ટાટા મોટર્સ અમદાવાદમાં ગ્રાહકોને દેશ કા ટ્રક ઉત્સવના માધ્યમથી વધુ વ્યવસાયિક લાભ પૂરો પાડવા માટે સશક્ત બનાવશે

0
21

∙ ટાટા મોટર્સના ટ્રકોની નવીનતમ રેન્જનો પ્રત્યક્ષ અનુભવ ઇંધણ કાર્યક્ષમતાને અનુકૂલિત કરવા, પરિચાલનના કુલ ખર્ચને ઓછો કરવા અને નફાકારકતા વધારવા માટે નિષ્ણાત માર્ગદર્શન

અમદાવાદ 15 ઓક્ટોબર 2024: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ 16 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદમાં દિવસભર ચાલનાર એક કાર્યક્રમ –  દેશ કા ટ્રક ઉત્સવનું આયોજન કરવા જઇ રહ્યું છે. આ કાર્યક્રમ અમદાવાદમાં ટ્રકિંગ સમુદાયને ટાટા  મોટર્સના ટ્રકો અને મૂલ્ય વર્ધિત સર્વિસીસની નવીનતમ રેન્જની સાથે વ્યાવહારિક આંતરદૃષ્ટિ અને અનુભવની સાથે સશક્ત બનાવવા માટે ડિઝાઇન કરાયેલ છે, જેનો હેતુ નફાકારકતા વધારવા અને માલિકીના કુલ ખર્ચ (TCO)ને ઓછો કરવાનો છે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને કાફલાની કામગીરીમાં વધારો કરવા, બળતણ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને વધુ નફાકારકતા પ્રાપ્ત કરવા માટે નિષ્ણાત માર્ગદર્શન મળશે. તેઓને ટાટા મોટર્સના વ્યાપક વેચાણ પછીના સમર્થનમાં ઊંડાણપૂર્વકના વાહન પ્રદર્શનો અને આંતરદૃષ્ટિથી પણ લાભ થશે. આમાં વાહન જાળવણી કાર્યક્રમો, ફ્લીટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, વાર્ષિક જાળવણી પેકેજો, અને સંપૂર્ણ સેવા 2.0 પહેલ દ્વારા 24/7 રોડસાઇડ સહાયનો સમાવેશ થાય છે – જે ગ્રાહકોને તેમના કાફલા સાથે લાંબા ગાળાની સફળતા મેળવવા માટે વિગતવાર માહિતી સાથે સજ્જ કરવા માટે રચાયેલ છે. વધુમાં કંપની મુખ્ય ગ્રાહકોને તેમની ભાગીદારી અને સમર્થન માટે સન્માનિત કરશે જે એકંદર અનુભવને વધુ લાભદાયી બનાવશે.

ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલના વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ શ્રી રાજેશ કૌલે કહ્યું કે , “ટાટા મોટર્સના ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને સમજવા અને તેને સંબોધિત કરવા માટે પ્રતિબદ્ધ છે. દેશ કા ટ્રક ઉત્સવ અમને તેમની સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે અમારા લેટેસ્ટ ડિજિટલ સોલ્યુશન્સને ઉજાગર કરે છે. આ કાર્યક્રમ આપણને માત્ર અમારી મજબૂત ટ્રક રેન્જ અને મૂલ્યવર્ધિત સર્વિસીસને જ પ્રદર્શિત કરવાની પરવાનગી જ આપતું નથી, પરંતુ ગ્રાહકોની લાંબા ગાળાની નફાકારકતા અને સફળતા પર તેમના વાસ્તવિક પ્રભાવને પ્રદર્શિત કરે છે. અમારા અત્યાધુનિક સોલ્યુશન્સ ગ્રાહકોના વ્યવસાયોને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેથી એ સુનિશ્ચિત થઇ શકે કે બદલાતા પરિદ્રશ્યમાં આગળ રહે. અમે અમારા સહયોગને મજબૂત કરવા અને સહિયારી સફળતા પ્રાપ્ત કરવા અમારા ગ્રાહકો અને ભાગીદારોની સાથે વાતચીત કરવા માટે આતુર છીએ.”

ટાટા મોટર્સ ટ્રકની વિશાળ રેન્જ ઓફર કરે છે, જેમાં LPT, અલ્ટ્રા, સિગ્ના અને પ્રાઈમા સહિતના કેબિન વિકલ્પ સામેલ છે.  આ ટ્રકો સંપૂર્ણપણે નિર્મિત બોડી વિકલ્પોની સાથે ઉપલબ્ધ છે, જેને બજાર લૉડ, કૃષિ, સિમેન્ટ, લોખંડ અને સ્ટીલ, કન્ટેનર, પેટ્રોલિયમ, રસાયણ, પાણીના ટેન્કર, એલપીજી, એફએમસીજી, બાંધકામ, ખાણકામ અને નગરપાલિકાના અનુપ્રયોગો સહિત માલસામાનની વિવિધ માંગને પહોંચી વળવા માટે ડિઝાઇન કરાયેલ છે. આ રેન્જ ફ્લીટ એજથી સુસજ્જિત છે, જે કાર્યક્ષમ ફ્લીટ મેનેજમેન્ટ માટે ટાટા મોટર્સના કનેક્ટેડ વ્હીકલ પ્લેટફોર્મથી સજ્જ છે. ટકાઉપણું માટે અદ્યતન ટેક્નોલોજી સાથે એન્જીનિયર અને ચોક્કસ ગ્રાહક જરૂરિયાતોને પહોંચી વળવા સખત પરીક્ષણ કરાયેલ, વાહનોને ટાટા મોટર્સના વ્યાપક નેટવર્ક દ્વારા સમર્થિત કરાયેલ છે. ગુજરાતના 220 સહિત દેશભરમાં 2500 થી વધુ વેચાણ અને સેવાના ટચ પોઈન્ટ્સ સાથે કંપની સમગ્ર સમર્થન અને ઉચ્ચતમ વાહન અપટાઇમની ખાતરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here