શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી

0
20

અમદાવાદ, ઓગસ્ટ 2024: અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના ભવ્ય લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ગુરુગ્રામ, કેરળ સહિત સમગ્ર ભારતની 25થી વધુ અગ્રણી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ એક છત નીચે આવી છે.

શહેરના એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ નજીક વ્યૂહાત્મક જગ્યાએ સ્થિત લોફી હોમ સ્ટોર અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારોના ગ્રાહકોની વૈવિધ્યસભર જરૂરિયાતોને પૂર્ણ કરશે. ક્લોથિંગ સેગમેન્ટના લોકપ્રિય મલ્ટી-બ્રાન્ડ આઉટલેટની માફક આ ઇનોવેટિવ સ્ટોર કોન્સેપ્ટ અમદાવાદમાં વિશિષ્ટ મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર રજૂ કરે છે.

શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં લોફી હોમ સ્ટોર રજૂ કરતાં ઉત્સાહિત છીએ. આ સ્ટોર અમારા ગ્રાહકોને બેસ્ટ ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇન સોલ્યુશન્સ પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. દેશભરની ટોચની બ્રાન્ડ્સને એક છત નીચે લાવતા લોફી હોમ સ્ટોર હોમ ફર્નિશિંગની તમામ જરૂરિયાતો માટે ગો-ટુ ડેસ્ટિનેશન બનશે. મલ્ટી-બ્રાન્ડ આઉટલેટનો કોન્સેપ્ટ ક્લોથિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબજ લોકપ્રિય રહ્યો છે અને અમે અમદાવાદમાં ફર્નિચર સેગમેન્ટમાં આ વિશિષ્ટ અભિગમની પહેલ કરતાં ગર્વ કરીએ છીએ.

લોફી સ્ટોર ત્રણ માળની વિશાળ બિલ્ડિંગમાં તમામ હોમ સોલ્યુશન્સ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે, જે હોમ ડેકોર, આર્ટીફેક્ટ્સ, કાર્પેટ, આઉટડોર અને ઇન્ડોર ફર્નિચર અને વ્યાપક હોમ ઇન્ટિરિયર સોલ્યુશન્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ સ્ટોરમાં વ્યાપક પસંદગી સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને તેમની લિવિંગ સ્પેસને ઉન્નત કરવા માટે ક્વોલિટી, સ્ટાઇલ અને કામગીરીની દ્રષ્ટિએ ઉત્તમ પ્રોડક્ટ્સ મળી રહે.

લોફી હોમ સ્ટોર ગ્રાહકોને એક છત નીચે વિવિધ પ્રોડક્ટ્સના વિકલ્પો ઓફર કરવાની સાથે-સાથે ફર્નિચર રિટેઇલમાં અગ્રણી કંપની તરીકે શિવાલિક ગ્રૂપની મજબૂત ઉપસ્થિતિને પણ દર્શાવે છે. ગ્રૂપે સમગ્ર ગુજરાતમાં ફર્નિચર શોરૂમ શરૂ કરવા માટે લક્ઝરી ફર્નિચર નિર્માતા સ્ટેનલી લાઇફસ્ટાઇલ સાથે ભાગીદારી કરીને ફર્નિચર સેગમેન્ટમાં નોંધપાત્ર પહેલ કરી છે.

અમદાવાદમાં ગ્રૂપે પહેલેથી જ બે સ્ટોર શરૂ કર્યાં છે – સોફા એન્ડ મોર બાય સ્ટેનલી તથા સ્ટેનલી લેવલ નેક્સ્ટ, તેમજ ગુજરાતના વધુ શહેરોમાં સ્ટોર્સ લોંચ કરવાની યોજના છે. આ ઉપરાંત શિવાલિકે તેની ઓફરિંગમાં વધારો કરવા માટે ગુજરાતમાં તેના એક્સક્લુઝિવ સેલ્સ પાર્ટનર તરીકે ઓફિસ અને વર્કસ્પેસ ફર્નિચરમાં વૈશ્વિક સ્તરે અગ્રણી હોવર્થ સાથે તથા ઘરેલુ ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ સાથે સહયોગ કર્યો છે. શિવાલિક ફર્નિચર મેન્યુફેક્ચરિંગમાં પણ પ્રવેશ કરી રહ્યું છે.

શિવાલિક ગ્રૂપ અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર છે, જેણે છેલ્લાં 25 વર્ષમાં અમદાવાદમાં 20 મિલિયન ચોરસફૂટથી વધુ વિસ્તારમાં 80થી વધુ લેન્ડમાર્ક રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઓફિસ સ્પેસ પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here