સ્ટાર એરે રૂપિયા 1499 થી શરૂ થતા ખાસ પ્રમોશનલ ભાડાની સાથે દીવને પોતાનું 25મું ડેસ્ટિનેશન બનાવ્યું

0
12

દીવ થી ગોવા (મોપા) અને અમદાવાદ સુધીની સીધી ફ્લાઇટ્સ ઉમેરવામાં આવી છે

બેંગલુરુ ૦૩ મે ૨૦૨૫: સંજય ઘોડાવતની ઉડ્ડયન શાખા સ્ટાર એરે પોતાના નેટવર્કના વિસ્તાર કરતા દીવને પોતાના 25મા ડેસ્ટિનેશન તરીકે લોન્ચ કર્યું છે- જે “કનેક્ટ રિયલ ઇન્ડિયા” પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને આગળ ધપાવી રહ્યા છે. આકાશમાં છ વર્ષ પૂરા થયાની ઉજવણી કરવા માટે એરલાઇન ફક્ત રૂ.1499 નું ખાસ પ્રમોશનલ ભાડું ઓફર કરી રહી છે. સ્ટાર એર એકમાત્ર પ્રાદેશિક એરલાઇન છે જેણે છ વર્ષ અવિરત સંચાલન પૂર્ણ કર્યું છે.

16 મે, 2025 થી સ્ટાર એર ગોવા (મોપા) અને અમદાવાદ બંનેથી દીવ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે, જે આ કેન્દ્રશાસિત પ્રદેશને અવકાશ અને બિઝનેસ ટ્રાવેલર્સ બંને માટે વધુ સુલભ બનાવશે.

ભારત સરકારની UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ કાર્યરત, આ નવા રૂટ સ્ટાર એરના 50-સીટર એમ્બ્રેર ERJ-145 એરક્રાફ્ટ દ્વારા સેવા આપવામાં આવશે, જે તેમની વિશ્વસનીયતા, આરામ અને જગ્યા ધરાવતા 1×2 ઓલ-ઇકોનોમી લેઆઉટ માટે જાણીતા છે.

S5 431 GOX-DIU 15:50 17:20 1,4,5,6,7 16-May-25 25-Oct-25
S5 432 DIU-GOX 17:50 19:20 1,4,5,6,7 16-May-25 25-Oct-25
S5 424 AMD-DIU 09:50 10:50 1,4,5,6,7 16-May-25 25-Oct-25
S5 425 DIU-AMD 1120 12:20 1,4,5,6,7 16-May-25 25-Oct-25

 

આ ફ્લાઇટ્સ અઠવાડિયામાં પાંચ દિવસ (સોમવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર) કાર્યરત રહેશે અને ભારતના પશ્ચિમી દરિયાકાંઠા પર પ્રાદેશિક પર્યટન અને આર્થિક જોડાણને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નવા સેકટર્સની જાહેરાત કરતા, સ્ટાર એરના સીઈઓ કેપ્ટન સિમરન સિંહ તિવાનાએ જણાવ્યું હતું કે, “અમારા 25મા સ્થળ તરીકે દીવના લોન્ચ સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારા નેટવર્કને વધુ ગાઢ બનાવવા અને પ્રવાસીઓ, ઉદ્યોગસાહસિકો તેમજ સ્થાનિક સમુદાયો માટે નવી તકો લાવવા માટે રોમાંચિત છીએ. દીવનો ઉમેરો ઉડાન વિઝન હેઠળ સીમલેસ પ્રાદેશિક કનેક્ટિવિટી અને વિશ્વસનીય હવાઈ મુસાફરી પહોંચાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું, “અમારું સતત વિસ્તરણ એક સ્પષ્ટ મિશન દ્વારા સંચાલિત છે – નાના શહેરોને ગુણવત્તાયુક્ત હવાઈ સેવાઓ સાથે જોડવાનું જે સુરક્ષિત, ઝડપી અને નિષ્ઠાવાન છે. દરેક નવા રૂટ સાથે અમે ખરેખર કનેક્ટેડ ભારતનું નિર્માણ કરવાની દિશામાં વધુ એક પગલું ભરીએ છીએ.”

વિકાસને ગતિ આપવી – કનેક્ટિંગ રિઅલ ઇન્ડિયા
ભારત સરકારની ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) પહેલમાં ગૌરવપૂર્ણ અને સક્રિય ભાગીદાર, સ્ટાર એર એકમાત્ર પ્રાદેશિક એરલાઇન છે જેણે છ વર્ષ અવિરત કામગીરી પૂર્ણ કરી છે અને 300 સાપ્તાહિક ફ્લાઇટ્સનું મજબૂત શેડ્યૂલ જાળવી રાખીને લગભગ 1.5 મિલિયન મુસાફરોનું પરિવહન કર્યું છે અને ઉનાળાની ઋતુ દરમિયાન 350 સાપ્તાહિક ફ્લાઇટ્સ સુધી વધુ વૃદ્ધિ કરવાની તૈયારીમાં છે.

સ્ટાર એર એકમાત્ર પ્રાદેશિક એરલાઇન છે જેણે ઉડાન સ્કીમ હેઠળ તેને આપવામાં આવેલા તમામ રૂટનું સંચાલન કર્યું છે. સ્ટાર એરનું વિસ્તરણ ભારતીય ઉડ્ડયન માટે એક મહત્વપૂર્ણ સમયે થયું છે, જેમાં મુસાફરોની માંગ વધી રહી છે અને પ્રાદેશિક ગતિશીલતા બદલાઈ રહી છે. સ્ટાર એર હવે તેના પ્રારંભિક ઉડાન 5.0 રૂટથી આગળ વધી રહી છે, વધુ કોમર્શિયલ શહેરોની જોડીમાં પ્રવેશ કરી રહી છે, જ્યારે ઓછી સેવા ધરાવતા ટાયર 2 અને ટાયર 3 શહેરોને જોડીને “કનેક્ટિંગ રિયલ ઇન્ડિયા”ના મુખ્ય મિશન પ્રત્યે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છે.

પહેલા દિવસથી જ શ્રેષ્ઠ ઉડાન અનુભવ પ્રદાન કરવાની ફિલસૂફી પર ખરા ઉતરતા, સ્ટાર એર તેની બધી સેવાઓમાં ગરમાગરમ ખોરાક અને પીણાં ઓફર કરવાનું ચાલુ રાખે છે. તેના કાફલામાં એમ્બ્રેર E175 અને E145 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે, તેમાં 2×2 સીટિંગ લેઆઉટ છે, જેમાં બે-ક્લાસ કેબિન ગોઠવણી સાથે સમર્પિત બિઝનેસ ક્લાસ અને ઇકોનોમી સીટિંગ છે, જે પ્રાદેશિક ઉડ્ડયનમાં આરામ, કાર્યક્ષમતા અને સર્વિસ ગુણવત્તા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here