અદ્યતન સુવિધાની વાર્ષિક 21,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સ્ક્રેપ કરવાની ક્ષમતા
પૂણે 30 નવેમ્બર 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સ અને ટાટા ગ્રૂપની વૈશ્વિક ટ્રેડિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ટાટા ઇન્ટરનેશનલે પૂણેમાં આજે નવી રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (આરવીએસએફ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ‘Re.Wi.Re– રિસાઇકલ વિથ રિસ્પેક્ટ નામની આ અદ્યતન સુવિધાની એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી પ્રક્રિયા સાથે વાર્ષિક 21,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સુરક્ષિત રીતે ડિસએસેમ્બલ કરવાની ક્ષમતા છે.
આરવીએસએફનું સંચાલન ટાટા ઇન્ટરનેશનલની સંપૂર્ણ માલીકીની પેટા કંપની ટાટા ઇન્ટરનેશનલ વ્હીકલ એપ્લીકેશન્સ (ટીઆઇવીએ) દ્વારા કરાય છે, જે તમામ બ્રાન્ડ્સના પેસેન્જર અને કમર્શિયલ વ્હીકલના સ્ક્રેપ માટે સજ્જ છે.
આ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગિરીશ વાઘે જણાવ્યું હતું કે, ટાટા મોટર્સ મોબિલિટીના ભાવિને આકાર આપવામાં અગ્રેસર છે તથા તેની પ્રોડક્ટ, સર્વિસિસ અને ડિજિટલ સોલ્યુશન દ્વારા મૂલ્ય ડિલિવર કરીને ગ્રાહકો સાથે સફળ ભાગીદારી ઉપર કેન્દ્રિત છે. Re.Wi.Re અદ્યતન રિસાઇકલિંગ પ્રોસેસનો લાભ લેતાં સર્ક્યુલર ઇકોનોમી વિકસિત કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે, જે એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલમાંથી મહત્તમ મૂલ્ય હાંસલ કરવાની સાથે-સાથે દેશના ટકાઉપણાના લક્ષ્યોમાં પણ યોગદાન આપે છે. ટાટા ઇન્ટરનેશનલ વિવિધ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અમારું પાર્ટનર રહ્યું છે અને અમે Re.Wi.Re સાથે નવા પ્રકરણનો ઉમેરો કરતાં આ લાંબાગાળાના સંબંધોને વધુ મજબૂત કરતાં ઉત્સાહિત છીએ.
આ ઉદ્ઘાટન પ્રસંગે ટાટા ઇન્ટરનેશનલ વ્હીકલ એપ્લીકેશન્સના સીઇઓ રાજીવ બત્રાએ જણાવ્યું હતું કે, ટીઆઇવીએ અને ટાટા મોટર્સે ભારતમાં વ્હીકલ લાઇફસાઇકલ પ્રત્યેના અભિગમમાં બદલાવ લાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વાર્ષિક 21,000 વ્હીકલ ડિસમેન્ટલ કરવાની ક્ષમતા સાથે આ સુવિધા કાર્યક્ષમ અને સુરક્ષિત વ્હીકલ રિસાઇકલિંગની વધતી જરૂરિયાતોને પૂર્ણ કરવા ડિઝાઇન કરાઇ છે. અમે આપણા સમાજ માટે ટકાઉ અને સંગઠિત ઇકોસિસ્ટમને આકાર આપવામાં એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ મેનેજમેન્ટની મહત્વપૂર્ણ ભૂમિકાને સમજીએ છીએ. આ પહેલ સ્વચ્છ અને વધુ નિયમન ધરાવતા વ્હીકલ-રિસાઇકલિંગ માળખાની દિશામાં ભારતના પરિવર્તનને સપોર્ટ કરે છે. ટીઆઇવીએ ખાતે અમે સતત નવી ઊંચાઇઓ હાંસલ કરવા અમારી જાતને આગળ વધારીએ છીએ તથા સમુદાયોની સેવા કરતાં અમારું શ્રેષ્ઠ પ્રદાન કરવા માટે કટીબદ્ધ રહીએ છીએ.
Re.Wi.Re એક અદ્યતન સુવિધા છે, જેનો પર્યાવરણને અનુકૂળ કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં તમામ બ્રાન્ડના એન્ડ-ઓફ-લાઇફ પેસેન્જર અને કમર્શિયલ વ્હીકલને ડિસમેન્ટલિંગનો છે. જયપુર, ભુવનેશ્વર, સુરત, ચંદીગઢ અને દિલ્હી એનસીઆરમાં પહેલેથી જ પાંચ Re.Wi.Re સુવિધા કાર્યરત છે.
દરેકRe.Wi.Reસુવિધાસંપૂર્ણપણેડિજીટલછે તથાતેનીતમામકામગીરીસુવિધાજનકઅનેપેપરલેસછે. કમર્શિયલઅનેપેસેન્જરવ્હીકલબંન્નેમાટેસેલ-ટાઈપઅનેલાઇન-ટાઈપડિસમન્ટલિંગ સુવિધાટાયર, બેટરી, ઈંધણ, ઓઇલ, લિક્વિડઅનેગેસસહિતનાવિવિધઘટકોનેસુરક્ષિતરીતેદૂરકરવા માટેસમર્પિતસ્ટેશનોથી સજ્જછે. દેશનીવ્હીકલસ્ક્રેપેજનીતિમૂજબતમામઘટકોનાસુરક્ષિતનિકાલનીબાંયધરીઆપતાદરેક વ્હીકલપેસેન્જરઅનેકમર્શિયલવ્હીકલનાજવાબદારસ્ક્રેપિંગઆવશ્યકતાઓનેપૂર્ણકરવામાટેખાસકરીનેડિઝાઇનકરવામાંઆવેલઝીણવટભરીદસ્તાવેજીકરણઅનેડિસમન્ટલિંગપ્રક્રિયામાંથીપસારથાયછે. Re.Wi.Reકન્સેપ્ટઅનેસુવિધાઓટોમોટિવઉદ્યોગમાંટકાઉપ્રથાઓનેપ્રોત્સાહનઆપવામાટેખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે.
ટાટા ઇન્ટરનેશનલ વ્હીકલ એપ્લીકેશન્સ (ટીઆઇવીએ) ભારતનું સૌથી મોટું ટ્રેઇલર ઉત્પાદક છે. અજમેર, જમશેદપુર અને પૂણેમાં અદ્યતન ઉત્પાદન સુવિધા સાથે કંપનીએ ટ્રેઇલર અને ટ્રક-બોડી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મજબૂત ઉપસ્થિતિ સ્થાપી છે, જે વિવિધ એપ્લીકેશન માટે અદ્યતન એન્જિનિયરીંગ ટેકનીક અને કસ્ટમ ડિઝાઇનની ક્ષમતા ધરાવે છે.