે.
કાનખજૂરા, 30મી મેથી સ્ટ્રીમ થશે, ફક્ત સોની લાઈવ પર!