ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક લાસ્ટ- માઈલ મોબિલિટી ઓફરને વિસ્તારીઃ સંપૂર્ણ નવી ટાટા એસ ઈવી 1000 લોન્ચ કરી

0
29

ઉચ્ચ પેલોડ ક્ષમતાઓ અને વિસ્તારિત રેન્જ સાથે ઈ-કાર્ગો મોબિલિટીને વધુ સ્માર્ટ અને હરિત બનાવી


મુંબઈ, 9મી મે, 2024: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે સંપૂર્ણ નવી એસ ઈવી 1000ના લોન્ચ સાથે તેના ઈ-કાર્ગો મોબિલિટી સોલ્યુશન્સને મજબૂત બનાવવામાં આવ્યા. ક્રાંતિકારી લાસ્ટ- માઈલ મોબિલિટી માટે વિકસિત આ શૂન્ય ઉત્સર્જન મિની- ટ્રક 1 ટનનો ઉચ્ચ રેટેડ પેલોડ અને એક ચાર્જ પર 161 કિમીની સર્ટિફાઈડ રેન્જ પ્રદાન કરે છે. એસ ઈવી તેના ગ્રાહકો પાસેથી સમૃદ્ધ ઈનપુટ્સ સાથે વિકસિત કરાઈ છે અને નવું વેરિયન્ટ એફએમસીજી, બેવરેજીસ, પેઈન્ટ્સ અને લુબ્રિકન્ટ્સ, એલપીજી અને ડેરી જેવાં વિવિધ ક્ષેત્રોમાંથી ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળે છે.

દેશભરમાં 150થી વધુ ઈલેક્ટ્રિક વેહિકલ સપોર્ટ સેન્ટરોના આધાર સાથે એસ ઈવી આધુનિક બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, ફ્લીટ એજ ટેલિમેટિક્સ સિસ્ટમ અને કક્ષામાં ઉત્તમ અપટાઈમ માટે મજબૂત અગ્રેગેટ્સ સાથે સુસજ્જ છે. એસ ઈવી ગ્રાહકોને પરિપૂર્ણ ઈ-કાર્ગો મોબિલિટી સમાધાન પ્રદાન કરવા માટે ટાટા યુનિઈવર્સની ભરપૂર ક્ષમતાઓ, સુસંગત ટાટા ગ્રુપની કંપનીઓ સાથે જોડાણ અને દેશની અગ્રણી ફાઈનાન્સિયરો સાથે ભાગીદારીનો લાભ લે છે. તે વર્સેટાઈલ કાર્ગો ડેક્સ સાથે ઉપલબ્ધ છે અને દેશભરમાં સર્વ ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ ડીલરશિપ ખાતે વેચાણમાં મુકાશે.

આ ઘોષણા પર બોલતાં ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સના એસસીવી અને પીયુના વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી વિનય પાઠકે જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં અમારા એસ ઈવીના ગ્રાહકો બેજોડ અનુભવના લાભાર્થી રહ્યા છે, જે નફાકારક સાથે સક્ષમ પણ છે. તેઓ ક્રાંતિકારી ઝીરો- એમિશન લાસ્ટ- માઈલ મોબિલિટી સોલ્યુશનના એમ્બેસેડર બની ગયા છે. એસ ઈવી 1000ના લોન્ચ સાથે અમે તેઓ સેવા આપે તે વિવિધ ક્ષેત્રોમાં સંચાલનનું આર્થિક ગણિત સુધારીને સમાધાન શોધતા ગ્રાહકો માટે અનુભવ વિસ્તારી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે એસ ઈવી 1000 ઉત્કૃષ્ટ મૂલ્ય અને માલિકીનો ઓછો ખર્ચ પ્રદાન કરીને હરિત ભવિષ્યમાં યોગદાન આપશે.

એસ ઈવી ઈવોજેન પાવરટ્રેન દ્વારા પાવર્ડ છે, જે 7 વર્ષની બેટરી વોરન્ટી અને 5 વર્ષના વ્યાપક મેઈનટેનન્સ પેકેજ સાથે અસમાંતર ડ્રાઈવિંગ અનુભવ પ્રદાન કરે છે. તે ડ્રાઈવિંગ રેન્જને વધુ બહેતર બનાવવા આધુનિક બેટરી કૂલિંગ સિસ્ટમ અને રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ સાથે સુરક્ષિત, સર્વ હવામાન માટે અનુકૂળ કામગીરી પ્રદાન કરે છે. તે ઉચ્ચ અપટાઈમ માટે નિયમિત અને ઝડપી ચાર્જિંગ ક્ષમતાઓ આપે છે. તે કક્ષામાં અવ્વલ પિક-અપ અને ગ્રેડ- ક્ષમતાની ખાતરી રાખવા સાથે 130 એનએમ પીક ટોર્ક સાથે 27 કિલોવેટ (36 એચપી) મોટર દ્વારા પાવર્ડ હોઈ સંપૂર્ણ લોડેડ સ્થિતિઓમાં આસાનીથી ઢળી જાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here