ટાટા મોટર્સે બાઉમા કોનએક્સપો 2024 ખાતે તેની અદ્યતન ટેક્નોલોજી રજૂ કરી

0
2
નવા જેનસેટ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિન અને વિવિધ ઉદ્યોગો માટે એક્સલની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરી 

નવી દિલ્હી 11 ડિસેમ્બર 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા મોટર્સે બાઉમા કોનએક્સ્પો 2024માં અદ્યતન એગ્રીગેટની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરી છે. આ પ્રદર્શનમાં 25kVA થી125kVA પાવર રેન્જમાં ઉપલબ્ધ CPCB IV+ સુસંગત ટાટા મોટર્સ જેનસેટ, 55-138hpપાવર નોડ્સમાં CEV BS V ઉત્સર્જન-અનુપાલક ઇન્ડસ્ટ્રીયલ એન્જિન, લાઇવ એક્સલ અને ટ્રેલર એક્સલ સહિતના ઉપકરણો સામેલ છે. આ સોલ્યુશન્સ મટિરિયલ હેન્ડલિંગ, બંધકામ ઉપકરણો, ઔદ્યોગિક એપ્લિકેશન્સ અને લોજિસ્ટિક સેગમેન્ટની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરાયા છે તથા ઉચ્ચ કાર્યક્ષમતા અને ટકાઉપણા માટે વિકસિત કરાયા છે.

બાઉમા કોનએક્સપો 2024 ખાતે ટાટા મોટર્સ પેવેલિયનનું ઉદઘાટન કરતાં ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સના સ્પેર્સ અને નોન-વ્હીક્યુલર બિઝનેસના વડા વિક્રમ અગ્રવાલે જણાવ્યું હતું કે, બાઉમા કોનએક્સપો મજબૂત અને વિશ્વસનીય ટેક્નોલોજી ઇચ્છતા ગ્રાહકો માટે ટાટા મોટર્સ એગ્રીગેટ રજૂ કરવા માટેનું આદર્શ પ્લેટફોર્મ છે. આ નવા એગ્રીગેટ અમારા ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ છે, જે વ્યાપક ગ્રાહક પ્રતિસાદને આધારે વિકસિત કરાયા છે. અમે જનેસેટ સાથે પાવર સોલ્યુશન ડિલિવર કરવા, CEV BS V ઉત્સર્જન-અનુપાલક ઇન્ડસ્ટ્રીયલ એન્જિન અને લાઇવ એક્સલ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ તથા ટ્રેલર એક્સલ અને ઉપકરણો સાથે લોજિસ્ટિક્સને મજબૂત કરવા જેવી ભારતની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અમારો પોર્ટફોલિયો વિકસાવી રહ્યાં છીએ.

બાઉમા કોનએક્સપો 2024 ખાતે ટાટા મોટર્સ એગ્રીગેટ્સ

  • ટાટા મોટર્સ જેનસેટઃ 25kVA થી125kVA પાવર રેન્જ, રિમોટ મોનિટરિંગ સિસ્ટમ સાથે CPCB IV+  અનુરૂપ
  • ઇન્ડસ્ટ્રીયલ એન્જિનઃ CEV BS V ઉત્સર્જન-અનુપાલન, 55-138hp પાવર નોડ્સમાં ઉપલબ્ધ
  • લાઇવ એક્સલઃ હાઇ-ટનેજ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ માટે મજબૂત ડિઝાઇનથી સજ્જ
  • ટ્રેલ એક્સલ અને ઉપકરણોઃ હેવી-ડ્યુટી કમર્શિયલ વ્હીકલ માટે નવું 16એમએમ થીક ટ્રેલર એક્સલ બીમ

 

ટાટા મોટર્સ એગ્રીગેટ્સ તેના ટકાઉપણા, કાર્યક્ષમતા અને પ્રદર્શનને કારણે વિશિષ્ટ છે. વ્યાપક સંશોધન દ્વારા વિકસિત અને અદ્યતન સુવિધામાં ઉત્પાદિત આ સોલ્યુશન દેશભરમાં 2500થી વધુ અધિકૃત સર્વિસ આઉટલેટ દ્વારા સમર્થિત છે. કંપની ચોક્કસ ઔદ્યોગિક વિશેષતાઓને પૂર્ણ કરતાં ઇનોવેટિવ, ઉચ્ચ-કાર્યક્ષમ એગ્રીગેટ પ્રદાન કરીને ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિને સપોર્ટ કરવા માટે કટીબદ્ધ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here