ટાટા મોટર્સ દ્વારા નેક્સોનની નવી ઊંચાઈ અપાઈઃ નેક્સોન iCNG અને Nexon.ev 45 kWh લોન્ચ કરાઈ

0
19

ભારતની પ્રથમ ટર્બોચાર્જડ સીએનજી વાહન નેક્સોન iCNG રૂ. 8.99 લાખની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ થશે.

ઉપરાંત વિસ્તારિત રેન્જ, ઝડપી ચાર્જિંગ અને આકર્ષક ફીચર્સ સાથે Nexon.ev રૂ. 13.99 લાખની શરૂઆતી કિંમતે મળશે.

ઉપરાંત Nexon.evની આકર્ષક, મોટી અને બહેતર રેડ હોટ  #ડાર્ક એડિશન રજૂ 

મુંબઈ 24 સપ્ટેમ્બર 2024: કાર્સ અને એસયુવીની ભારતની અગ્રણી ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે નેક્સોન iCNGના લોન્ચની અને નવા 45 kWh બેટરી પેક તેમ જ ફ્લેગશિપ રેડ હોટ #ડાર્ક એડિશન સાથે Nexon.ev રેન્જમાં ઉમેરો કર્યો છે. આ ઉમેરો ભારતની બેસ્ટસેલિંગ એસયુવી, ટાટા નેક્સોનને 4 અજોડ પાવરટ્રેન્સ- પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઈલેક્ટ્રિકમાં પણ ઉપલબ્ધ ભારતનું પ્રથમ અને એકમાત્ર વાહન બનાવે છે.

ભારતની બેસ્ટસેલિંગ એસયુવી તરીકે સતત રેન્કિંગ પ્રાપ્ત કરનારી નેક્સોને 2017માં લોન્ચ થઈ ત્યારથી હંમેશાં ગ્રાહકોને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ પ્રદાન કરવા માટે કક્ષામાં અવ્વલ ફીચર્સ અને સુરક્ષા પર મજબૂત ભાર સાથે તેની સ્ટાઈલિશ એસયુવી ડિઝાઈનને જોડતાં અજોડ મૂલ્ય પરિમાણ પ્રદાન કર્યું છે.

નવી નેક્સોન ઓફરો રજૂ કરવા વિશે ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના ચીફ કમર્શિયલ ઓફિસર શ્રી વિવેક શ્રીવત્સે જણાવ્યું હતું કે, “ફક્ત સાત વર્ષમાં સાત લાખથી વધુ વાહન વેચવા સાથે નેક્સોને ભારતની વૃદ્ધિ પામતી એસયુવી બજારમાં ગ્રાહકોમાં પોતાને માટે અજોડ છાપ નિર્માણ કરી છે. નેક્સોનની લોકપ્રિયતા ઉત્તમ સમયબદ્ધ અને નાવીન્યપૂર્ણ ટેકનોલોજિકલ અપગ્રેડ્સથી પ્રેરિત સતત વધી રહી છે અને આજના નવા લોન્ચ તેની આકર્ષકતાને વધુ બહેતર બનાવે છે. આ ઉમેરો ટાટા મોટર્સની સફળ મલ્ટી પાવરટ્રેન વ્યૂહરચનાને વધુ આગળ લઈ જાય છે અને દેખીતી રીતે જ નેક્સોન દરેક જરૂરતો માટે ઉપયોગી બને તેની ખાતરી રાખે છે.

નેક્સોન iCNGના ભારતના પ્રથમ ટર્બોચાર્જડ સીએનજી વાહન તરીકે રજૂ કરવાથી મૂલ્ય ચાહતા, હરિત સતર્ક અને તેમની ડ્રાઈવ ગુણવત્તા અને અનુભવ સાથે બાંધછોડ નહીં કરવા માગતા ગ્રાહકોને આકર્ષશે. 45 kWh બેટરી પેકની Nexon.evમાં રજૂઆતથી ગ્રાહકો ઝંઝટમુક્ત આંતરશહેરી પ્રવાસ માણી અને 350-370 કિમીની લાંબી C75 નિયર- રિયલ વર્લ્ડ રેન્જ માણી શકશે, જે સાથે પરિચિત આરામ અને સુવિધા પણ માણી શકશે. છાપ છોડવા માગનારા અને પ્રીમિયમને અગ્રતા આપનારા ઈચ્છુક ગ્રાહકોને રેડ #ડાર્ક એડિશન અનુભવ વધુ રસપ્રદ જણાશે.” 

ભારતનું પ્રથમ ટર્બોચાર્જડ સીએનજી વાહન નેક્સોન iCNG 

નેક્સોન iCNG માર્ગો પર ભારતની પ્રથમ ટર્બોચાર્જડ સીએનજી પાવરટ્રેન લાવે છે. 1.2L ટર્બોચાર્જડ એન્જિન દ્વારા પાવર્ડ તે આકર્ષક 100PS પાવર અને 170NM ટોર્ક પ્રદાન કરીને કામગીરી સાથે કોઈ બાંધછોડ નહીં થાય તેની ખાતરી રાખે છે. વ્યવહારુતાને મહત્તમ બનાવવાના તેના વચનને સાર્થક ઠરાવતાં નેક્સોન iCNG સેગમેન્ટમેન્ટમાં અવ્વલ 321 લિટરની બૂટ સ્પેસ પ્રદાન કરે છે, જે ટાટા મોટર્સની ઘરઆંગણે વિકસિત ઈનોવેટિવ અને સિદ્ધ ટ્વિન-સિલિંડર ટેકનોલોજી થકી હાંસલ કરાયું છે.

