યોગ્ય સમયે યોગ્ય ઉપચાર આપવા માટે 4A -અવેરનેસ (જાગૃતિ), એક્સેસિબિલિટી (પહોંચક્ષમતા), એવેલિબિલિટી (ઉપલબ્ધતા) અને એકશન (કૃતિ) પર એકાગ્રતા
મુંબઈ ૨૨ એપ્રિલ ૨૦૨૫: દેશના અલગ અલગ દેશોમાં ચોમાસુ બેસી ગયા પછી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સર્પદંશના કિસ્સા વધી જાય છે. આ ધ્યાનમાં રાખતાં મેનકાઈન્ડ ગ્રુપની કંપની અને બે દાયકાથી ઉચ્ચ ગુણવત્તાના સ્નેક એન્ટીવિનોમમાં આગેવાન ભારત સેરમ્સ એન્ડ વેક્સિન્સ લિમિટેડ (બીએસવી) દ્વારા વિવિધ પહેલ શરૂ કરી છે, જે સર્પદંશના વ્યવસ્થાપન અને તેની આસપાસની ખોટી ભ્રમણાઓ દૂર કરવા માટે જાગૃતિ લાવવા સાથે યોગ્ય ઉપચારની પહોંચ અને ઉપલબ્ધતાની ખાતરી રાખશે.
ઈન્ડિયા બિઝનેસના સીઓઓ સિવાની સર્મા ડેકાએ જણાવ્યું હતું કે, “એન્ટી- સ્નેક વેનોમમાં બજારમાં આગેવાન તરીકે બીએસવી સર્પદંશ માટે ગુણવત્તાયુક્ત અને અસરકારક ઉપચાર લાવવા અને વિકસાવવા માટે આગેવાન રહી છે. અમે માનીએ છીએ કે 4A- અવેરનેસ (જાગૃતિ), એક્સેસિબિલિટી (પહોંચક્ષમતા), એવેલિબિલિટી (ઉપલબ્ધતા) અને એકશન (કૃતિ) થકી યોગ્ય સમયે યોગ્ય ઉપચાર આપવાની ને યોગ્ય દર્દને યોગ્ય સ્થળે ઉપચાર આપવાની ખાતરી રાખવાની અમારી જવાબદારી છે. આ માટે અમે પ્રતિબંધ, પ્રાથમિક ઉપચાર, સર્પદંશના દર્દીઓના નજીકના આરોગ્ય એકમમાં વહેલી પહોંચ અને સર્પદંશનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવા પર જાગૃતિ અને સમુદાય શિક્ષણ થકી બહુક્ષેત્ર જોડાણ અને લક્ષ્યની મધ્સ્થીઓ કરવાનું ચાલુ રાખ્યું છે, જેથી સર્વદંશ અને તેના ઉપચાર વિશે યુગ જૂની ખોટી ભ્રમણાઓને દૂર કરી શકાય. ઉપરાંત અમે આરોગ્ય સંભાળ પ્રદાતાઓ માટે તૈયાર કરાયેલા વૈજ્ઞાનિક કાર્યક્રમો સાથે એકધાર્યા તબીબી શિક્ષણ પર સક્રિય રીતે કેન્દ્રિત રહીએ છીએ, જેમાં સરકારની મુકરર પ્રમાણસર ઉપચાર માર્ગદર્શિકા (એસટીજી)ની અમલબજાવણી થકી સ્નેકબાઈટ એન્વેનોમેશન (એસબીઈ)ના વ્યવસ્થાપન દરમિયાન જ્ઞાન અને વ્યવહારો એકધારી રીતે અદ્યતન કરવાનો સમાવેશ થાય છે.’’
જાગૃતિ વિશે બોલતા, શ્રી સાંઈનાથ સર્જિકલ અને મેટરનિટી હોસ્પિટલના સર્જન અને સર્પદંશ નિષ્ણાત, ગુજરાત સરકારના GFRFના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ-ચેરમેન, ડૉ. ધીરુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારે સર્પદંશને ‘સૂચનાત્મક રોગ’ બનાવવાનું પગલું લીધું તે ડેટા ભેગો કરવા, સંસાધન ફાળવણી, પ્રતિબંધ અને વહેલા ઉપચારમાં સુધારણા લાવવામાં મદદરૂપ થશે, જેથી ઘટનાનું પગેરું રાખી શકાશે, વહેલી ઓળખ કરી શકાશે અને વધુ મરણાધીનતા/ માંદલાપણું નિવારવા માટે મધ્યસ્થી કરી શકાશે. ઉપરાંત સર્પદંશથી શંકાસ્પદ અથવા સંભાવ્ય કેસો અને મૃત્યુની રજિસ્ટ્રી નિર્માણ કરવામાં તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવીને સર્વેલન્સ, ડેટા ભેગો કરવામાં સુધારણાની ખાતરી રાખીને સર્પદંશથધી મૃત્યુ અને વિકલાંગતામાં ઘટાડો કરી શકાશે. આને કારણે સ્નેક એન્ટીવેનોમ અને તબીબી સંભાળની ઉપલબ્ધતા વચ્ચેનું અંતર દૂર કરવા માટે અત્યંત જરૂરી ધ્યાન કેન્દ્રિત કરીને પ્રતિબંધના પ્રયાસોમાં ભાગ લેવા સ્થાનિકોને પ્રોત્સાહન આપીને સમુદાય સહભાગ વધશે.’’
શ્રી સાંઈનાથ સર્જિકલ અને મેટરનિટી હોસ્પિટલના સર્જન અને સર્પદંશ નિષ્ણાત, ગુજરાત સરકારના GFRF ના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચેરમેન ડૉ. ધીરુભાઈ પટેલે “ભારતમાં સર્પદંશને લીધે વાર્ષિક 58,000 લોકોનાં મોત થાય છે. તે દર્શાવે છે કે ઉચ્ચ મરણાધીનતા અને માંદલાપણું પ્રવર્તમાન છે. સર્પદંશનાં પરિણામો સુધારવામાં ઉપચાર માટે વહેલી પહોંચ ઓળખીને બહુમુખી અભિગમ અપનાવવાનું સંકળાયેલું છે, કારણ કે એન્વેનોમિંગની ગૂંચનું વ્યવસ્થાપન અને દર્દી પરિણામ સુધારવાનું મહત્ત્વપૂર્ણ છે. આપણે સર્પદંશ વિશે સમુદાયોમાં સમજદારી, જાગૃતિ અને માહિતી આપીને અને દેશભરમાં ઉપચારની વ્યાપક પહોંચ અને ઉપલબ્ધતાની ખાતરી રાખીને સર્પદંશના પીડિતોનું જીવન બચાવી શકીએ છીએ.’’
સર્પદંશ હજુ પણ ગંભીર જાહેર આરોગ્ય પડકાર બની રહ્યો છે. સર્પદંશના સામાજિક આર્થિક પડકારને પહોંચી વળવા માટે પરિપૂર્ણ વ્યૂહરચના, સ્નેક એન્ટીવેનોમ અને તબીબી સંભાળની ઉપલબ્ધતા અને સૌથી મહત્ત્વપૂર્ણ પ્રતિબંધના પ્રયાસોમાં સ્થાનિક સહભાગને પ્રોત્સાહન આપીને સમુદાય સહભાગની સપાટી અને જાગૃતિ વધારવાની જરૂર છે.