ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: ૧,૮૦૦ કરોડ રૂપિયાના એસેટ્સઅંડરમેનેજમેન્ટ (AUM) સાથે અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ વિતરક સિલ્વરલાઇનસર્વિસીસને રોકાણકાર સશક્તિકરણ અને નાણાકીય વૃદ્ધિમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા સન્માનિત કરવામાં આવી છે.સિલ્વરલાઇનસર્વિસીસના ડિરેક્ટર દીપેશઅરોરાએમુંબઈમાંજિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સમિટમાંએસોસિએશન ઓફ મ્યુચ્યુઅલફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા આપવામાં આવેલ એવોર્ડ સ્વીકાર્યો.આ સન્માન વિશે વાત કરતાં,મિસ્ટરઅરોરાએ કહ્યું કે આ એવોર્ડ રોકાણકારોને વ્યૂહાત્મક રોકાણ ઉકેલો સાથે સશક્ત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.આ સમિટમાંકેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, સેબીનાપૂર્ણકાલીન સભ્ય અમરજીત સિંહ, AMFIના અધ્યક્ષ નવનીત મુનોત અને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનાદિગ્ગજો પણ હાજર રહ્યા હતા.