સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ

0
45
  • દેશભરમાંથી 22 વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ સાથેની ટોપ 10 ટીમો હવે ફિનાલે ઈવેન્ટ માટે સુસજ્જ છે, જ્યાં તેઓ સેમસંગ અને ઉદ્યોગના આગેવાનોની પ્રતિષ્ઠિત જ્યુરી સામે તેમના ઈનોવેશન્સ પિચ કરશે.
  • પસંદગી કરાયેલી ટીમો દેશના અમુક અંતરિયાળ વિસ્તારો ગોલાઘાટિન આસામ, રાજસ્થાનમાં ઝાલાવર, કર્ણાટકમાં ઉડુપી અને છત્તીસગઢમાં બિલાસપુરમાંથી આવી છે.
  • યુવા ઈનોવેટરોએ અગાઉ દિલ્હી/ એનસીઆર, નોઈડા અને બેન્ગલુરુમાં સેમસંગનાં કાર્યાલયોમાં ઈનોવેશન વોકમાં હાજરી આપી હતી.

ગુરુગ્રામ 05 સપ્ટેમ્બર 2024: સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે તેના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 ની 10 ટોપ ટીમોની ઘોષણા કરી હતી. ટોપ 10 ટીમો હવે ગ્રાન્ડ ફિનાલેમાં જશે, જ્યાં તેઓ તેમના યુનિક આઈડિયાઝ સેમસંગના આગેવાનો અને અન્ય મુખ્ય ઉદ્યોગના આગેવાનોનો સમાવેશ ધરાવતી પ્રતિષ્ઠિત જ્યુરી સમક્ષ પ્રસ્તુત કરશે. પસંદ કરાયેલી ટીમો દેશના અમુક અંતરિયાળ પ્રદેશમાંથી આવી છે, જેમાં આસામમાં ગોલાઘાટંદ કામરૂપ ગ્રામીણ, રાજસ્થાનમાં ઝાલાવાર, કર્ણાટકમાં ઉડુપી અને છત્તીસગઢમાં બિલાસપુરનો સમાવેશ થાય છે, જે પ્રોગ્રામની ઊંડી પ્રાદેશિક પહોંચ આલેખિત કરે છે.

આ ફાઈનલિસ્ટો સઘન પસંદગી પ્રક્રિયા હેઠળ પસાર થયા હતા, જેમાં સેમસંગના જ્યુરી સભ્યો સામે પિચ પ્રસ્તુતિકરણના ઘણા બધા રાઉન્ડ્સ અને સેમસંગ તથા ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (એફઆઈટીટી), આઈઆઈટી દિલ્હીના નિષ્ણાતો દ્વારા મેન્ટરિંગ સત્રોનો સમાવેશ થતો હતો. રિવોર્ડ તરીકે આ દરેક 20 ટીમોને પ્રોટોટાઈપ વિકસાવવા માટે રૂ. 20,000ની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત યુથ ટ્રેકમાંથી પસંદ કરાયેલી ટીમોને સેમસંગ ગેલેક્સી લેપટોપ પ્રાપ્ત થયા હતા, જ્યારે સ્કૂલ ટ્રેકની ટીમોને ગેલેક્સી ટેબ્સ પ્રાપ્ત થયાં હતાં.

પ્રોગ્રામની 3જી આવૃત્તિમાં વિદ્યાર્થીઓએ બે આકર્ષક થીમો હેઠળ તેમના આઈડિયા સુપરત કર્યા હતા, જેમાં કમ્યુનિટી એન્ડ ઈન્ક્લિઝન તથા એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટીનો સમાવેશ થાય છે. બે વ્યાપક થીમો હેઠળ મોટા ભાગના આઈડિયા મૂળભૂત સુવિધાથી વંચિત સમુદાયો માટે શિક્ષણ અને સંસાધનને પહોંચ, પ્રયોગાત્મક અભ્યાસમાં પડકારો, ડિજિટલ સાક્ષરતા, જળ સંવર્ધન અને આર્સેનિક પ્રદૂષણ જેવા મુખ્ય મુદ્દાઓ નાથવા પર કેન્દ્રિત હતા.

