શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો રૂ. 23.36 કરોડનો IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે

0
3

કંપની/IPO ની મુખ્ય હાઇલાઇટ્સ

  • શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ તેના IPO દ્વારા રૂ. 23.36 કરોડ એકત્રિત કરી રહી છે.
  • આ IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ ખુલશે અને 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ બંધ થશે.
  • કંપની રૂ. 44 ના ભાવે 53.10 લાખ ઇક્વિટી શેર જારી કરી રહી છે, જેની ફેસ વેલ્યુ રૂ. 10 છે.

ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ, સ્પેશિયલ પેપર (કાગળ) ઉદ્યોગો માટે સપ્લાય ચેઇન સોલ્યુશન્સના અગ્રણી પ્રદાતા છે. કંપનીનો રૂ. 23.36 કરોડનો IPO (પ્રારંભિક જાહેર ઓફર) 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ ખુલશે. કંપનીનું મુખ્ય મથક ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં આવેલું છે. શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ કોટિંગ-આધારિત પેપર, ફૂડ-ગ્રેડ પેપર, મશીન-ગ્લાઝ્ડ પેપર અને દબાણ-સંવેદનશીલ એડહેસિવ પેપર વગેરે પર નિર્ભર ઉદ્યોગોને સર્વિસ આપે છે.

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવતા 53.10 લાખ ઇક્વિટી શેર રૂ. 44 ના ભાવે જારી કરીને રૂ. 2336.40 લાખ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ IPO માં ઓફર કરાયેલા કુલ ઇક્વિટી શેરમાંથી, 25.14 લાખ શેર રિટેલ અને નોન-રિટેલ અરજદારો માટે અનામત છે અને 2.82 લાખ શેર માર્કેટ માર્કર ભાગમાં સામેલ છે. અરજીનું લઘુત્તમ કદ 3,000 શેર અથવા રૂ. 1.32 લાખ છે.

આ IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ ખુલશે અને 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ બંધ થશે. આ ઓફર દ્વારા એકત્ર કરાયેલા ફંડનો ઉપયોગ વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

IPO પછી ઇક્વિટી માલિકીમાં 27.02% ઘટાડો થશે. આ ઇશ્યૂ પછી કંપનીની શેર મૂડી રૂ. 1,434.42 લાખથી વધીને રૂ. 1,965.42 લાખ થશે. કંપનીના શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે.

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 18,584.83 લાખની આવક અને રૂ. 439.06 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ડિસેમ્બર-2024 ક્વાર્ટર અંતે અથવા નવ મહિનાના સમયગાળા માટેની આવક રૂ. 7,704.05 લાખ હતી અને ચોખ્ખો નફો રૂ. 240.51 લાખ હતો.

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ કંપની વિવિધ પ્રકારના કાગળ ઉત્પાદનો પૂરા પાડે છે. જેમાં સબલિમેશન બેઝ પેપર, થર્મલ બેઝ પેપર, સ્ટ્રો પેપર, કપ સ્ટોક પેપર, સિક્યુરિટી PSA શીટ્સ, ડિજિટલ PSA શીટ્સ અને હાઇ-સ્ટ્રેન્થ પેપરનો સમાવેશ થાય છે. તે 24-350 ગ્રામ પ્રતિ ચોરસ મીટર (GSM) સુધીના વિવિધ ગ્રેડમાં કાગળ ઓફર કરે છે, જે કચરાના રિસાયકલ કાગળ, બગાસ આધારિત (કૃષિ કચરો) અને વર્જિન પલ્પમાંથી બનાવવામાં આવે છે.

ઉત્પાદકો અને પેપર મિલો વચ્ચે ઉત્પ્રેરક તરીકે કામ કરીને, શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ, તેના ગ્રાહકો માટે FMCG, કાપડ, ખાદ્ય અને પીણા, ઓટોમોબાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, વ્હાઇટ ગુડ્સ પેકેજિંગ, કોમર્શિયલ પ્રિન્ટિંગ, પ્રકાશન, ઈ-કોમર્સ અને અન્ય જેવા વિવિધ ઉદ્યોગોને આવરી લેતા વિભિન્ન અનુરૂપ ઉકેલો સુનિશ્ચિત કરે છે.

આ IPO થી શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડની બજાર સ્થિતિ અને તેની કાર્યકારી ક્ષમતાઓમાં વધારો થશે. ગેલેક્ટિકો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂના મુખ્ય મેનેજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here