અમદાવાદ, 23 ઓગસ્ટ, 2024: ટાટા મોટર્સ, ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ તાજેતરમાં અમદાવાદમાં એક યુનિક કસ્ટમર એંગેજમેન્ટ પહેલ દેશ કા ટ્રક ઉત્સવ 2.0નું સમાપન કર્યું. 2023 માં ઉદ્ઘાટન આવૃત્તિની શાનદાર સફળતાના આધારે, આ વર્ષની ઇવેન્ટમાં અમદાવાદમાં ટ્રકિંગ કોમ્યુનિટી માટે ટાટા મોટર્સના ઇન્ટરમીડિયેટ, લાઈટ અને મીડીયમ મર્શિયલ વાહનો (ILMCV) રેન્જના શ્રેષ્ઠ ઇંધણ-કાર્યક્ષમ મોબિલિટી સોલ્યુશન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લોજિસ્ટિક્સ ક્ષેત્રના પ્રતિભાગીઓએ લેટેસ્ટ પ્રોડક્ટ ઇનોવેશન્સ અને વેલ્યુ-એડેડ સર્વિસીસના ઊંડાણપૂર્વકના પ્રદર્શનનો અનુભવ કર્યો. આ ઈવેન્ટમાં ચાલુ વાહનના ટ્રાયલ્સના પ્રોત્સાહક ડેટાને પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે તેમને BS6 ફેઝ II રેન્જની ઈંધણ કાર્યક્ષમતા અને નફાકારકતાના લાભો વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. વધુમાં, કંપનીએ ઘણા મુખ્ય ગ્રાહકોને તેમની ભાગીદારી અને સમર્થન માટે સન્માનિત કર્યા, એકંદર અનુભવને વધુ લાભદાયી બનાવ્યો.
વિજય રોડલાઇન્સના માલિક શ્રી મિરાજ શાહએ જણાવ્યું હતું કે, “ટાટા વ્હીકલ્સ ના ગૌરવપૂર્ણ માલિક તરીકે, મેં ઘણા બધા ફાયદાઓ જોયા છે જેણે મારા વ્યવસાયને વર્ષોથી વધવા માટે મદદ કરી છે. અહીં અમદાવાદમાં ટ્રક ઉત્સવ 2.0 માં હાજરી આપીને મને બ્રાન્ડ સાથેની મારી સતત ભાગીદારી માટે જરૂરી તમામ માહિતી પૂરી પાડી. ટ્રકોની નવી રેન્જ અને તેઓ જે લાભો આપે છે તે મારા જેવા દેશભરમાં ફ્લીટ ઓનર્સને આપે છે તે જોવાનો અનુભવ ઘણો સારો હતો.”
એકતા રોડવેઝના માલિક શ્રી જીતુભાઈ કોનાએ જણાવ્યું હતું , “હું ટ્રક ઉત્સવ 2.0 માં શેર કરાયેલા તમામ પ્રદર્શનો અને માહિતીથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું. હું ખાસ કરીને ટાટા ફ્લીટ એજ, વાર્ષિક મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ્સ અને બીજું ઘણું બધું સહિત બ્રાન્ડ ઓફર કરે છે તે વેલ્યુ-એડેડ સર્વિસીસથી પ્રભાવિત થયો હતો. હું ટાટા મોટર્સ સાથે વધુ મજબૂત જોડાણની આશા રાખું છું.
ટાટા મોટર્સ 4-19 ટન GVW થી ILMCV શ્રેણીમાં ઉત્પાદનોની બહોળી રેન્જ ઓફર કરે છે. મલ્ટીપલ એપ્લિકેશન્સમાં ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે વાહનો મજબૂત રીતે એન્જિનિયર્ડ અને સખત રીતે પરીક્ષણ કરવામાં આવે છે. ILMCV પોર્ટફોલિયો એલપીટી, એસએફસી, સિગ્ના અને અલ્ટ્રા રેન્જ જેવા મલ્ટીપલ કેબિન ઓપશન્સ સાથે મલ્ટિપલ ડેક લંબાઈ અને બોડી સ્ટાઈલ સાથે ઉપલબ્ધ છે. એકલા ગુજરાતમાં જ, કંપની પાસે 220 વ્યૂહાત્મક રીતે સ્થિત સેલ્સ અને સર્વિસ ટચપોઇન્ટ છે, જે સમગ્ર રાજ્યમાં વ્યાપક સમર્થન અને સુલભતા પ્રદાન કરે છે. સમગ્ર દેશમાં, ટાટા મોટર્સ પાસે 2500 થી વધુ સેલ્સ અને સર્વિસ ટચપોઇન્ટ છે જે તેના વાહનો માટે સૌથી વધુ અપટાઇમ ઓફર કરવા માટે સ્પેરપાર્ટ્સની સરળ ઉપલબ્ધતા દ્વારા સમર્થિત છે.