ટીમોએ ઈનોવેશન વોકમાં પણ ભાગ લીધો હતો, જે વિદ્યાર્થીઓને મેન્ટરિંગ, એક્સપર્ટ સત્રો અને એક્સપોઝર પૂરું પાડવા માટે તૈયાર કરાયું હતું. તે બેન્ગલુરુ અને નોઈડામાં સેમસંગ આરએન્ડડી સેન્ટર્સ તેમ જ ગુરુગ્રામમાં પ્રાદેશિક વડામથક સહિત વિવિધ સેમસંગનાં કાર્યાલયોમાં યોજાયું હતું. વિદ્યાર્થીઓએ પ્રોડક્ટ વિકાસ પ્રક્રિયામાં ઈનસાઈટ્સ આપવામાં સક્રિય સત્રોમાં ભાગ લીધો હતો, જેનાથી તેમના આઈડિયાઝ સુધારવામાં તેમને મદદ પણ મળી હતી. આ પછી નેશનલ પિચ ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં આખરી 10 ટીમોની પસંદગી કરવામાં આવી હતી.

“અમે રાષ્ટ્રભરમાંથી આ 10 પસંદ કરાયેલી ટીમોનો પ્રવાસ જોવા ભારે રોમાંચિત છીએ, જે તેમનો પ્રવાસ અનન્ય રહ્યો. ધ સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામ સર્વ સહભાગીઓ માટે ક્રિયાત્મકતા અને ક્ષમતની સીમાઓ વિસ્તારી શકી છે, જેને લીધે તેઓ ફિનાલે માટે સુસજ્જ બનવા સાથે તેમના ભાવિ પ્રયાસો માટે પણ તૈયાર થઈ ગયા છે. પ્રોગ્રામ થકી અમે સહભાગીઓને ટેક્નિકલ કુશળતાઓથી સુસજ્જ કરવા માગીએ છીએ, તેમની અંદર આત્મવિશ્વાસ ભરવા માગીએ છીએ અને તેમને ઈનોવેટિવ રીતે વિચારવા માટે મદદરૂપ થવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે ભવ્ય પિચ ઈવેન્ટ તરફ આગળ વધી રહયા છીએ ત્યારે સહભાગીઓ તેમના પથદર્શક આઈડિયાઝને જીવંત કઈ રીતે લાવે છે અને હકારાત્મક સામાજિક પરિવર્તન કઈ રીતે નિર્માણ કરે છે તે જોવા માટે રોમાંચિત છીએ,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસપી ચુને જણાવ્યું હતું.

“આ યુવા પ્રતિભાશાળીઓએ દર્શાવેલાં ઈનોવેશન અને ક્રિયેટિવિટી ખરેખર પ્રેરણાત્મક છે. સેમસંગનો સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામ આ વિદ્યાર્થીઓને યોગ્ય મેન્ટરશિપ માટે અને તેમના આઈડિયાઝને દાખલારૂપ બનાવવા, નવી ઊંચાઈએ લઈ જવા અને પોષવા માટે જરૂરી તાલીમ આપીમાં પૂરતો યોગદાનકારી સાબિત થયો છે. એફઆઈટીટી આ પ્રતિષ્ઠિત મંચનો હિસ્સો ગૌરવની લાગણી અનુભવે છે, જ્યાં યુવા ઈનોવેટરો કુશળતા અને આત્મવિશ્વાસથી સશક્ત બનશે, જે તેમના ભાવિ પ્રવાસનો આંતરિક ભાગ બની રહેશે,” એમ એફઆઈટીટી, આઈઆઈટી દિલ્હીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નિખિલ અગરવાલે જણાવ્યું હતું.

