સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ નોઈડા તૃતીય સ્ટાર્ટઅપ સમિટ સાથે ભારતનું ટેક ભવિષ્ય પ્રજ્જવલિત કરે છે

0
6

સ્ટાર્ટઅપ સમિટે એથિકલ એઆઈ અને ડિજિટલ ટ્રસ્ટ પર એકાગ્રતા સાથે હેલ્થકેર, લેન્ગ્વેજ મોડેલ્સ, ઓડિયો ડીપ ફેક ડિટેકશન અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)માં એઆઈ પ્રગતિ આલેખિત કરી.

સર્વમ એઆઈ, જિવીએઆઈ, હેલ્ધીફાયમી, વેલિડસોફ્ટ, કોગો એઆઈ, નિયોડોક્સ, એનેબલએક્સ અને મેગ્નિમસ સહિત આઠ સ્ટાર્ટઅપ્સે પ્રોડક્ટો પ્રદર્શિત કરી અને વૈશ્વિક ઉચ્ચ સ્તર પ્રેરિત કરવા માટે સેમસંગનાં વૈશ્વિક આરએન્ડડી સેન્ટરો અને બિઝનેસ હબ્સ સાથે જોડાણોની ખોજ કરી.

ઈવેન્ટે એથિકલ એઆઈ વ્યવહારોનું મહત્ત્વ, ઈનોવેશનના ભવિષ્યને આકાર આપવા માટે ડિજિટલ ભરોસાના મહત્ત્વને અધોરેખિત કરવા સકાથે ભારતમાં ભાવિ તૈયાર સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ફૂલેફાલે તે માટે સેમસંગની કટિબદ્ધતા પર ભાર આપ્યો.

ગુરુગ્રામ, ભારત ૪ જૂન ૨૦૨૫: સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા (એસઆરઆઈ- નોઈડ) દ્વારા ડિઝરપ્ટિવ ટેકનોલોજીઝ પ્રદર્શિત કરવા, અર્થપૂર્ણ જોડાણો સાકાર કરવા અને ઈનોવેશનના ભવિષ્ય પર વાર્તાલાપ છેડવા માટે તૈયાર કરવામાં આવેલી ગતિશીલ ઈવેન્ટ તેની તૃતીય સ્ટાર્ટઅપ સમિટનું સફળતાથી આયોજન કર્યું હતું.

આ નવીનતમ આવૃત્તિએ એઆઈ- ફર્સ્ટ સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક ટેક આગેવાનોને એકત્ર લાવીને હેલ્થકેર, લેન્ગ્વેજ મોડેલ્સ, ઓડિયો ડીપખેપ ડિટેકશન અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર) વગેરેમાં અત્યાધુનિક પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ સમિટ ક્રોસ- ફંકશનલ જોડાણો થકી એથિકલ એઆઈ, ડિજિટલ ટ્રસ્ટ અને ભાવિ પેઢીના ઈનોવેશન માટે તાતી જરૂર આલેખિત કરે છે. તે મજબૂત ટેકનોલોજી ભાગીદારીઓ, ક્રોસ- ઈન્ડસ્ટ્રી જોડાણો અને પ્રતિભા વૃદ્ધિનો લાભ લેતાં ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમ મજબૂત બનાવવાની સેમસંગની કટિબદ્ધતાનો દાખલો બની રહી છે.

આ વર્ષની ઈવેન્ટમાં આઠ અવ્વલ સ્ટાર્ટઅપ્સમાં એઆઈ, ઈમર્સિવ ટેકનોલોજીઝ, હેલ્થકેર અને નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગના ઈન્ટરસેકશનમાં કામ કરતા સર્વમ એઆઈ (Sarvam AI), જિવી એઆઈ (Jivi AI), હેલ્થધીફાયમી (HealthifyMe), વેલિડસોફ્ટ (ValidSoft), કોગો એઆઈ (KOGO AI), નિયોડોક્સ (NeoDocs), એનેબલ એક્સ (EnableX) અને મેગ્નિમસ (Magnimus)નો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપ્સે બ્રેકથ્રુ પ્રોડક્ટો પ્રદર્શિત કરી હતી અને સેમસંગના આરએન્ડટી સેન્ટરો, બિઝનેસ યુનિટ્સ અને સેમસંગ વેન્ચર્સ સાથે સંભવિત પાઈલટ જોડાણોની ખોજ કરી હતી. સહભાગી સ્ટાર્ટઅપ્સની તેમની ઈનોવેશન સંભાવના, સેમસંગના ધ્યેય સાથે વ્યૂહાત્મક સુમેળ અને વૈશ્વિક સ્તરે પહોંચવાની ક્ષમતાને આધારે કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવી હતી.

