સોની લાઈવની ફ્રીડમ એટ મિડનાઈટના મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર અને લેખક તુષાર ગાંધી દ્વારા વખાણ

0
13

અમદાવાદ 25મી નવેમ્બર 2024: સોની લાઈવ પર નવો ઐતિહાસિક ડ્રામા ફ્રીમ એટ મિડનાઈટ આઝાદી માટે ભારતના સંઘર્ષની રોચક વાર્તા અને તેને ઉત્તમ રીતે પડદા પર ઉતારવા માટે ચર્ચાનો વિષય બની ચૂકી છે. ડાયરેક્ટર નિખિલ અડવાણીનું વિઝન દર્શકો અને ઉદ્યોગના ઈન્સાઈડર્સને પણ ગમી ગયું છે.

આમાંથી એક નોંધપાત્ર સરાહના મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી તરફથી પણ આવ્યું છે. તેમણે X પર પોસ્ટમાં જણાવ્યું છે, ‘‘સોની લાઈવ પર ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ જોવાનું શરૂ કરી દીધું છે. મને લાગ્યું કે બાપુ અને  પંડિત નેહરુ તથા આપણી આઝાદીના હિંદુત્વ પાસા પર કામ બહુ જ મુશ્કેલ છે, પરંતુ હું ખોટો પડ્યો. મને એ પણ બોધ મળ્યો છે કે આવી બાબતોમાં પૂર્વધારણા બાંધવી નહીં જોઈએ. હું આ સિરીઝ અવશ્ય જોવી જોઈએ એવી ભલામણ કરું છું.’’

તુષાર ગાંધી ઉપરાંત વિચારપ્રેરક ફિલ્મો માટે જ્ઞાત અને નિખિલના મેન્ટર વિખ્યાત ડાયરેક્ટર સુધીર મિશ્રાએ પણ નિખિલને તેની સખત જહેમત માટે શાબાશી આપી છે.

ફ્રીડમ એટ મિડનાઈટ લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરના પુસ્તક પર આધારિત છે. તેમાં પ્રતિભાશાળી કલાકારોમાં સિદ્ધાંત ગુપ્તા, ચિરાગ વોહરા, રાજેન્દ્ર ચાવલા, આરીફ ઝકરિયા, મલિશ્કા મેન્ડોંસા, રાજેશ કુમાર, કે સી શંકર, લ્યુક મેકગિબ્ની, કોર્ડેલિયા બુગેજા, એલીસ્ટેર ફિન્લે, એન્ડ્રયુ ક્યુલમ અને રિચર્ડ તેવરસન મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) દ્વારા સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં નિર્મિત આ સિરીઝમાં નિખિલ અડવાણી શોરનર અને ડાયરેક્ટર હોવા સાથે સિરીઝ પાછળ અદભુત ટીમે કામ કર્યું છે.

ફ્રીડમ એટ મિડનાઈટ જોવાનું ચૂકશો નહીં, ફક્ત સોની લાઈવ પર સ્ટ્રીમ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here