સોલ્વ ફોર ટુમોરો 2024 પ્રોગ્રામની આ આવૃત્તિમાં દેશના અમુક અંતરિયાળ પ્રદેશના સહભાગીઓ જોવા મળ્યા હતા, જેમાં મણિપુરમાં ઈમ્ફાલ, મેઘાલયમાં ઈસ્ટ ખાસી હિલ્સ અને છત્તીસગઢમાં બિલાસપુરનો સમાવેશ થતો હતો. સર્વ વિદ્યાર્થીઓ સામાજિક સમસ્યાઓને પહોંચી વળવા માટે આઈડિયાઝ વિકસાવવા માટે પ્રેરિત હતા, જે ખાસ કરીને મૂળભૂત સુવિધાથી વંચિત સમુદાયના લોકોના જીવનમાં સુધારણા લાવવા ટેકનોલોજિકલ ઈનોવેશનનો લાભ લેવાના સેમસંગના ધ્યેયને પરિપૂર્ણ કરે છે.

સ્કૂલ ટ્રેનની ફાઈનલિસ્ટ 5 ટીમો અને તેણે ઉકેલ લાવેલી સમસ્યાઓની વિગતો નીચે મુજબ છેઃ

સ્કાયગાર્ડ વાઈલ્ડલાઈફ મોન્ટરિંગઃ  ખાસ કરીને અર્ધશહેરી, ગ્રામીણ અને જંગલ વિસ્તારમાં માઠી અસરો નાબૂદ કરવા અસલ સમયનો ડેટા પૂરો પાડીને પર્યાવરણ પર દેખરેખ રાખવા અને જાહેર સ્વાસ્થ્યમાં સુધારણા લાવવા પર કેન્દ્રિત સમાધાન વિકસાવીને સમુદાયો પરના વાયુ પ્રદૂષણ અને વાઈલ્ડલાઈફ જોખમોની માઠી અસર ઓછી કરવી.

ઈકો ટેક ઈનોવેટરઃ ટીમ મહત્ત્વપૂર્ણ ખનીજો ઘટાડતા પીવાના પાણીના સ્રોતોમાં આર્સેનિક પ્રદૂષણની આડઅસરો ઓછી કરતું સમાધાન વિકસાવી રહી છે.

પ્રેઈટર વીઆર: ટીમ મોંઘું પરવડતું નથી તેવા વિદ્યાર્થઓ માટે કિફાયતી વીઆર- આધારિત અભ્યાસ સમાધાન વિકસાવી રહી છે.

યુઃ સ્વીકાર અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે કાનૂની અને શૈક્ષણિક પહેલો પ્રદાન કરીને એલજીબીટીક્યુ સમુદાયને ટેકો આપે છે.

હમાર લેબ્સઃ આમાં એપ વિકસાવવામાં આવ્યું છે, જે કોર્સની માહિતી પૂરી પાડે છે, જેથી નિર્ણય લેવાનું આસાન બનાવે છે.

યુથ ટ્રેકની ફાઈનલિસ્ટ 5 ટીમ અને સમસ્યાના તેમના ઉકેલ નીચે મુજબ છેઃ

મેટલઃ ખાસ કરીને ભૂજળમાં આર્સેનિક પ્રદૂષણની સમસ્યા માટે સમાધાન શોધી કાઢવાનો ધ્યેય છે.

ટીમ હેમટા: કૃષિ કચરો બાળવાનું ઓછું કરવા સમાધાન વિકસાવી રહી છે.

બાયોડી: કાર્બન ઉત્સર્જન વધારતી અને સમુદ્રિ અને ખાડાઓમાં પ્રદૂષણમાં યોગદાન આપતા સિંગલ-યુઝ પ્લાસ્ટિક્સ પર વધુ પડતી નિર્ભરતા ઓછી કરવામાં મદદરૂપ થતા સમાધાન આપે છે.

રામધન લોઢા: સક્ષમ અને ખેડૂત મૈત્રીપૂર્ણ સમાધાન પ્રદાન કરીને કૃષિ પડકારોને પહોંચી વળે છે.

એન્વટેક: બોરવેલ પર વધુ પડતી નિર્ભરતા ઓછી કરવા મદદરૂપ થવા માટે ભૂજળ સમાધાન પ્રદાન કરે છે.

