સમગ્ર સુરતની સ્કૂલો કોન્શિયસલીપ વેલસ્પાયર પાર્ટનરશિપની સાથે પ્રિવેન્ટિવ સ્ટુડન્ટ મેન્ટલ વેલબિઇંગ રેવોલ્યૂશનું નેતૃત્વ કરી રહ્યું છે

0
25

વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલમાં સુરતની સ્કૂલ્સમાં કરવામાં આવી છે. કોન્શિયસલીપ્સ વેલસ્પાયરની સાથે પોતાની પાર્ટનરશિપના માધ્યમથી એક પહેલ કરી છે, જે વિદ્યાર્થીઓમાં સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક ઇનોવેટિવ પ્રોગ્રામ છે. સમગ્ર સ્કૂલ્સમાં આ સહયોગ એકેડમિક પ્રેસરથી માંડીને મેન્ટલ હેલ્થની વધતી જતી ચિંતાઓ સુધીના મલ્ટિપલ પડકારોનો સામનો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રિવેન્ટિવ મેન્ટલ હેલ્થમાં વેલસ્પાયરનો વ્યાપક દૃષ્ટિકોણ વિદ્યાર્થીઓને ભાવનાત્મક, માનસિક અને શારીરિક રીતે ખીલવા માટે જરૂરી સાધનો અને સંસાધનો સાથે સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સુરતની સ્કૂલોમાં કાર્યક્રમની વધતી લોકપ્રિયતાની સાથે વેલસ્પાયરને વ્યપાક દર્શકો સુધી પહોંચ પ્રાપ્ત થઇ છે, જેમાં આ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા અને સ્કૂલ કોમ્યુનિટી પર વધુ પ્રભાવ પાડવા માટે સક્ષમ બની ગયું છે.

શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય સુરત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪  માટે વેલસ્પાયરનું પાઇલટ પાર્ટનર રહ્યું છે. એચવી સ્વામિનારાયણના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે,“ હું એ અદ્ભુત અનુભવ શેર કરવા માંગુ છું, જે મને અને મારા વિદ્યાર્થીઓને આ વર્ષે મળ્યો છે. બાળકોમાં શિસ્ત, શિષ્ટાચાર અને અન્ય મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો જેવા ઘણા ગુણો વિકસિત થયા છે. મેં મારા વિદ્યાર્થીઓમાં ઘણા સકારાત્મક બદલાવ જોયા છે,”

મિલેનિયમ સ્કૂલ અને પીપી સવાણી કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ સ્કૂલ વેલસ્પાયર સ્ટુડન્ટ વેલબીઈંગ પ્રોગ્રામના પ્રારંભિક દત્તક રહ્યા છે. આ પાર્ટનરશિપ દ્વારા સુરતની અગ્રણી શાળાઓ શૈક્ષણિક પ્રયાસો ઉપરાંત વિદ્યાર્થીઓને સપોર્ટ આપવાના મહત્વને ઓળખીને તેમના વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

વેલસ્પાયર શિક્ષક તાલીમ વર્કશોપમાં ભાગ લેનાર મિલેનિયમ સ્કૂલના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે, “વેલસ્પાયર વેલનેસ પ્રોગ્રામ વર્કશોપ એ અમને આ વિષયમાં અમૂલ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરી કે કેવી રીતે આ સંકલિત સુખાકારી કાર્યક્રમ શૈક્ષણિક અને જીવન બંનેમાં યંગ માઇન્ડને મહત્વપૂર્ણ રૂપથી લાભ પહોંચાડી શકે છે. એક વ્યાપક દૃષ્ટિકોણઅભિગમ જોવો એ જ્ઞાનવર્ધક હતું, જે વિદ્યાર્થીઓને પોતાની સુખાકારીને પ્રાથમિકતા આપવા અને વધુ સમજ મેળવવામાં મદદ કરે છે.’’

૩ જૂન ૨૦૨૪ના રોજ એલપી સવાણી એકેડમી દ્વારા ટિચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય શિક્ષકોને વેલસ્પાયર પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે સાધનો અને જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો છે.

આ વર્કશોપમાં એલ.પી.સવાણી એકેડેમીના ટીચિંગ સ્ટાફ તરફથી ઉત્સાહપૂર્વક સહભાગિતા પ્રાપ્ત થઈ હતી, જેમણે પ્રોગ્રામને વ્યવહારુ અને પ્રભાવશાળી બંને રીતે જોયો હતો. એક દિવસીય સત્રમાં સુરતની અન્ય શાળાઓના શિક્ષકોએ પણ હાજરી આપી હતી. વેલસ્પાયર પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે માપી શકાય તેવા પરિણામો અને લાંબા ગાળાના લાભોનું વચન આપે છે. એલ.પી. સવાણી એકેડમીના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે, “અમારા શિક્ષકો વેલસ્પાયર પ્રોગ્રામ વિશે જાણવા માટે ઉત્સાહિત હતા. આ વર્કશોપ દ્વારા અમને અમારા વિદ્યાર્થીઓની સુખાકારીને અસરકારક રીતે સપોર્ટ આપવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સંસાધનો પ્રદાન કર્યા.”

પ્રોપરાઇટરી મેક યૂ હેપન ફ્રેમવર્કની આસપાસ ડિઝાઇન કરવામાં આવેલો કોન્શિયસલીપનો વેલસ્પાયર  પ્રોગ્રામ વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીના નિર્ણાયક પાસાઓને સંબોધે છે, જેમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને રિઝિલ્યન્સ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. સ્કૂલના અભ્યાસક્રમમાં એકીકૃત રીતે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક અને જીવનની સફળતા માટે મોડર્ન ચેલેન્જને નેવિગેટ કરવામાં સતત સમર્થન મળે છે કે નહીં.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં વેલસ્પાયર પ્રોગ્રામ પાંચ રાજ્યોની ૫૫ સ્કૂલ્સમાં ૩૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે અને હવે વર્ષ ૨૪-૨૫ માટે ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને લાભ થવાની અપેક્ષા છે. સ્કૂલ્સમાં સીબીએસઇ, આઇસીએસઇ, આઇજીસીએસઇ અને રાજ્ય સરકાર સહિત દેશના વિવિધ એજ્યુકેશન બોર્ડ સંબંધિત છે.

સમગ્ર શિક્ષા, ઉત્તરાખંડ ગર્વમેન્ટ અને એનએફડી સીઇઇ (નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન) એ આ વર્ષે પોતાની તમામ સરકારી શાળાઓમાં પ્રિવેન્ટિવ સ્ટુડન્ટ મેન્ટલ વેલબિઇંગ માટે વેલસ્પાયર પ્રોગ્રામ લાવવા માટે કોન્શિયસલીપની સાથે ત્રિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેથી વિદ્યાર્થીઓની સુખાકારી માટે પ્રિવેન્ટિવ મેન્ટલ વેલબિઇંગ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની દર્શાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here