સ્પાઇસજેટે 15 નવેમ્બરથી આઠ નવી ફ્લાઇટના લોંચ સાથે ઘરેલુ નેટવર્કનું વિસ્તરણ કર્યું

0
57

એરલાઇન્સે મહત્વપૂર્ણ શહેરો વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો કરતા શિયાળુ વિસ્તરણ યોજનામાં નવા રૂટ સામેલ કરાયા 

અમદાવાદ: સ્પાઇસજેટે 15 નવેમ્બર, 2024થી આઠ નવી ફ્લાઇટ્સ લોંચ કરીને તેના ઘરેલુ નેટવર્કનું વિસ્તરણ કર્યું છે. આ નવા રૂટ જયપુરને વારાણસી, અમૃતસર અને અમદાવાદ સાથે જોડશે તથા અમદાવાદને પૂણે સાથે પણ જોડશે. આ વિસ્તરણ પહેલાં ઓક્ટોબર 2024માં 32 નવી ફ્લાઇટ્સ લોંચ કરવામાં આવી હતી, જેમાં દિલ્હીને ફુકેટ સાથે જોડતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ સામેલ છે.

ગત મહિને સ્પાઇસજેટે કર્ણાટકમાં શિવમોગાને ચેન્નઇ અને હૈદરાબાદ સાથે જોડતી ઉડાન ફ્લાઇટની શરૂઆત કરી હતી તથા ચેન્નઇ અને કોચી વચ્ચે દૈનિક બે ફ્લાઇટ્સની રજૂઆત સાથે મહત્વપૂર્ણ પ્રાદેશિક અને મેટ્રોપોલિટન શહેરો વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો કર્યો હતો.

સ્પાઇસજેટના ચીફ બિઝનેસ ઓફિસર દેબોજો મહર્ષીએ જણાવ્યું હતું કે, અમે જયપુરથી વારાણસી, અમૃતસર અને અમદાવાદ વચ્ચેની નવી ફ્લાઇટ તથા અમદાવાદથી પૂણે વચ્ચેની નવી ફ્લાઇટ્સ લોંચ કરતાં ઉત્સાહિત છીએ, જેનાથી અમારા પ્રવાસીઓને વધુ ફ્લેક્સિબિલિટી અને સુગમતા મળી રહેશે. આ નવી ફ્લાઇટ્સ ટિયર-2 શહેરો અને બીજા શહેરો વચ્ચે પ્રવાસીઓની માગને સપોર્ટ કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય અને ઉડાન રૂટ સાથે અમારા વિસ્તારીત શિયાળુ શિડ્યૂલ દ્વારા અમારો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકોને વધુ અનુકૂળ અને સરળ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવાનો છે.

સ્પાઇસજેટ 78 સીટર ક્યુ400 એરક્રાફ્ટ તૈનાત કરશે. નવી ફ્લાઇટ્સ માટે બુકિંગ શરૂ થઇ ગયું છે તથા ટીકીટ www.spicejet.com, સ્પાઇસજેટની મોબાઇલ એપ તેમજ ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ અને ટ્રાવેલ એજન્ટ્સ સાથે ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here