સેમસંગ ઈન્ડિયાએ સોલ્વ ફોર ટુમોરો 2024 માટે ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (એફઆઈટીટી), આઈઆઈટી દિલ્હી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (એમઈઆઈટીવાય) મંત્રાલય, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય મંથન અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ઈન્ડિયા સાથે ભારતમાં પ્રોગ્રામની 3જી આવૃત્તિ માટે ભાગીદારી અને જોડાણ કર્યું છે.

આ વર્ષે સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામે બે અજોડ ટ્રેક રજૂ કર્યા છે- સ્કૂલ ટ્રેક અને યુથ ટ્રેક, જે ચોક્કસ થીમના કાજ પ્રત્યે સમર્પિત છે અને અલગ અલગ વયજૂથને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. બંને ટ્રેક સાગમટે ચાલે છે, જેથી સર્વ વિદ્યાર્થીઓને સમાન તક અને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળે છે. પ્રોગ્રામમાં નવું શીખવાનું મોડયુલ રજૂ કરાયું છે, જેમાં સ્કૂલ ટ્રેકમાં વિદ્યાર્થીઓને તાલીમ અને મેન્ટરિંગ કરવા માટે ભારતભરની 100 સ્કૂલોમાં ડિઝાઈન- થિન્કિંગ વર્કશોપનો સમાવેશષ થાય છે. આ વર્કશોપનું લક્ષ્ય તેમને સ્થિતિજન્ય પડકારો પૂરા પાડીને અને સમાધાન નિર્માણ કરવા તેમને પ્રેરિત કરીને તેમની સમસ્યા ઉકેલવાની વિચારધારાને પોષવાનું છે.

વિજેતાઓને શું મળશેઃ

સ્કૂલ ટ્રેકઃ  વિજેતા ટીમ સોલ્વ ફોર ટુમોરો 2024ની કમ્યુનિટી ચેમ્પિયન તરીકે જાહેર કરાશે અને તેને પ્રોટોટાઈપની પ્રગતિ માટે રૂ. 25 લાખની સીડ ગ્રાન્ટ પ્રાપ્ત થશે. વિજેતા ટીમની સ્કૂલોને પણ સમસ્યા ઉકેલવાની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક ઓફરો વધારવા સેમસંગ પ્રોડક્ટો પણ પ્રાપ્ત થશે.

યુથ ટ્રેકઃ વિજેતા ટીમ સોલ્વ ફોર ટુમોરો 2024ની એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન તરીકે જાહેર કરાશે અને આઈઆઈટી- દિલ્હી ખાતે ઈન્ક્યુબેશન માટે રૂ. 50 લાખની ગ્રાન્ટ પ્રાપ્ત થશે. વિજેતા ટીમોની કોલેજોને પણ સામાજિક ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે તેમની શૈક્ષણિક ઓફરોને વધારવા માટે સેમસંગ પ્રોડક્ટો પ્રાપ્ત થશે.

યુએસમાં 2010માં સૌપ્રથમ રજૂ કરવામાં આવેલું સોલ્વ ફોર ટુમોરો હાલમાં વૈશ્વિક સ્તરે 63 દેશમાં કાર્યરત છે અને દુનિયાભરમાં 2.3 મિલિયન યુવાનોએ ભાગ લીધેલો જોવા મળ્યો છે.

ટુગેધર ફોર ટુમોરો! એનેબ્લિંગ પીપલના વૈશ્વિક સીએસઆર ધ્યેય સાથે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દુનિયાભરના યુવાનોને આવતીકાલના આગેવાનો તરીકે સશક્ત બનાવવા શિક્ષણ પૂરું પાડવા કટિબદ્ધ છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના સીએસઆર પ્રયાસો વિશે વધુ વાર્તાઓ અમારા સીએસઆર વેબપેજ પર વાંચોઃ

http://csr.samsung.com

SNI: Samsung ‘Solve for Tomorrow’ 2024 Reveals the 10 Finalist Teams for the Grand Finale

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here