SFA ચેમ્પિયનશિપ 2024: અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે

0
19
ચેમ્પિયનશિપનો 20મી નવેમ્બરી પ્રારંભ થશે અને એક સપ્તાહ સુધી ચાલશે, 22 અને 24મીએ વિશેષ દિવસ રહેશે
અમદાવાદ 19 નવેમ્બર 2024: અમદાવાદે પોતાની રમત મામલે વિકસતા શહેરની છબીને મજબૂત કરી છે. જે બુધવારથી શરૂ થઈ રહેલ SAI નેતાજી સુભાષ સાઉથર્ન સેન્ટર એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ રહેલ SFA ચેમ્પિયનશિપમાં જોવા મળશે. આ ઈવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે. જે શહેરના સ્પોર્ટિંગ કલ્ચરના વિકાસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધોરો જોવા મળ્યો છે. આ બાળકો આઈઆઈટી ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી – પીડીઈયુ (અગાઉ પીડીપીયુ), સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પોતાની સ્કિલ્સ દેખાડવાની તક હાંસલ કરશે. આ વર્ષે 387 જેટલી સ્કૂલ્સની SFA ચેમ્પિયનશિપમાં ભાગીદારી જોવા મળી રહી છે. SFA એ ગ્રાસરુટ પર સ્પોર્ટ્સને વધુ પ્રોફેશનલ બનાવવા ઉપરાંત વધુમાં વધુ આયોજન કરવા માટે કટિબદ્ધ છે. આ વર્ષની ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી ચાલશે, જે અમદાવાદમાંથી શ્રેષ્ઠ ટેલેન્ટેડ ખેલાડીઓને શોધવા મદદરૂપ થશે.
SFA ચેમ્પિયનશિપના COO તથા ફાઉન્ડિંગ મેમ્બર એવા રશસ જોશીએ કહ્યું કે, “SFA ચેમ્પિયનશિપ એ ભારતભરમાં સ્પોર્ટ્સ અને યંગ ટેલેન્ટને આગળ વધારવાની ઉજવણીનું એક માધ્યમ છે. આ ઈવેન્ટ માત્ર સ્પર્ધા પૂરતી નથી. તે ખેલાડીઓને રમતમાં તેમના બેકગ્રાઉન્ડની ચિંતા વિના ભાગ લેવાની તક આપે છે. જેથી રમતોમાં આગળ વધવાનો જુસ્સો હાંસલ કરતા ખેલાડીઓને શોધવા લાયક માહોલ બનાવી શકાય. આ દરમિયાન વિશ્વ સ્તરીય સ્થળોએ આયોજન કરવા ઉપરાંત સ્પોર્ટ્સમાં ક્વોલિટી મેન્ટરશિપ તથા સમાન ભાગીદારીનું પણ ધ્યાન રાખવામાં આવે છે.” 
SFA ચેમ્પિયનશિપમાં 22મી નવેમ્બરને ‘કોચ ડે’ તથા 24મી નવેમ્બરને ‘શી ઈઝ ગોલ્ડ- ડે’ તરીકે ઉજવવામાં આવશે. 24મી નવેમ્બરે 80 ટકા મુકાબલાઓમાં માત્ર મહિલા ખેલાડીઓને જ તક આપવામાં આવશે. આ દિવસે કોચ અને ઓફિશિયલ્સ પણ મહિલાઓ જ વધુમાં વધુ રહેશે. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here