સ્કેફલર ઈન્ડિયાએ અમદાવાદના બે ચેન્જમેકર્સને સોશિયલ ઈનોવેટર ફેલોશિપ એવોર્ડસથી નવાજ્યા

0
19

અમદાવાદ, ભારત 14મી નવેમ્બર, 2024 | અગ્રણી મોશન ટેકનોલોજી કંપની સ્કેફલર ઈન્ડિયાબડી4સ્ટડી ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં સ્કેફલર ઈન્ડિયા સોશિયલ ઈનોવેટર ફેલોશિપ પ્રોગ્રામની 2024ની એડિશનના વિજેતાઓની ઘોષણા કરી છે. ટોચના દસ વિજેતામાં બે પ્રરણાત્મક ચેન્જમેકર્સ ગુજરાતના અમદાવાદના સુકેત અમીન અને કુશલ મુદલિયાર છે, જેમનું અનુક્રમે દ્રષ્ટિવિકાર ધરાવતા નાગરિકોને સહાય કરવા વેરેબલ એઆઈ- ટેક અને સ્માર્ટ વેસ્ટ સેગ્રેગેટર ટેકનોલોજીમાં તેમના પ્રોજેક્ટ ઈનોવેશન્સ માટે સન્માન કરાયું છે.

સોશિયલ ઈનોવેટર પ્રોગ્રામનું લક્ષ્ય હકારાત્મક પ્રભાવ અને વિશાળ સમાજના લાભ માટે સંભાવના ધરાવતા અજોડ સક્ષમ સમાધાન વિકસાવનારા સામાજિક ઉદ્યોગ સાહસિકોનું સન્માન અને પુરસ્કૃત કરવાનું છે. તે સ્કેફલર ઈન્ડિયાની ફ્લેગશિપ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલ હોપનો પણ હિસ્સો છે, જે હેલ્થકેર, વ્યવસાયી કૌશલ્ય વિકાસ, હેરિટેજ અને પર્યાવરણનું સંવર્ધન અને સમાજના સશક્તિકરણ પ્રત્યે તેની કટિબદ્ધતા પર ભાર આપે છે.

તેની ત્રીજી આવૃત્તિમાં આ વર્ષના ફેલોશિપ પ્રોગ્રામે આઈઆઈટી, આઈઆઈએમ, નિટ્સ, બિન નફો કરતી સંસ્થાઓ અને વહેલી તબક્કાની સ્ટાર્ટ-અપ્સ સહિત અલગ અલગ સંસ્થાના 18-35 વયજૂથ વચ્ચેને અરજદારોને છ મુખ્ય શ્રેણીમાં તેમના આઈડિયા અને પ્રોટોટાઈપ સમાધાન પિચ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આમાં પર્યાવરણીય સક્ષમતા, નવીનીકરણક્ષમ ઊર્જા, કાર્બન નિષ્પક્ષતા, વર્તુળાકાર અર્થવ્યવસ્થા, નૈસર્ગિક સંસાધન વ્યવસ્થાપન અને સામાજિક ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગનો સમાવેશ થતો હતો.

પાત્ર સહભાગીઓમાં સઘન સ્ક્રીનિંગ પ્રક્રિયા હેઠળ પસાર થતા નાગરિકો અને સમૂહોનો સમાવેશ થતો હતો, જેમાં કઠોર મૂલ્યાંકન અને લઈવ વિડિયો પ્રોટોટાઈપ પ્રદર્શનના ઘણા બધા રાઉન્ડ્સનો સમાવેશ થાય છે.

ટોચના 10 અપવાદાત્મક પ્રોજેક્ટોને પ્રત્યેકી રૂ. 1.5 લાખની ફેલોશિપ ગ્રાન્ટ પુરસ્કૃત કરાઈ હતી. ઉપરાંત વિજેતાઓને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેટર આઈઆઈએમએ વેન્ચર્સ (અગાઉની આઈઆઈએમએ- સીઆઈઆઈઈ) ખાતે 24 સપ્તાહની હાઈબ્રિડ મેન્ટરશિપ એનાયત કરવામાં આવી હતી. વિજેતાઓને ઉદ્યોગના ભાગીદારો અને પ્રોગ્રામમાં ફેલો ઈનોવેટર્સના સ્કેફલર ઈન્ડિયાના નેટવર્ક સાથે કનેક્ટ થવાની અને તેમાંથી લાભ લેવાની પણ તક પ્રાપ્ત થઈ હતી.

