ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) ના સભ્યો માટે અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ, સિસિલિયન પ્રીમિયર લીગ (SPL), તેની ત્રીજી એડિશન સાથે પહેલા કરતા વધુ ઉત્સાહ સાથે પરત ફરી છે.
રમતગમત અને બિઝનેસ નેટવર્કિંગનું એક અનોખું મિશ્રણ, આ લીગ BNI ના 300 થી વધુ ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે, જે તેમને બોર્ડરૂમની બહાર જોડાવા અને સ્પર્ધાની ભાવના દ્વારા જોડાણોને મજબૂત બનાવવા માટે એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
આ વર્ષે, સિસિલિયન પ્રીમિયર લીગે SPL પિકલબોલ લીગના લોન્ચ સાથે એક નવું રોમાંચક પરિમાણ રજૂ કર્યું. 21 થી 23 માર્ચ દરમિયાન શૈશ્ય પલ્સ એરેના ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં આઠ સ્પર્ધાત્મક ટીમોએ ભાગ લીધો હતો. તેની સફળતા પછી, 25 માર્ચના રોજ કર્ણાવતી ક્લબ ખાતે અત્યંત અપેક્ષિત ક્રિકેટિંગ એક્શન શરૂ થઈ, જ્યાં 12 ટીમો પ્રતિષ્ઠિત ચેમ્પિયન્સ ટ્રોફી માટે સ્પર્ધા કરી રહી છે.
BNI અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “દરેક એડિશન સાથે, સિસિલિયન પ્રીમિયર લીગ પાર્ટિસિપન્ટ્સ માટે અનુભવ વધારવા માટે નવા એલીમેન્ટ્સને એકીકૃત કરીને, સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. SPL 2025 સ્પોર્ટ્સ અને સ્ટ્રેટેજીની એક અવિસ્મરણીય જર્નીનું વચન આપે છે. તે સહયોગ, લીડરશીપ અને દ્રઢતાની ભાવનાને મૂર્તિમંત કરે છે જે BNI ને વ્યાખ્યાયિત કરે છે. SPL જેવી ઈવેન્ટ્સ અમારા સભ્યોને રિલેશનશિપ બિલ્ડ કરવા, નવી તકો ઊભી કરવા અને સાથે મળીને વિકાસ કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અમારો હેતુ દરેક માટે એક આકર્ષક અને સશક્તિકરણનો અનુભવ સુનિશ્ચિત કરવાનો છે.”
BNI અમદાવાદ એ BNI નો એક ભાગ છે, જે વિશ્વની અગ્રણી બિઝનેસ રેફરલ સંસ્થા છે, જેમાં 79 દેશોમાં 3,00,000 થી વધુ બિઝનેસ મેમ્બર્સ છે. અમદાવાદમાં, BNI ના 60 ચેપ્ટરમાં 3,000 થી વધુ સભ્યો છે, જે તેને ભારતનો સૌથી મોટો રિજન બનાવે છે. હવે તેના 11મા વર્ષમાં, BNI અમદાવાદ નિયમિત ચેપ્ટર મીટિંગ્સ ઉપરાંત અર્થપૂર્ણ જોડાણો અને અપ્રતિમ નેટવર્કિંગ તકોને પ્રોત્સાહન આપીને તેના સમૃદ્ધ સમુદાયને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. BNI અમદાવાદના કાર્યક્રમો સ્પર્ધા, ઉજવણી અને સમુદાયના ત્રણ મુખ્ય સ્તંભોની આસપાસ બનાવવામાં આવે છે, જે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ બંનેને આગળ વધારતા અનુભવો બનાવે છે.
સિસિલિયન પ્રીમિયર લીગ 2025 ની ચેર ટીમમાં રાજુ જાપાન, હર્ષ દેસાઈ અને અંકિત ચોટિયાનો સમાવેશ થાય છે. વિવેક ગોએન્કા ઇવેન્ટ્સ ડિરેક્ટર છે, જ્યારે અનુજ વસંત ઇવેન્ટ્સ એમ્બેસેડર છે.