ટાટા મોટર્સ દ્વારા તેની મિડ- એસયુવી કર્વ રૂ. 9.99 લાખની આરંભિક કિંમતે રજૂ કરાઈ

0
28

પેટ્રોલ અને ડીઝલ એન્જિનના બે વિકલ્પ સાથે તે આધુનિક ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે સર્વ ત્રણ પાવરટ્રેન્સથી સમૃદ્ધ છે. 

સેગમેન્ટમાં ડીઝલમાં પ્રથમ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન લોન્ચ કર્યું

નવું- હાઈપરિયન ગેસોલિન ડાયરેક્ટ ઈન્જેકશન એન્જિન અને 1.5 લિ ક્રાયોજેટ ડીઝલ એન્જિનનું પદાર્પણ 

મુંબઈ 02 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા રૂ. 9.99 લાખ*ની આરંભિક કિંમતે ટાટા કર્વ- ધ એસયુવી કુપ રજૂ કરવામાં આવી હોવાની ગૌરવભેર ઘોષણા કરવામાં આવી છે. કંપની માટે મોટી સિદ્ધિ અને નાવીન્યપૂર્ણ તથા અનોખી બોડી સ્ટાઈલમાં આઈસ ઓપ્શન્સમાં ઝડપથી વૃદ્ધિ પામતા મિડ- એસયુવી સેગમેન્ટમાં પ્રવેશ કરતાં ટાટા મોટર્સે ત્રણ એન્જિન વિકલ્પમાં કર્વ લોન્ચ કરી છે, જે સર્વમાં એડવાન્સ્ડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. શક્તિશાળી નવું હાઈપરિયન ગેસોલિન ડાયરેક્ટ ઈન્જેકશન એન્જિન સાથે 1.2 લિ રેવોટ્રોન પેટ્રોલ એન્જિન અને ડીઝલમાં સેગમેન્ટમાં પ્રથમ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન સાથે નવા 1.5 લિ ક્રાયોજેટ ડીઝલ એન્જિન સાથે કંપની ગ્રાહકોને તેમની દરેકની અજોડ જરૂરતોને અનુકૂળ પસંદગી માટે વિકલ્પોનું ઉત્તમ સંમિશ્રણ આપે છે.

બોક્સી- એસયુવી બોડી સ્ટાઈલ્સથી ભરચક ઉચ્ચ વૃદ્ધિના સેગમેન્ટમાં ટાટા મોટર્સે તેની ખૂબીઓને સાર્થક કરતાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે આકાંક્ષાત્મક તરીકે માન્ય બોડી સ્ટાઈલ પ્રીમિયમ એસયુવી કુપ ડિઝાઈનની વ્યાપ્તિ વધારતાં શ્રેણીમાં નવો ચીલો ચાતર્યો છે. કર્વ કક્ષામાં ઉત્તમ સુરક્ષા, સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ, ઘણા બધા અને અજોડ પાવરટ્રેન વિકલ્પો સાથે સેગમેન્ટમાં અનોખી છે. છ અજોડ રંગો- ગોલ્ડ એસેન્સ, ડેટોના ગ્રે, પ્રિસ્ટિન વ્હાઈટ, ફ્લેમ રોડ, પ્યોર ગ્રે અને ઓપેરા બ્લુમાં ઉપલબ્ધ ટાટા કર્વ એકમ્પ્લિશ્ડ, ક્રિયેટિવ, પ્યોર અને સ્માર્ટ વ્યક્તિમાં ઓફર કરાશે.

ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ લિ. અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શૈલેષ ચંદ્રા અનુસાર, ટાટા કર્વનું લોન્ચ વાહન ઉત્કૃષ્ટમાં મોટી છલાંગ છે, કારણ કે તે ભારતમાં એવી નવી એસયુવી કુપ બોડી સ્ટાઈલ લાવી છે, જે હમણાં સુથી વૈશ્વિક માન્ય હતી અને પ્રીમિયમ શ્રેણીમાં જ ઉપલબ્ધ હતી. સેગમેન્ટમાં દાખલો બેસાડતી પ્રોડક્ટો હંમેશાં રજૂ કરવાની અમારી ખૂબીઓને સાર્થક કરતાં કર્વ હાલમાં મિડ-એસયુવી સેગમેન્ટમાં સૌથી અજોડ ઓફર છે અને ડિઝાઈન અને ટેકનોલોજીમાં નાવીન્યતા પ્રત્યે અમારી કટિબદ્ધતાને સફળતાપૂર્વક દર્શાવે છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલી કર્વ.ઈવીને ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો છે અને ગ્રાહકો ઓફરમાં ઉચ્ચ કક્ષાના ફીચર્સ સાથે તેની ડિઝાઈન ને સ્ટાઈલ દ્વારા પ્રભાવિત છે. ઉપરાંત ઉદ્યોગમાં અવ્વલ ઈવી અને આઈસ પ્રાઈસ પેરિટીએ પણ તેમના સેન્ટિમેન્ટ્સ પર હકારાત્મક પ્રભાવ પાડ્યો છે. કર્વની રજૂઆત ઘણી બધી પાવરટ્રેન્સ, સેગમેન્ટના ફીચર્સમાં અનેક પ્રથમ, નવુંનક્કોર સક્ષમ આર્કિટેક્ચર- એટલાસ અને લેવલ 2 એડાસ સાથે વ્યાપક મિડ-એસયુવી પ્રોડક્ટ તરીકે અમારા એસયુવી પોર્ટફોલિયોને વધુ બહેતર બનાવે છે. પેકેજમાં વધુ આકર્ષક બનાવવા અમે કર્વની કિંમત સર્વ પ્રકારમાં અત્યંત આકર્ષક રાખી છે, જેથી સર્વ ગ્રાહકોની જરૂરતો માટે તે અવશ્યક વસાવવા જેવી બનાવે છે. અમને આજે બજારમાં આ કાર રજૂ કરવાનો ભારે રોમાંચ છે અને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો આ અનોખી ઓફર માણશે.”

ટાટા કર્વ વિશેઃ

ટાટા કર્વ ફક્ત વાહન નથી, પરંતુ આધુનિક ડ્રાઈવરની વિવિધ જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલું સફળતા, સ્ટાઈલ અને લક્ઝરીનું પ્રતિક છે. શેપ્ડ ટુ સ્ટન, શેપ્ડ ફોર ગ્રાન્ડિયર, શેપ્ડ ફોર પરફોર્મન્સ, શેપ્ડ ફોર ઈનોવેટિવ ટેકનોલોજી અને શેપ્ડ ફોર એબ્સોલ્યુટ સેફ્ટીના 5 મુખ્ય પાયા પર નિર્મિત કર્વ ઓફર પર પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી સાથે ભારતની મજબૂત એસયુવી ખેલાડીમાંથી એક તરીકે ટાટા મોટર્સનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે સુસજ્જ છે. નાવીન્યપૂર્ણ વ્યક્તિત્વની વ્યૂહરચનાનું પાલન કરતાં દરેક વ્યક્તિત્વ તેના વિવિધ દર્શકોની અજોડ અગ્રતાઓ અને જીવનશૈલીઓને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વક ઘડવામાં આવી છે. આ વ્યક્તિત્વ દરેક વ્યક્તિને તેમની અંગત શૈલી અને ડ્રાઈવિંગ ઈચ્છાઓ સાથે ખરા અર્થમાં સુમેળ સાધતી કર્વ પસંદ કરવાની અનુકૂળતા આપે છે.

