સાની ઇન્ડિયાએ SY80 PRO નું અનાવરણ કરવા માટે રાજકોટમાં ગ્રાહક સંમેલન અને રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું

0
12

રાજકોટ 12 ફેબ્રુઆરી 2025: બાંધકામ સાધનોના અગ્રણી ઉત્પાદક સાની ઇન્ડિયાએ RS ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ સાથે મળીને રાજકોટમાં ગ્રાહક સંમેલન અને પ્રોડક્ટ લોન્ચ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં નવા SY80 PRO એક્સકેવેટરને રજૂ કરાયું. આ કાર્યક્રમમાં 50થી વધુ મુખ્ય ગ્રાહકોની હાજરી સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, ત્યારબાદ રોડ શોનું આયોજન કરાયું હતું જેમાં એક્સકેવેટરની અદ્યતન સુવિધાઓ અને પ્રદર્શન ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવી.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સાની ઇન્ડિયાને SY80 PRO માટે સ્થળ પર જ ઓર્ડરનું કન્ફર્મેશન મળ્યું હતું, જે સાનીના અદ્યતન અને ઇંધણ-કાર્યક્ષમ મશીનોમાં વધતા વિશ્વાસને દર્શાવે છે. SY80 PRO ભારતના બાંધકામ અને માળખાગત ક્ષેત્રની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરીને અસાધારણ કાર્યક્ષમતા, ટકાઉપણું અને ઇંધણ અર્થતંત્ર પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયેલ છે.

આ પ્રસંગે બોલતા, સાની ઇન્ડિયાના એક્સકેવેટર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શશાંક પાંડે એ જણાવ્યું હતું કે, “સાની ઇન્ડિયામાં અમે અમારા ગ્રાહકો માટે ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરતા અત્યાધુનિક ઉકેલો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજકોટમાં SY80 PRO નું સફળ લોન્ચિંગની સાથો સાથ ગ્રાહકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિભાવ સાથે ભારતના માળખાગત વિકાસમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકેની અમારી સ્થિતિને મજબૂત બનાવે છે. અમે અમારા ચાલી રહેલા રોડ શો ઝુંબેશ દ્વારા આ ગતિને ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ, જેનાથી અમારા નવીનતમ ઇનોવેશન અમારા ગ્રાહકોની નજીક આવી શકે.”

રાષ્ટ્રવ્યાપી પહોંચના ભાગ રૂપે સાની ઇન્ડિયા રોડ શો ઝુંબેશ દ્વારા SY80 PRO ને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. આ રોડ શો રાજકોટથી શરૂ થયો, જામનગર થઈને મોરબીમાં પૂરો થયો. આ વ્યાપક રોડ શો ગ્રાહકોને SY80 PRO ની શ્રેષ્ઠ ક્ષમતાઓનો અનુભવ અને જીવંત પ્રદર્શન પૂરું પાડે છે, જે સમગ્ર પ્રદેશમાં માળખાગત વિકાસને ટેકો આપવા માટે સાની ઇન્ડિયાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here