જુલાઈ 2024માં નોંધણી શરૂ થઈ ત્યારથી પ્રોગ્રામને ઈશાન, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર વગેરે સહિત 5 રાજ્યમાંથી 276 નોંધણી પ્રાપ્ત થઈ હતી, જેમાં આકલન માટે 78 અરજદારોની પસંદગી કરાઈ હતી.

સ્કેફલર ઈન્ડિયાના એમડી અને સીઈઓ હર્ષ કદમે હકારાત્મક પરિવર્તન માટે પ્રેરક તરીકે મોશન ટેકનોલોજી પર કંપનીની એકાગ્રતા પર ભાર આપતાં જણાવ્યું કે, “સ્કેફલર ઈન્ડિયા ખાતે અમે સક્ષમ, કાર્યક્ષમ અને સ્થિતિસ્થાપક દુનિયા ફૂલેફાલે તે માટે પ્રગતિશીલ મોશન પ્રત્યે સમર્પિત છીએ. આ વર્ષના સોશિયલ ઈનોવેટર પ્રોગ્રામ માટે અદભુત પ્રતિસાદ ભારતના યુવાનો પરિવર્તનકારી બદલાવના સૂત્રધાર બનવાની સંભાવના આલેખિત કરે છે. સક્ષમતા અને નાવીન્યતા અંતર્ગત રીતે જોડાયેલી છે અને આ પહેલ થકી અમે ભારતના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરતા યુવા ઈનોવેટર્સને પોષવા માટે કટિબદ્ધ છીએ, જ્યાં લોકો અને પૃથ્વી પણ મોકળો શ્વાસ લઈ શકે.”

સોશિયલ ઈનોવેટર ફેલોશિપ પ્રોગ્રામ અર્થપૂર્ણ પરિવર્તન પ્રેરિત કરવા માટે ઈનોવેટિવ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને સામાજિક પડકારોને પહોંચી વળવા અને પ્રભાવશાળી સમુદાય વિકાસ ફૂલેફાલે તે માટે સૂત્રધાર તરીકે સક્ષમતા અને નાવીન્યતાને જોડવા માટે સ્કેફલર ઈન્ડિયાની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. સામાજિક પડકારોને પહોંચી વળતા ઈનોવેશનને ટેકો આપીને કંપની તેની ટેકનોલોજિકલ આગેવાનીમાં પ્રગતિ કરવા સાથે ભારતનાં વ્યાપક પર્યાવરણીય અને સામાજિક લક્ષ્યોમાં પણ યોગદાન આપી રહી છે.

આ ઈવેન્ટમાં ઈન્ડિયા એક્સિલરેટરના સહ-સંસ્થાપક અને ભારત વેન્ચર્સના સીઈઓ શ્રી મુનિશ ભાટિયા સ્કેફલર ઈન્ડિયાની લીડરશિપ ટીમ સાથે સીએક્સઓના એડવાઈઝર અને મેન્ટર શ્રી પ્રવીણ ભદાદા હાજર રહ્યા હતા.

સ્કેફલર ઈન્ડિયાની સામાજિક નાવીન્યતા પ્રત્યે સમર્પિતતા આ પ્રોગ્રામની પાર છે. તેની સીએસઆર પહેલ હોપ થકી કંપની સમુદાયોને સશક્ત બનાવવા માટે સતત નવી રીત શોધી રહી છે. કંપની જળ સંવર્ધન, કૃષિ-વનીકરણ અને હવામાન સ્થિતિસ્થાપક કૃષિને ટેકો આપીને અને સમુદાયના સ્વાસ્થ્યમાં યોગદાન આપતા પ્રોજેક્ટાં રોકાણ કરીને વંચિત સમુદામાં સ્ટેમ શિક્ષણ પ્રમોટ કરવા સહિત તેનાં સક્ષમતાનાં લક્ષ્યો સાથે સુમેળ સાધતી પહેલોમાં સક્રિય રીતે સંકળાયેલી છે. આ પહેલો પ્રગતિ અને સામાજિક સુખાકારી પ્રેરિત કરવા માટે સક્ષમતાના વ્યવહારો સાથે મોશન ટેકનોલોજીને જોડીવાના સ્કેફલરના વ્યાપક ધ્યેયને પ્રદર્શિત કરે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here