મુખ્ય પાયા અને વિશિષ્ટતાઓઃ

  • શેપ્ડ ટુ સ્ટનઃ કર્વની સ્પોર્ટી કુપ ડિઝાઈન એસયુવીના મજબૂત વલણ સાથે સહજ વિલીન થાય તે રીતે તૈયાર કરાઈ છે. વિશિષ્ટતાઓમાં ટેઈલ-લેમ્પ્સ, 18 ઈંચ એલોય વ્હીલ્સ, મૂડ લાઈટિંગ સાથે વોઈસ આસિસ્ટેડ પેનોરમિક સનરૂફ, સેગમેન્ટમાં પ્રથમ ફ્લશ ડોર હેન્ડલ્સ અને સિગ્નેચર વેલ્કમ અને ગૂડબાય ફંકશનનો સમાવેશ થાય છે.
  • શેપ્ડ ફોર સેફ્ટીઃ ટાટા મોટર્સની નામાંકિત સુરક્ષાની ખૂબીઓથી સુસજજ કર્વ – એડપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન કીપ આસિસ્ટ, ટ્રાફિક સાઈન રેકગ્નિશન સહિત 20 ફંકશનાલિટીઝ સાથે એડીએએસ લેવલ 2 ઓફર કરે છે. ઉપરાંત વ્યાપક ઈએસપી અને 360 ડિગ્રી સરાઉન્ડ વ્યુ સિસ્ટમ પણ ઓફર કરે છે. એસયુવીમાં છ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ઓટોહોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેકનો સમાવેશ થાય છે.
  • શેપ્ડ ફોર ગ્રાન્ડિયરઃ કર્વનું ઈન્ટીરિયર લક્ઝરીનો દાખલો છે, જેમાં જેસ્ટર કંટ્રોલ સાથે સેગમેન્ટમાં પ્રથમ પાવર્ડ ટેઈલગેટ, કક્ષામાં ઉત્તમ 500 લિ. બૂટ સ્પેસ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 6-વે પાવર્ડ ડ્રાઈવર સીટ અને રિક્લાઈન સાથે 60:40 સ્પ્લિટ રિયર સીટનો સમાવેશ થાય છે.
  • શેપ્ડ ફોર ઈનોવેટવ ટેકનોલોજીઃ કર્વમાં હરમન™ દ્વારા સેગમેન્ટમાં પ્રથમ 31.24 સેમી (12.3 ઈંચ) ટચસ્ક્રીન, 26.03 સેમી (10.25 ઈંચ) ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ અને આઈઆરએ કનેક્ટેડ કાર ટેકનોલોજી જેવી અત્યાધુનિક ટેકનોલોજીથી સમૃદ્ધ છે.
  • શેપ્ડ ફોર પરફોર્મન્સ: કર્વ નવું હાઈપરિયન ગેસોલિન ડાયરેક્ટ ઈન્જેકશન એન્જિન, 1.5 લિ. ક્રાયોજેટ ડીઝલ એન્જિન અને 1.2 લિ. રેવોટ્રોન પેટ્રોલ એન્જિન સહિત ઘણા બધા પાવર ટ્રેન વિકલ્પો ઓફર કરે છે. તેમાં મલ્ટી- ડ્રાઈવ મોડ્સ, પેડલ શિફ્ટર્સ, સ્માર્ટ ઈ-શિફ્ટર અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન તેમ જ 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે.