તેની બાંધછોડ વિનાની કામગીરી અને વ્યવહારુતા ઉપરાંત નેક્સોન iCNG પ્રીમિયમ અને કમ્ફર્ટેબલ ફીચર્સથી સમૃદ્ધ છે, જેમાં પેનોરમિક સનરૂફ, લેથરેટ વેન્ટિલેટેડ સીટ્સ અને હર્મન™ દ્વારા 10.25” ઈન્ફોટેઈનમેન્ટ સ્ક્રીન સાથે 10.25” ફુલ્લી- ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઓફર છે. આવા ફીચર્સ નેક્સોન iCNGને ભારતીય બજારમાં સૌથી લક્ઝુરિયસ સીએનજી એસયુવી બનાવે છે. અત્યાધુનિક ટેકનોલોજી સાથે ઘડાયેલી તે સીએનજી મોડમાં ડાયરેક્ટ સ્ટાર્ટ અને સિંગલ ઈસીયુ પણ પ્રદાન કરે છે, જેથી પેટ્રોલ અને સીએનજી વચ્ચે આપોઆપ સ્વિચ થાય છે.

ટાટા મોટર્સની સુરક્ષાની ખૂબી નેક્સોન  iCNG દ્વારા આગળ વધારવામાં આવી છે, જે સિદ્ધ 5-સ્ટાર G-NCAP રેટેડ આર્કિટેક્ચર પર નિર્માણ કરાઈ છે, તે ઉદ્યોગમાં અવ્વલ ટેકનોલોજીઓ, જેમ કે, લીક ડિટેકશન, ફાયર પ્રોટેકશન ડિવાઈસ, થર્મલ ઈન્સિડેન્ટ પ્રોટેકશન, રિયર ઈમ્પેક્ટ પ્રોટેકશન અને અનેક અન્યો જેવી ઉદ્યોગમાં અવ્વલ ટેકનોલોજીઓ અને સેંકડો અન્યોનો સમાવેશ થાય છે, જે ડ્રાઈવરો અને કારના પ્રવાસીઓ માટે મજબૂત સુરક્ષાની ખાતરી રાખી છે.

 

નેક્સોન iCNGની કિંમતની યાદીઃ

સર્વ ભારત એક્સ-શોરૂમ

Nexon.ev 45kWh અને રેડ હોટ #ડાર્ક વિશે વધુ જાણો

ભારતમાં ઈવી માટે પરિવર્તનકારી તરીકે પોતાની નામનાને સાર્થક કરતાં Nexon.ev હવે 45kWh બેટરી પેક સાથે આવે છે, જે 1.2C રેટિંગે ઝડપી ચાર્જિંગ સ્પીડ્સ અને 489km (અર્બન + એક્સ્ટ્રા અર્બન)  અને Tata.evની C75 રિયલ- વર્લ્ડ 350–370 km રેન્જને અભિમુખ બનાવે છે. ઉપરાંત તે ઈવી અપનાવવા માટે મહત્ત્વપૂર્ણ અવરોધ- પારંપરિક ઈંધણનાં વાહનોની તુલનામાં ઉચ્ચ પ્રાપ્ત ખર્ચની સમસ્યા પણ દૂર કરે છે. તેના નવા 45 kWh બેટરી પેક સાથે Nexon.evની રિયલ-વર્લ્ડ રેન્જ સાથે તે ઓફર કરે એ ફીચર્સ ગ્રાહકો માટે અચૂક લેવા જેવો વિકલ્પ બનાવે છે.

Nexon.evની વધુ હોટ, ભવ્ય અને બહેતર રેડ હોટ #ડાર્ક એડિશન વાહનના ઈન્ટીરિયર અને એક્સટીરિયરમાં રેડ થીમ્ડ ઈન્સર્ટસ, ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ માટે ખાસ UI & UX અને ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તેમ જ પેનોરમિક સનરૂફ અને ફ્રન્ક સાથે તેની પ્રીમિયમ અને ઈચ્છનીય ખૂબીને વધુ નવી ઊંચાઈએ લઈ જાય છે. બહુસરાહનીય કક્ષામાં અવ્વલ ફીચર્સ, જેમ કે, Arcade.ev, સ્માર્ટ વેલ્કમ અને ગૂડબાય સિક્વન્સ અને ફ્રન્ટ LED DRLમાં નિર્મિત ચાર્જિંગ ઈન્ડિકેટર, વાહનથી વાહન અને વાહનથી લોડ ટેકનોલોજી અને અંદરની બાજુમાં ફિજિટલ કંટ્રોલ પેનલ પણ રેડ #ડાર્ક એડિશનમાં ઓફર કરવાનું ચાલુ જ છે.

 

Nexon.ev અને Nexon.ev રેડ #ડાર્કની કિંમત:

પર્સોના ક્રિયેટિવ 45 ફિયરલેસ 45 એમ્પાવર્ડ 45 એમ્પાવર્ડ + 45 એમ્પાવર્ડ + 45 રેડ #ડાર્ક
Nexon.ev 45 ₹ 13,99,000 ₹ 14,99,000 ₹ 15,99,000 ₹ 16,99,000 ₹ 17,19,000
સંપૂર્ણ ભારતમાં એક્સ-શોરૂમ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here