મહિમા માટે દોડઃ લિમકા બુક ઓફ રેકોર્ડસમાં દસ્તાવેજિત ભારતની સ્પોર્ટિંગ વિજયની ઉજવી

0
36

ભારતે 29મી ઓગસ્ટે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરી ત્યારે લિમકા બુક ઓફ રેકોર્ડસ સાથે ભારતના સ્પોર્ટિંગના વારસામાં દાખલો બેસાડતી અસાધારણ સિદ્ધિઓ પર આપણે ચમકી રહ્યા છીએ. રાષ્ટ્ર દરેક જીતની મહોત્સવની જેમ ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમે દોડતા, પરસેવો પાડતા અને સ્કોર કરીને ઈતિહાસ રચતા એથ્લીટ્સની મહિનામાં અમે ડોકિયું કરાવીએ છીએ. નવા વિશ્વવિક્રમ સ્થાપિત કરવાથી લઈને પેઢીઓને પ્રેરણા આપવા સુધી ભારતીય એથ્લીટ્સ હવે તેની 33મી આવૃત્તિમાં ભારતની પ્રથમ રેકોર્ડ બુકમાં પોતાનું સ્થાન જમાવવા ઉત્કૃષ્ટતાની સીમાઓ સતત પાર કરી રહ્યા છે. ધ લિમકા બુક ઓફ રેકોર્ડસ આ અદભુત સિદ્ધિઓની યાદગીરી છે, જે સ્પોર્ટસ માટે આપણા દેશના જોશની ખૂબીઓને મઢી લે છે અને લાખ્ખો વાચકોમાં કટિબદ્ધતાનો ચમકારો પ્રગટાવે છે.

તો અમે નવી આવૃત્તિ લાવી રહ્યા છીએ ત્યારે અમારી સાથે જોડાઓ અને પાનાં દર પાનાં સ્પોર્ટિંગ ઉત્કૃષ્ટતાની ઝાંખી કરો, જે ભારતને પ્રતિભાનું પાવરહાઉસ બનાવતો બેજોડ જોશ દર્શાવે છે.

  • એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ ખાતે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ફેન્સરઃ સી. એ. ભવાની દેવી 2023માં બ્રોન્ઝ મેડલ જીતીને એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ફેન્સર બની હતી.
  • એશિયન ગેમ્સમાં મહિલા એથ્લીટ દ્વારા જીતેલાં સૌથી વધુ મેડલ્સ- શૂટિંગઃ શૂચર ઈશા સિંહ તેલંગાણાની 18 વર્ષની પિસ્તોલ શૂટર છે, જે એશિયન ગેમ્સ 2023 ખાતે મેડલ્સ જીતવાની દ્રષ્ટિએ સૌથી સફળ એથ્લીટ તરીકે ઊભરી આવી હતી. તેણે ચાર મેડલ જીત્યાં હતાં, જેમાં વુમન્સ 25 મી પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ટ, 25 મી એર પિસ્તોલ (વ્યક્તિગત), 10 મી એર પિસ્તોલ (વ્યક્તિગત અને 10 મી એર પિસ્તોલ (ટીમ) ઈવેન્ટ્સમાં ત્રણ સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. તેના ઉત્તમ દેખાવે દેશમાં યુવા એથ્લીટ્સ માટે નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે.
  • એક ક્રિકેટ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન વિરાટ કોહલી 2023માં 765 રન સાથે એક ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો છે. તેણે 2003માં 673 રનનો સચિન તેંડુલકરનો વિક્રમ તોડ્યો છે.
  • એશિયન ગેમ્સમાં સ્ક્વોશમાં મિક્સ્ડ ડબલ્સ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ જોડીઃ દીપિકા પલ્લીકલ અને હરિંદર પાલ સિંહ સંધુ એશિયમ ગેમ્સ 2022માં સ્ક્વોશમાં મિક્સ્ડ ડબલ્સ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ જોડી બની છે.
  • ડાયમંગ લીગ- લોંગ જમ્પ ખાતે પોડિયમ સ્થાનમાં ફિનિશ કરનાર સૌપ્રથમઃ કેરળના લોંગ જમ્ર મુરલી શ્રીશંકરે ડાયમંડ લીગ ઈવેન્ટમાં પોડિયમ ફિનિશ કરીને પ્રથમ ભારતીય લોંગ જમ્પર બનીને ઈતિહાસ રચ્યો છે. તે 8.09 મીટરની છલાંગ સાથે પેરિસ ડાયમંડ લીગ 2023માં તૃતીય આવ્યો હતો. આ સિદ્ધિ તેને અને ડિસ્કસ થ્રોઅર વિકાસ ગોવડા અને જેવેલિન થ્રોઅર નીરજ ચોપડાને ડાયમંડ લીગ્સમાં ટોપ-થ્રી ફિનિશ કમાણી કરનાર જૂજ ભારતીયમાંથી એક બનાવે છે.
  • સૌથી લાંબું બકાસન ઉત્તર પ્રદેશના બલરામપુરનો વિરેન્દ્ર વિક્રમ સિંહ (2 ડિસેમ્બર, 1954ના જન્મ) દ્વારા એમ.પી.પી. ઈન્ટર કોલેજ, બલરામપુરો ખાતે 16 મે, 2022નના રોજ સાંજે 6.10થી 6.15 સુધી 5 મિનિટ માટે બકાસન (ક્રેન પોઝ) કર્યં હતું. 
  • સૌથી યુવાન વર્લ્ડ ચેમ્પિયન- આર્ચરીઃ ટીનેજર આર્ચર અદિતિ સ્વામી 17 વર્ષની ઉંમરે વર્લ્ડ કપ યુગ (2006થી)માં સૌથી યુવાન વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેણે જર્મનીના બર્લિનમાં વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ 2023 ખાતે ગોલ્ડ મેડલ જીત્યું હતું.
  • સૌથી ઝડપી જીક્યુ એક્સપીડિશન- ગ્રુપ- મહિલાઃ સુક્રતી સકસેને, રૂપમ દેવડી, સ્વરાંજલી સકસેના અને અપલા રાજવંશીએ 6 દિવસ 14 કલાક અને 5 મિનિટમા 6263 કિમી અંતર આવરીને ગોલ્ડન ક્વોડ્રિલેટરલ (જીક્યુ) એક્સપીડિશન પૂર્ણ કરી. તેમણે 10 મે, 2023ના રોજ 1.35 કલાકે ઈન્ડિયા ગેટ, નવી દિલ્હીથી આરંભ અને સુબ્રોતો પાર્ક એર ફોર્સ સ્ટેશન નવી દિલ્હીમાં 16 મે, 2023ના સાંજે 4.30 કલાકે પૂર્ણ કર્યું.
  • એડવેન્ચર (ડબ્લ્યુઆર): ઓશનના સાત પડકાર પૂર્ણ કરનાર દુનિયામાં સૌથી યુવાનઃ મહારાષ્ટ્રના નવી મુંબઈનો પ્રભાત કોળી (27 જુલાઈ, 1999નો જન્મ) 23 વર્ષની ઉંમરે 1 માર્ચ, 2023ના રોજ ઓશનના સાત પડકાર પૂર્ણ કરનાર દુનિયામાં પ્રથમ સૌથી યુવાન વ્યક્તિ બન્યો છે. તેણે ખરાબ હવામાન વચ્ચે પણ ન્યૂ ઝીલેન્ડના નોર્થ અને સાઉથ આઈલેન્ડ્સ વચ્ચે કૂક સ્ટ્રેઈટ 1 માર્ચ, 2023ના રોજ પાર કર્યું હતું. તેને તેન્ઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ટર એવોર્ડ (2018) મળ્યો છે.

