મુંબઈ ૧૫ મે ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ અને બેસ્પોક ઇલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર વર્ટેલોએ દેશભરના ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોને વધુ સુલભ બનાવવા માટે બંને કંપનીઓ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી દ્વારા, વર્ટેલો કસ્ટમાઇઝ્ડ લીઝિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે, જે ફ્લીટ માલિકોને સાતત્યપૂર્ણ ગતિશીલતા તરફ સરળતાથી સંક્રમણ કરવામાં મદદ કરશે. આ ઉકેલો સમગ્ર ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન પોર્ટફોલિયો પર લાગુ થશે.
આ જાહેરાત પર કોમેન્ટ કરતા, ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ- ટ્રક્સ, શ્રી રાજેશ કૌલ એ જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીનું લોકશાહીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તમામ ગ્રાહકોને ટકાઉ પરિવહન સોલ્યુશન્સની સુલભતા મળે. વર્ટેલો સાથેની આ ભાગીદારી તે પ્રવાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમારા અદ્યતન ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોની વ્યાપક સુલભતાને સક્ષમ બનાવે છે. આવા પ્રકારનાં સહયોગ દ્વારા, અમે ફક્ત ટકાઉ પરિવહન ઉકેલોને અપનાવવાની ગતિને વેગ જ નથી આપી રહ્યાં, પણ ભારતમાં મજબૂત ઇવી ઇકોસિસ્ટમનાં વિકાસમાં પણ પ્રદાન કરી રહ્યાં છીએ.”
આ સહયોગ વિશે વાત કરતા, વર્ટેલોના સીઈઓ શ્રી સંદીપ ગંભીરે જણાવ્યું હતું કે, “બસ, ટ્રક અને મીની-ટ્રક સહિત વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોની વિશાળ શ્રેણીમાં ઇવી અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે ટાટા મોટર્સ સાથે હાથ મિલાવવાનો અમને આનંદ છે. આ ભાગીદારી બેસ્પોક લીઝિંગ સોલ્યુશન્સને સરળ બનાવશે અને એક ટકાઉ ઇકોસિસ્ટમ બનાવવાની સુવિધા આપશે જે કોમર્શિયલ ફ્લીટ ઓપરેટરો માટે ઇલેક્ટ્રિક ગતિશીલતાને કુદરતી પસંદગી બનાવે છે. આ જોડાણ ટાટા મોટર્સ અને વર્ટેલોને ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા અને સ્કેલ પર ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી સોલ્યુશન્સ બનાવવા સક્ષમ બનાવશે.”
ટાટા મોટર્સ લાસ્ટ-માઇલ મોબિલિટીમાં ટાટા એસ ઇવી અને માસ-મોબિલિટી સોલ્યુશન્સમાં ટાટા અલ્ટ્રા અને ટાટા સ્ટારબસ રેન્જ ઓફર કરે છે. કંપનીએ ટાટા પ્રાઇમા ઇ.55એસ, ટાટા અલ્ટ્રા ઇ.12, ટાટા મેગ્ના ઇવી બસ, ટાટા અલ્ટ્રા ઇવી 9 બસ, ટાટા ઇન્ટરસિટી ઇવી 2.0 બસ, ટાટા એસ પ્રો ઇવી અને ટાટા ઇન્ટ્રા ઇવીનું પણ પ્રદર્શન કર્યું છે, જે વિવિધ પ્રોડક્ટ લાઇન્સમાં વ્યાપક એપ્લિકેશન્સ અને ગ્રાહકની જરૂરિયાતોને પૂરી કરે છે. ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, ટાટા મોટર્સ ટ્રક્સ, બસો અને નાના કોમર્શિયલ વાહનોમાં તેના ઇલેક્ટ્રિક સીવી પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાનું ચાલુ રાખે છે. વધતી જતી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક મજબૂત સર્વિસ નેટવર્ક અને ફ્લીટ એજ – તેના કનેક્ટેડ પ્લેટફોર્મ જે ફ્લીટ અપટાઇમ અને ખર્ચને ઑપ્ટિમાઇઝ કરે છે, તેના સમર્થન સાથે, ટાટા મોટર્સ ભારતના ટકાઉ પરિવહન ઉત્ક્રાંતિનું નેતૃત્વ કરે છે.