ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી દ્વારા કોચીમાં બે નવા ઈવી એક્સક્લુઝિવ રિટેઈલ સ્ટોર્સ શરૂ

0
28

ઈડાપલ્લી અને કલામાસ્સેરીમાં TATA.ev સ્ટોર્ડનાં દ્વાર આજથી જનતા માટે ખુલ્લાં મુકાશે

કોચી 30 ઓગસ્ટ 2024: ભારતની ઈવી ક્રાંતિમાં આગેવાન અને ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (ટીપીઈએમ) દ્વારા આજે કોચી, કેરળમાં TATA.evની બ્રાન્ડ ઓળખ હેઠળ બે ઈવી-એક્સક્લુઝિવ રિટેઈલ સ્ટોર્સ રજૂ કર્યા. આ પ્રીમિયમ રિટેઈલ સ્ટોર્સ ઈડાપલ્લી અને કલામાસ્સેરીના મધ્યમાં સ્થિત છે અને ઈચ્છનીય ઈવી સમુદાય માટે પારંપરિક કાર વેચાણની પાર અજોડ અને અપમાર્કેટ ખરીદી અને માલિકી અનુભવ લાવશે.

દેશમાં ઈલેક્ટ્રિકલ વેહિકલ અપનાવવાનું વધી ગયું છે ત્યારે ગ્રાહકોનું ખરીદીનું વર્તન પણ પરિપક્વ બની રહ્યું છે અને ઉત્ક્રાંતિ પામી રહ્યું છે. ઈવી ગ્રાહકો હવે બ્રાન્ડ પાસેથી પ્રોડક્ટથી લઈને તેના માલિકી ચક્ર સુધી ખરીદી પ્રવાસ થકી અજોડ અનુભવ પ્રદાન કરવાની અપેક્ષા રાખે છે. ગ્રાહકો પાસેથી આ માગણીને નવી ગ્રાહક સન્મુખ બ્રાન્ડ ઓળખ સાથે પહોંચી વળાય છે, જે કમ્યુનિટી, ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટીનાં મૂલ્યો દ્વારા પાવર્ડ મોબિલિટીના ભવિષ્ય પ્રત્યે કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ મૂલ્યોનું પ્રત્યક્ષ આલેખન તરીકે TATA.ev સ્ટોર્સ ઈવી ખરીદદારોની અત્યંત અલગ અલગ અપેક્ષાઓને ઓળખે છે. ઈન-સ્ટોર અનુભવ પર્યાવરણ અનુકૂળ વાતાવરણમાં માહિતી, સલાહ અને માર્ગદર્શન આપવા માટે તૈયાર કરાયો છે. નવી રિટેઈલ ભૂમિકાથી લઈને બ્રાન્ડની ખૂબીઓમાં ગળાડૂબ જોશીને નાગરિકો સુધી TATA.evનું હોમ ઓફ ઈલેક્ટ્રિક ઉષ્મા, આવકાર, મૈત્રીપૂર્ણ અને મોજીલું રહે તે રીતે તૈયાર કરાયું છે.

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ. અને ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “5.6 ટકા ઈવી પહોંચ સાથે દેશમાં ઈલેક્ટ્રિક મોબિલિટી માટે અગ્રણી બજાર તરીકે કેરળના રહેવાસીઓએ ભવિષ્ય સન્મુખ ટેકનોલોજીઓ અપનાવવામાં આગેવાની કરી છે, જે રાજ્યમાં અમારા આગામી પ્રીમિયમ Tata.ev સ્ટોર્સનું ઉદઘાટન કરવા અમારે માટે સ્પષ્ટ પસંદગી બનાવે છે. ઈચ્છનીય ઈવીના ગ્રાહકો પરિપક્વ બન્યા છે અને પ્રીમિયમ માલિકી અનુભવની માગણી કરે છે તે અમે જોયું છે. આ માગણીને પહોંચી વળવા માટે ટાટા મોટર્સ અત્યાધુનિક અને ડિજિટાઈઝ્ડ માલિકી અનુભવ પ્રદાન કરવા સાથે સમૂહ બજાર માટે ઈવીની વ્યાપ્તિ વધારવાનું ચાલુ રાખવા કટિબદ્ધ છે. ઉપરાંત અમે કેરળનાં મુખ્ય શહેરોમાં 5 એક્સક્લુઝિવ ઈવી સર્વિસ સેન્ટરો ટૂંક સમયમાં જ શરૂ કરી રહ્યા છીએ. અમારે માટે Tata.ev સ્ટોર્સ અને સર્વિસ સેન્ટરો થતકી ઉચ્ચ સ્તરનો ખરીદી અને માલિકી અનુભવ નિર્માણ કરવો તે ભારતની ઈલેક્ટ્રિક ક્રાંતિમાં મહત્ત્વપૂર્ણ પગલું છે. અમે દેશમાં ઈવી અપનાવવાનું વધારવા દ્રઢ પગલાં લઈ રહ્યા છીએ ત્યારે આ મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here