લિમકા બુક ઓફ રેકોર્ડસના કન્સલ્ટિંગ એડિટર અને હેચેટ ઈન્ડિયાના પ્રકાશક વત્સલા કૌલ બેનરજીએ જણાવ્યું હતું કે, “ધ લિમકા બુક ઓફ રેકોર્ડસે રાષ્ટ્રના સ્પોર્ટિંગ જોશનો દાખલ બેસાડતા અને તેમની સિદ્ધિની ખૂબીઓનો નવો આકાર આપતા ભારતના એથ્લીટ્સના અતુલનીય પ્રવાસને સન્માનિત કરવાનું ચાલુ રાખ્યું છે. દરેક વિક્રમ ખંડ અને જોશની વાર્તા છે, જે વાચકોને મોટાં સપનાં જોવા અને સીમાઓને પાર કરવા પ્રેરિત કરે છે.”

ધ કોકા-કોલા કંપની ખાતે માર્કેટિંગ -હાઈડ્રેશન, સ્પોર્ટસ અને ટી કેટેગરી, ઈન્ડિયા અને સાઉથ-વેસ્ટ એશિયા ઓપરેટિંગ યુનિટના સિનિયર ડાયરેક્ટર રુચિરા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “લિમકા બુક ઓફ રેકોર્ડસમાં આ સિદ્ધિઓની ઉજવણી આપણા એથ્લીટીસની અસાધારણ કટિબદ્ધતા આલેખિત કરે છે. તેમની સફળતા એ યાદ અપાવો છે કે એકાગ્રતા અને પ્રયાસથી ઉત્કૃષ્ટતા હંમેશાં પહોંચમાં આવે છે, જે ખૂબી સક્રિય, સ્વસ્થ જીવનશૈલીને ટેક આપવાના અમારા ધ્યેય સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે.

લિમકા બોક ઓફ રેકોર્ડસ 2024માં આ અતુલનીય વાર્તાઓ જુઓ અને રાષ્ટ્રના સ્પોર્ટિંગ વારસાને આકાર આપવાનું ચાલુ રાખનારી આ અસાધારણ સિદ્ધિઓને જુઓઃ

https://www.amazon.in/LIMCA-BOOK-RECORDS-Hachette-India/dp/9357318453

સર્વ અવ્વલ બુકસ્ટોર્સ અને ઓનલાઈન ઉપલબ્ધ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here