T-20 વર્લ્ડ કપના માહોલ વચ્ચે સ્પ્રિન્ટ એરા દ્વારા સુરતમાં મહિલા ક્રિકેટ પ્રેમીઓ માટે TCL ક્રિકેટ ટૂર્નામેન્ટનું થયું અદભૂત આયોજન

0
33

 TCL સુરત સિઝન વનની ચેમ્પિયન ડી.આર ડ્રીમરે ફરી કર્યો કમાલ, TCL સિઝન ટૂમાં પણ વિજેતા બની ટીમ

ક્રિકેટનો ઉત્સાહ જે રીતે દેશમાં IPL અને T-20 વર્લ્ડ કપના કારણે જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહમાં વધારો કરતી TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ) સુરત સિઝન-ટૂ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન સવાણી ફાર્મ, મોટા વરાછા, સુરત ખાતે તારીખ 8 અને 9 જૂન શનિવાર અને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.

ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે શ્રી મહેશ સવાણી, ચેરમેન પીપી સવાણી ગ્રુપ તથા શ્રી ગૌરાંગ મિસ્ત્રી, ફાઉન્ડર IIIC-અંકવિશ્વ તથા શ્રી વલ્લભ બાપુ, પીપી સવાણી ગ્રુપ તથા શ્રી યશભાઈ, સી. મનસુખલાલ જ્વેલર્સ સહીતના શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહિલા પ્લેયર્સનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ટુર્નામેન્ટમાં એપલ ફૂડ્સ તથા માય એરીયા પ્લસ, ગિફ્ટિંગ પાર્ટનર બન્યા હતા તથા સી.મનસુખલાલ જ્વેલર્સે એક ટીમને સપોર્ટ કર્યો હતો તથા પી.પી. સવાણી ગ્રુપે આખી ટુર્નામેન્ટને સ્પોન્સર કરી હતી. આ ઉપરાંત એચ.વી. કે ગ્રુપ તથા અન્ય કોર્પોરેટસનો સપોર્ટ પણ મળ્યો હતો. શ્રી વલ્લભ બાપુ, પીપી સવાણી ગ્રુપ દ્વારા ફોર અને સિક્સર પર તેમજ હેટ્રિક વિકેટ પર કેસ પ્રાઇઝ ખેલાડીઓને અપાયા હતા. ક્રિકેટના સમગ્ર પ્રોજેક્ટને સપોર્ટ કરીને આઈપીએલ જેવો માહોલ સ્પ્રિન્ટ એરા દ્વારા ઉભો કરાયો હતો.

વુમન ટોપ ચેમ્પિન્સશિપ લીગ (TCL) સુરત સિઝન 2ની વાત કરવામાં આવે તો કુલ 12 ટીમો સામેલ થઈ હતી. જેમાં ગત વર્ષની જેમ મહિલા પોલીસની ટીમ પણ સામેલ થઈ હતી અને એસીપી મિની જોશેફે ટુર્નામેન્ટમાં મહિલા ટીમને લીડ કરી હતી. TCL નોન પ્રોફેશન મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે જેમ કે, હાઉસ વાઇફ, મધર, વર્કિંગ વુમન, આંત્રપ્રીન્યોર, સ્ટુડન્ટસ જેવી મહિલાઓની ટીમોને મોકો આપે છે. ત્યારે સુરતમાં પણ આ જ પ્રકારે મહિલાઓએ ભાગ લીધો હતો.

TCL સુરત સિઝન વનની ચેમ્પિયન ડી.આર.ડ્રીમર્સ ફરી વખત વિજેતા રહી હતી. બીજી વખત સિઝન ટુમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આ ટીમની મહિલા ખેલાડીઓએ કર્યો હતો જ્યારે એલિટ સ્ટ્રાઇકર્સ સારા પ્રદર્શન સાથે રનરઅપ રહી હતી. બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને મોસ્ટ વિકેટ ઓફ ધ ટુર્નામેન્ટ ઈશિકા ગુરખા, એલિટ સ્ટ્રાઇકર્સના કેપ્ટન બન્યા હતા તથા મોસ્ટ સિક્સર, મોસ્ટ ફોર કેટેગરીમાં ઉપાસનાબા પોલીસ ટીમમાંથી રહ્યા હતા તથા ડી.આર. ડ્રીમર્સ ટીમમાંથી મોસ્ટ સિક્સરમાં રુચિ પટેલ હતા જેમને ટુર્નામેન્ટ બાદ કેસ પ્રાઇઝ તથા ડિઝાઇનર ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા.

