ગુજરાત, અમદાવાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: સ્ટાર પ્લસ ફરી એકવાર સાબિત કરી રહ્યું છે કે મનોરંજનની દુનિયામાં તેનાથી આગળ કોઈ નથી! ચેનલે તેનો બહુપ્રતીક્ષિત અલૌકિક શો ‘જાદુ તેરી નજર – ડાયન કા મૌસમ’ તેમજ તેની ગેમ ‘જાદુ તેરી નજર – ડાયન સ્લેયર’ પણ લોન્ચ કર્યો છે. આ શોની પ્રેસ કોન્ફરન્સ 12 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાઇ હતી, જ્યાં તેના મુખ્ય કલાકારો ઝૈન ઇબાદ ખાન (વિહાન) અને ખુશી દુબે (ગૌરી) એ તેમની હાજરીથી ધૂમ મચાવી હતી. આ ખાસ અવસર પર, માત્ર ‘જાદુ તેરી નજર – ડાયન કા મૌસમ’ની સ્ટારકાસ્ટ જ નહીં પરંતુ સ્ટાર પ્લસના વધુ બે લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘ઉડને કી આશા’ના મુખ્ય કલાકારોએ પણ ભાગ લીધો હતો. કંવર ધિલ્લોન (સચિન) અને નેહા હરસોરા (સાયલી) સાથે સમૃદ્ધિ શુક્લા (અભિરા) અને રોહિત પુરોહિત (અરમાન) પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઘણી મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
મીડિયા સાથે વાતચીત કરતી વખતે, ઝૈન ઇબાદ ખાન અને ખુશી દુબેએ તેમના પાત્રો, શોની અલૌકિક થીમ અને વિહાન અને ગૌરીની રોમાંચક સફર વિશે રસપ્રદ બાબતો શેર કરી. આ શોમાં, પ્રેક્ષકોને જબરદસ્ત સસ્પેન્સ, રહસ્યમય ટ્વિસ્ટ અને કાળી શક્તિઓ સામે લડતા પાત્રોની અનોખી વાર્તા જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે ઝૈન અને ખુશીની જોડી ફરી એકવાર પડદા પર સાથે જોવા મળવાની છે, જેના કારણે તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.બંનેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને પહેલા પણ ખૂબ પસંદ આવી ચૂકી છે, અને આ વખતે તેઓ એક નવી, રોમાંચક દુનિયામાં એકબીજાનો સાથ આપતા દેખાશે.
‘જાદૂ તેરી નજર – ડાયન કા મૌસમ’ એક એવી વાર્તા લઈને આવી રહ્યું છે જે વિહાન અને ગૌરીની રહસ્યમય અને રોમાંચક દુનિયાને દર્શકો માટે ખોલશે. ભાગ્યના એવા અનોખા ખેલ આ શોમાં જોવા મળશે, જે આ બંને પાત્રોને એકબીજાની નજીક લાવશે.જેમ જેમ વિહાન અને ગૌરીનું નસીબ એકબીજા સાથે જોડાતું જશે, તેમ તેમ તેમના જીવનમાં પણ નવા પડકારો આવશે.
રહસ્યમય ટ્વિસ્ટ, જાદુઈ શક્તિઓ અને ચોંકાવનારા સસ્પેન્સથી ભરપૂર, ‘જાદૂ તેરી નજર – ડાયન કા મૌસમ’ તમને એવી દુનિયામાં લઈ જશે જ્યાં દરેક મંત્ર, દરેક જાદુ ભાગ્યની દિશા બદલી શકે છે.
‘જાદુ તેરી નજર – ડાયન કા મૌસમ’ દર્શકોને સસ્પેન્સ, જાદુ અને રોમાન્સ થી ભરેલી રોમાંચક સફર પર લઈ જવા માટે તૈયાર છે! સ્ટાર પ્લસ પર 18મી ફેબ્રુઆરી 2025થી આ શો શરૂ થઈ રહ્યો છે, જ્યાં દરેક ક્ષણમાં નવો વળાંક આવશે, દરેક જાદુમાં એક નવું રહસ્ય હશે અને દરેક સંબંધમાં એક અકથિત લાગણી છુપાયેલી હશે.