સેમસંગ ગેલેક્સી AIની ભાવિ પેઢી રજૂ કરે છેઃ 10 જુલાઈએ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના લોન્ચ કરશે

0
27

ગુરુગ્રામ, ભારત, 26 જૂન, 2024:  સેમસંગ દ્વારા 10 જુલાઈના રોજ તેના ગ્લોબલ લોન્ચ ઈવેન્ટ ખાતે ગેલેક્સી Z સ્માર્ટફોન્સ અને ઈકોસિસ્ટમ ડિવાઈસીસની ભાવિ પેઢી રજૂ કરવામાં આવી હોવાની ઘોષણા કરાઈ હતી. ધ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ પેરિસમાં યોજાશે, જ્યાં પ્રતીકાત્મક સાંસ્કૃતિક જોડાણ અને નવા પ્રવાહનું કેન્દ્રબિંદુ અમારા અત્યાધુનિક ઈનોવેશન્સ રજૂ કરવા માટે ઉત્તમ પાર્શ્વભૂ બની રહેશે, એમ સેમસંગ દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

“ગેલેક્સી AIની ભાવિ પેઢી આવી રહી છે. ગેલેક્સી AIની શક્તિ જોવા માટે તૈયાર રહો, જે હવે નવીનતમ Z સિરીઝ અને સંપૂર્ણ ગેલેક્સી ઈકોસિસ્ટમમાં દાખલ કરાઈ છે. તો અમે મોબાઈલ AIના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે શકયતાઓની દુનિયા માટે તૈયાર થઈ જાઓ,” એમ કંપનીએ ઉમેર્યું હતું.

ગ્લોબલ અનપેક્ડ માટે સેમસંગના આમંત્રણ પૂર્વે તેના મુખ્ય કારોબારીમાંથી એકે જણાવ્યું કે સેમસંગ સંપૂર્ણ નવો અને અજોડ AI અનુભવ પ્રદાન કરવા માટે આગામી ફોલ્ડેબલ ડિવાઈસીસ માટે ગેલેક્સી AI અનુભવને મહત્તમ બનાવશે.

“અમારા ફોલ્ડેબલ્સ સેમસંગ ગેલેક્સીમાં સૌથી બહુમુખ અને ફ્લેક્સિબલ ફોર્મ ફેક્ટર છે અને તેને ગેલેક્સી AI સાથે જોડવામાં આવે ત્યારે આ બે સમકાલીન ટેકનોલોજીઓ એકત્રિત રીતે સર્વ નવી શક્યતાઓને ઉજાગર કરે છે,” એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ઈવીપી અને મોબાઈલ આરએન્ડડીના હેડ વોન-જૂન ચોઈએ જણાવ્યું હતું.

નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ઉપરાંત સેમસંગ 10 જુલાઈના રોજ તેની ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ ખાતે નવાં વેરેબલ ડિવાઈસીસી ઘોષણા કરે તેવી અપેક્ષા છે, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here