દરેક ટીમમાં 11 પ્લેયર સાથે અવેજી સહિતની 15 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલાડીઓ અને ટીમને વિવિધ પ્રાઇઝ જેમ કે, વુમન ઓફ ધ ટુર્નામેન્ટ, મેક્સિમમ ફોર, મેક્સિમમ સિક્સ, મેક્સિમમ વિકેટ, વિનિંગ ટીમ અને રનરઅપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. TCL ચેમ્પિયન કપમાં આઇપીએલ લેવલની મોટી ટ્રોફી આપવામાં આવી હતી. આ સાથે વિનિંગ અને રનરઅપ ટીમને ડિઝાઇનર ટ્રોફી અપાઈ હતી તથા બંને ટીમના ખેલાડીઓને મેડલ ઉપરાંત દરેક ભાગ લેનાર પ્લેયર્સને સર્ટિફિકેટ અપાયા હતા.

આ અંગે TCLના આયોજક નિમિષા શાહે કહ્યું હતું કે, સિઝન વનની સફળતા બાદ સુરતમાં TCL સિઝન ટૂને લઈને મહિલા ક્રિકેટર્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણી મહિલાઓ એવી છે કે જેમનામાં ક્રિકેટનું અદભૂત ટેલેન્ટ હોય છે પરંતુ ક્યારેય રમવાનો આ પ્રકારે મોકો નથી મળ્યો એવી મહિલાઓને પ્લેટફોર્મ આપવાનું કામ અમે કરી રહ્યા છીએ.

મિત્તલ શાહ – ઓન ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીસે કહ્યું કે, મહિલા ક્રિકેટર્સ માટે TCL ટોપ ચેમ્પિયન્સ લીગ અમદાવાદમાં 15 વર્ષથી યોજાઈ રહી છે તેમજ રાજકોટ અને વડોદરામાં એક એક સિઝન યોજાઈ ચૂકી છે પરંતુ સુરતમાં આ વખતે બીજી સિઝન છે. સતત આ શહેરોમાં આયોજનોના કારણે TCL ટૂર્નામેન્ટે એક આગવું સ્થાન મેળવી લીધું છે.

હેમલ શાહ – કોર કમિટી મેમ્બર અને સ્ટ્રેટેજીસે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સ્પ્રિન્ટ એરા TCL થકી આખા ગુજરાતમાં વિવિધ શહેરોમાં ટૂર્નામેન્ટ ઓર્ગનાઈઝ કરશે. અમારો હેતુ આગામી સમયમાં ગુજરાતમાં મહિલાઓની એક સશક્ત ટીમ બનાવવાનો છે, જે ભારતના અલગ અલગ રાજ્યોની ટીમ સાથે રમશે. ટૂંક સમયમાં ભારતની સશક્ત અને મજબૂત ટીમ તૈયાર કરવામાં આવશે જે આંતરરાષ્ટ્રીય વુમન્સ ક્રિકેટને ભારત દેશ તરફથી રીપ્રેઝેન્ટ કરશે.

કોર કમિટી મેમ્બર ચિંતન શાહ, વત્સલ શાહ, ધ્રુવિશ શાહ, અમિષ શાહ અને સ્લેશા શાહે જણાવ્યું હતું કે, સ્પ્રિન્ટ એરા એ નોન પ્રોફેશન વુમન્સ ક્રિકેટ રમાડવાનું કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી કરતું આવ્યું છે જેને ખૂબ જ સફળતા મળી છે તથા ખેલાડીઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે આગામી સમયમાં પણ અન્ય શેહેરોમાં આ પ્રકારે જ આયોજનો કરતા રહેશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here