SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદઃ ત્રીજા દિવસે ચેકમેટ ચેમ્પિયન્સ ઝળક્યા, ખેલાડીઓએ ‘કોચ ડે’ સેલિબ્રેટ કર્યો

0
106
387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે
અમદાવાદ 22 નવેમ્બર 2024: SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદમાં ત્રીજો દિવસ ચેસ બોર્ડ તરફ દોરવાયો હતો. જ્યાં યુવા ખેલાડીઓ સ્ટ્રેટેજી અને સ્પષ્ટતા સાથે યુવા ખેલાડીઓ મગજની રમત રમતા જોવા મળ્યા. ચેસ ટૂર્નામેન્ટમાં વિવિધ એજ ગ્રૂપમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ રમવા ઉતર્યા. જેમાં રેડ બ્રિક્સ સ્કૂલની નાગોરી ક્રિશ્વી એ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, ગોદરેજ ગાર્ડન સિટી ના આત્મન રાવલે અંડર-15 બોય્ઝમાં દબદબો હાંસલ કર્યો હતો.
જ્યારે અંડર-7 બોય્ઝ ફાઈનલમાં અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ, બોપાલના રિયાન અનડકટે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે ગર્લ્સ કેટેગરીમાં ઉદગમ સ્કૂલ, અમદાવાદની આર્યા શમીતે અંડર-13 ગર્લ્સની ફાઈનલમાં બાજી મારી હતી. આ દરમિયાન શુક્રવારે ચેમ્પિયનશિપમાં ‘કોચ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. જે યુવા એથ્લિટ્સના કરિયરને યોગ્ય દિશામાં આગળ વધારનારા કોચને સમર્પિત હતો અને આ દિવસે તેમના હાર્ડ વર્કને ધ્યાને રાખી અમુક વિશેષ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ કોચના ખેલાડીઓના જીવનમાં રહેલા મહત્ત્વને હાઈલાઈટ કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA)એ ગ્રાસરુટ પર રમતના આયોજન કરવા ઉપરાંત તેને પ્રોફેશનલ બનાવી તેનું યોગ્ય મોનટરીંગ કરવાના લક્ષ્યને આગળ વધારી રમતોની સંસ્કૃતિને દેશભરમાં ફેલાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી યોજાશે. જેમાં અમદાવાદના વિવિધ સ્થળોએથી ખેલાડીઓની શોધ કરવામાં આવશે. આ વર્ષે 387 સ્કૂલના 3 થી 18 વર્ષની વયના 14,764 એથ્લિટ્સ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે.
SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. શુક્રવારની રમતમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને બેડમિન્ટનની રમતો પણ સામેલ હતી.
જ્યારે અંડર-14 બોય્ઝ ખો-ખો ટૂર્નામેન્ટમાં કેન્દ્રીય વિદ્યાલય વફસારની ટીમ વિજેતા બની હતી. ખેલાડીઓએ શાનદાર ટીમ વર્ક અને મક્કમતાનું પ્રદર્શન કરી ગોલ્ડ જીત્યો હતો. આ દરમિયાન સ્કેટિંગ ટૂર્નામેન્ટના એથ્લિટ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિંક પર યુવા ખેલાડીઓએ પોતાની સ્કેટિંગ સ્કિલ્સને આગામી સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતું પર્ફોર્મન્સ આપ્યું હતું. ખેલાડીઓમાં વૈવિધ્યસભર સ્કિલ્સ ચેમ્પિયનશિપમાં જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here