ગુજરાત, ગિફ્ટ સિટી ૦૩ એપ્રિલ ૨૦૨૫: સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ (એસ.યુ.ડી. લાઈફ), જે 2009 થી ભારતીય લાઈફ ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં વિશ્વસનીય નામ છે, તેણે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી), જે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્ર (આઈ.એફ.એસ.સી.) છે, ત્યાં આઈ.એફ.એસ.સી. ઈન્શ્યોરન્સ ઓફિસ (આઈ.આઈ.ઓ.) સ્થાપીને તેના વૈશ્વિક હાજરીને વિસ્તારી છે.
આ વ્યૂહાત્મક પગલાં સાથે, એસ.યુ.ડી. લાઈફ હવે બિન નિવાસી ભારતીયો (એન.આર.આઈ.), ભારતીય મૂળના વ્યક્તિઓ (પી.આઈ.ઓ.), અને રહેવાસી ભારતીયો (આર.આઈ.) માટે અમેરિકન ડોલર (યુ.એસ.ડી.)માં નિયત લાઈફ ઈન્શ્યોરન્સ સોલ્યુશન્સ પ્રદાન કરવા જઈ રહી છે. આ નિષ્ણાત ટીમ દ્વારા કરવામાં આવશે, જે નાણાકીય સલાહમાં પ્રવીણતા ધરાવે છે. આ વિસ્તરણના ભાગરૂપે, એસ.યુ.ડી. લાઈફ એ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉત્પાદન એસ.યુ.ડી. લાઈફ ઈન્ટરનેશનલ વેલ્થ ક્રિએટર રજૂ કર્યું છે, જે એક યૂનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન (યુ.એલ.આઈ.પી.) છે, જે જીવન વીમાની સુરક્ષા સાથે સાથે સંપત્તિ સર્જનના અવસર પ્રદાન કરે છે. આ નવપ્રવર્તિત યોજના પોલિસીહોલ્ડર્સને નીચે જણાવેલ પાંચ અલગ અલગ આંતરરાષ્ટ્રીય ફંડમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે: એસ.યુ.ડી. લાઈફ ગિફ્ટ યુ.એસ. ઈક્વિટી ફંડ, એસ.યુ.ડી. લાઈફ ગિફ્ટ ગ્લોબલ ઈક્વિટી ફંડ, એસ.યુ.ડી. લાઈફ ગિફ્ટ યુ.એસ. ટ્રેઝરી ફંડ, એસ.યુ.ડી. લાઈફ ગિફ્ટ ઈ.એમ. ટ્રેઝરી ફંડ, એસ.યુ.ડી. લાઈફ ગિફ્ટ કોમોડિટીઝ ફંડ, આ દરેક ફંડ ગ્રાહકોના વિકસતા નાણાકીય લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતા અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે. બાળકના આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય શિક્ષણ માટે ફંડ સુરક્ષિત કરવું હોય, નિવૃતિ માટે આયોજન કરવું હોય, અથવા નાણાકીય સુરક્ષા જાળવવી હોય, આ યોજના લવચીક અને બજાર સાથે જોડાયેલી રોકાણ પદ્ધતિ પૂરી પાડે છે, જે સંચિત સંપત્તિના ધીમી અને ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરે છે.
આ ઐતિહાસિક વિસ્તરણના અવસરે, શ્રી અભય તિવારી, એમ.ડી. અને સીઈઓ, એસ.યુ.ડી. લાઈફ, એ જણાવ્યું: “ગિફ્ટ સિટીમાં અમારી શાખા અને એસ.યુ.ડી. લાઈફ ઈન્ટરનેશનલ વેલ્થ ક્રિએટર લોન્ચ કરવાથી વૈશ્વિક ભારતીય સમુદાય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા મજબૂત બને છે. આ પહેલ એન.આર.આઈ., પી.આઈ.ઓ. અને આર.આઈ. માટે વૈશ્વિક સ્તરે વિવિધ પ્રકારની રોકાણ તકો સાથે જીવન વીમાની સુવિધા પૂરી પાડે છે. એસ.યુ.ડી. લાઈફ નવિનતા અને વિસ્તાર દ્વારા, અમારા ગ્રાહકોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા મળી શકે તે સુનિશ્ચિત કરશે.”
આ લોન્ચ ઇવેન્ટ એક યાદગાર પ્રસંગ હતો, જેમાં SUD લાઇફના MD અને CEO અભય તિવારી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા અને SUD લાઇફના વરિષ્ઠ અધિકારીઓની હાજરી હતી.
આ સિદ્ધિ સાથે, એસ.યુ.ડી. લાઈફ વૈશ્વિક ગ્રાહકોને સેવા આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરેલુ છે. આંતરરાષ્ટ્રીય રીતે જોડાયેલા લાઈફ ઈન્શ્યોરન્સ સોલ્યુશન્સ પ્રદાન કરીને, કંપની તેના ગ્રાહકોના વિકસતા નાણાકીય સપનાને સાકાર કરવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ફરીવાર મજબૂત કરે છે.