એટલાસ આર્કિટેક્ચર વિશે

નવી, ક્રાંતિકારી એડપ્ટિવ, ટેક- ફોર્વર્ડ, લાઈફસ્ટાઈલ આર્કિટેક્ચર એટલાસ પર નિર્મિત ટાટા કર્વ ઓટોમોટિવ ડિઝાઈન અને એન્જિનિયરિંગમાં નોંધપાત્ર પરિવર્તન આલેખિત કરે છે. મજબૂત અને સુરક્ષિત માળખા માટે જ્ઞાત આ આધુનિક કાર્યરેખા વાહનની મજબૂત એસયુવી ક્ષમતાઓને બહેતર બનાવીને ઉત્કૃષ્ટ ડ્રાઈવ ગતિશીલતા અને હેન્ડલિંગની ખાતરી રાખે છે. સુરક્ષા, ઉચ્ચ સ્તર અને પરફોર્મન્સના સિદ્ધાંતો આલેખિત કરતાં એટલાસ કર્વને વિવિધ પ્રકારના પાવરટ્રેન વિકલ્પો, ભરપૂર ઈન્ટીરિયર જગ્યા અને વ્યાપક સુરક્ષા વિશિષ્ટતાઓ આપે છે, જે તેને વિશ્વસનીયતા અને નાવીન્યતા ચાહતા ડ્રાઈવરો માટે બહુમુખી અને પરિપૂર્ણ પસંદગી બનાવે છે. ટાટા મોટર્સ માટે સુરક્ષા અગ્રતા છે ત્યારે આ મંચ કારને લેવલ 2 એડીએએસ ફીચર્સથી સમૃદ્ધ બનવા અભિમુખ બનાવે ચે. આ ટેકનોલોજીઓ ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઉત્કૃષ્ટ અભિગમ, પ્રસ્થાન અને રેમ્પ-ઓવર એન્ગલ્સ દ્વારા પૂરક હોઈ એટલાસને સહજ રીતે પર્યાવરણો હાથ ધરવા સક્ષમ બનાવે છે.

ટાટા કર્વની મલ્ટીપલ પાવરટેન ઓફર વિશે

એટલાસ મંચ અવ્વલ પાવરટ્રેન વિકલ્પો રજૂ કરે છે, જે કર્વના દરેક વર્ઝનને અજોડ ડ્રાઈહિંગ ગતિશીલતા આપે છે.

હાઈપરિયન ગેસોલિન ડાયરેક્ટર ઈન્જેકશન એન્જિનઃમિડ- એસયુવી સેગમેન્ટ પાવર, ક્ષમતા અને ઈંધણ કાર્યક્ષમતાનું સંમિશ્રણ માગી લે છે. તે અભિમુખ બનાવવા માટે ટાટા મોટર્સે હાઈફરિયન ગેસોલિન ડાયરકેક્ટ ઈન્જેકશન એન્જિન રજૂ કર્યું છે, જે નવો ઉમેરો ઉત્તમ કામગીરી પ્રદાન કરવા તૈયાર કરાયા છે, જે એસયુવી કુપ જેવ ખૂબી છે. તેનું યોગ્ય આકારનું એન્જિન ડ્રાઈવરોને સ્પોર્ટી અને જોશીલી ડ્રાઈવ માણવાની અનુકૂળતા આપે છે. તે કર્વને કારના શોખીનો માટે રોમાંચક પસંદગી બનાવે છે. હાઈપરિયન એન્જિન હાપરફોર્મન્સ અને હાઈપરક્વાયટના સિદ્ધાંતો પર નિર્મિત છે, જે હાઈપરટેકનોલોજી થકી પ્રદાન કરા છે.

  • હાઈપરફોર્મન્સ: ગેસોલિન ડાયરેક્ટ ઈન્જેકશન થકી અને કક્ષામાં અવ્વલ ટોર્ક ઘનતા અને ઉત્કૃષ્ટ લો એન્ડ ટોર્ક સાથે વ્યાપક ઓપરેટિંગ બેન્ડમાં વધુ પાવર પ્રદાન કરતા ટર્બોચાર્જિંગ થકી તે હાંસલ કરાય છે.
  • હાઈપરટેકનોલોજી: હાઈપરિયન એન્જિનમાં ઉપયોગ કરાતી આધુનિક ટેકનોલોજીમાં 350 બાર ફ્યુઅલ ઈન્જેકશન સિસ્ટમ, વેરિયેબલ જ્યોમેટ્રી ટર્બોચાર્જર, સોડિયમ કૂલ્સ એક્ઝોસ્ટ વાલ્વ્ઝ, મિલર સાઈકલ કમ્બશન ચેમ્બર, સેન્ટ્રલ ઓઈલ કંટ્રોલ વાલ્વ સાથે હાઈડ્રોલિક કેમ ફેઝિંગ, ગેસોલિન પર્ટિક્યુલેટ ફિલ્ટર સાથે ટ્રીટમેન્ટ પછી એક્ઝોસ્ટ એન્જિનની કામગીરી અને પ્રતિસાદને નવી ઊંચાઈએ લઈ જાય છે.
  • હાઈપરક્વાયટઃ એન્જિનનું એકંદર એનવીએચ સૂઝબૂઝપૂર્વક ઓછું કરાયું છે, જેથી ડ્રાઈવ અત્યંત સહજ અને શાંત રહે છે.

1.2 લિ. રેવોટ્રોન પેટ્રોલ એન્જિનઃ: 1.2 લિ. રેવોટ્રોન પેટ્રોલ એન્જિન સિદ્ધ ટર્બોચાર્જડ પાવરટ્રેન ઓફર કરે છે, જે શહેરી ગલીઓમાંથી પસાર થવાનું હોય તે હાઈવેની સફર હોય, કામગીરીમાં ઉત્કૃષ્ટતા આપે છે. આ એન્જિન સાથે ઘણા બધા ડ્રાઈવ મોડ્સ પૂરક છે, જેમાં ઈકો, સિટી અને સ્પોર્ટનો સમાવેશ થાય છે, જે વિવિધ ડ્રાઈવિંગ સ્થિતિઓને અપનાવે છે. વાહનમાં ડીસીએ માટે પેડલ શિફ્ટર્સ અને સ્માર્ટ ઈ-શિફ્ટર પણ છે. 7 સ્પીડ ડીસીએની હાઈલાઈટ્સમાં સક્રિય કૂલિંગ ટેકનોલોજી, ઓટો પાર્ક લોક, મશીન લર્નિંગ ક્ષમતાઓ, શિફ્ટ-બાય-વાયર ટેકનોલોજી અને સેલ્ફ-હીટિંગ યંત્રણાનો સમાવેશ થાય છે, જે બહેતર ડ્રાઈવિંગ કાર્યક્ષમતા અને આરામ માટે તૈયાર કરાયું છે.

1.5 લિ. ક્રાયોજેટ ડીઝલ એન્જિન: કર્વને પાવર આપતું 1.5  લિ ક્રાયોજેટ ડીઝલ એન્જિન ટાટા મોટર્સનું નવું ડીઝલ એન્જિન છે. તેમાં કક્ષામાં અવ્વલ પાવર, ટોર્ક અને શ્રેણીમાં ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતા છે, જે બેજોડ સુવિધા પૂરી પાડે છે અને પેસિવ એસસીઆર ટેકનોલોજી ધરાવતું તેની શ્રેણીમાં એકમાત્ર ડીઝલ એન્જિન પણ છે,  જે એડબ્લુ રિફિલ્સની જરૂર વિના ઉત્સર્જન ઓછું કરીને કક્ષામાં અવ્વલ જાળવણીની આસાની પ્રદાન કરે છે. ઈ-શિફ્ટર સાથે સેગમેન્ટમાં પ્રથમ 7-સ્પીડ ડીસીએમાં મલ્ટીપલ ડ્રાઈવ મોડ્સમાં ઈકો, સિટી અને સ્પોર્ટનો સમાવેશ થાય છે, જેમાં એક્ટિવ કૂલિંગ ટેકનોલોજી સાથે વેટ ક્લચ, શિફ્ટ- બાય- વાયર ટેકનોલોજી, સેલ્ફ- લર્નિંગ ક્ષમતા, પેટન્ટેડ સેલ્ફ-હીલિંગ ટેકનોસોજી અને ઓટો પાર્ક લોક ફીચરનો સમાવેશ થાય છે.

મંચ ઉત્ક્રાંતિ પામતી ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળે તે રીતે તૈયાર કરાયું છે અને કામગીરી, સુરક્ષા અને ટેકનોલોજિકલ નાવીન્યતાનું ઉત્તમ સંમિશ્રણ પૂરું પાડીને વાહનની ઉત્કૃષ્ટતાના ભવિષ્યને આકાર આપે છે.

*કર્વની આરંભિક કિંમતો 31મી ઓક્ટોબર, 2024 સુધી કરાયેલા બુકિંગ માટે જ લાગુ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here