“એસઆરઆઈ- નોઈડાએ સંશોધન અને ઈનોવેશન એજન્ડા પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે તૃતીય સ્ટાર્ટઅપ સમિટની સફલતા અર્થપૂર્ણ અપસ્કિલિંગ, સક્ષમ જોડાણ અને ડીપ ઈકોસિસ્ટમ સહભાગ થકી ભાવિ પેઢીના ટેકનોલોજી આગેવાનોને સશક્ત બનાવવાના અમારા ધ્યેયને અધોરેખિત કરે છે. આ વર્ષની આવૃત્તિ વધુ મોટી, વધુ નક્કર અને વધુ પ્રભાવ પ્રેરિત હતી, જેણે વૈશ્વિક સ્પર્ધાત્મક અને સ્થાનિક સુસંગત સમાધાન નિર્માણ કરવા ઉદ્યોજકોને અભિમુખ બનાવવા સાથે સમકાલીન પડકારોને પહોંચી વળી હતી,” એમ એસઆરઆઈ- નોઈડાના મેનેજિંગ ડાયરેક્ટર ક્યુંગયુન રૂએ જણાવ્યું હતું.

સહભાગી સ્ટાર્ટઅપ્સની યાદીમાં સમાવિષ્ટ છેઃ

  • સર્વમ એઆઈઃ બહુભાષિક એકલ મોડેલ ઓડિયો એલએલએમ મંચ.
  • જિવી એઆઈઃ વિશાળ ભાષા મોડેલ આધારિત હેલ્થકેર મંચ, જે એઆઈ ડોક્ટર અને એનલાઈટિક્સ પ્રદાન કરે છે.
  • હેલ્ધીફાયમીઃ એઆઈ પ્રેરિત પોષણ ઈન્ટેલિજન્સ એન્જિન પર્સનલાઈઝ્ડ આહારી ભલામણો માટે છે.
  • વેલિડસોફ્ટઃ અત્યાધુનિક ઓડિયો લાઈવનેસ ડિટેકશન સિસ્ટમ ડીપફેક કોલ ખતરા નાથવા માટે તૈયાર કરાઈ છે.
  • કોગો એઆઈઃ લાર્જ એકશન મોડેલ (એલએમએ), જે વોઈસ પ્રેરિત એપ્લિકેશન્સને પાવર આપે છે.
  • નિયોડોક્સઃ અસલ સમયના, પોઈન્ટ- ઓફ કેર હેલ્થ એસેસમેન્ટ્સ માટે મોબાઈલ આધારિત નિદાન.
  • એનેબલ એક્સઃ યુઝર ઈન્ટરએકશન બહેતર બનાવવા માટે અસલ સમયનો ચહેરાનો હાવબાવ અને ફીચર- ડિટેકશન ક્ષમતાઓ ધરાવે છે.
  • મેગ્નિમસઃ સહભાગ અને સુખાકારી પ્રેરિત કરતા ગેમિફાઈડ એક્સઆર આધારિત ફિટનેસ અનુભવ.

ઈવેન્ટમાં અનોખી તરી આવનારી ઘટનામાં સ્ટાર્ટઅપના સંસ્થાપકો અને એસઆરઆઈ- નોઈડા લીડરશિપ પર પ્રકાશ પાડતી ગતિશીલ પેનલ ચર્ચાવિચારણા હતી. આ વાર્તાલાપમાં એઆઈ એજન્ટ્સનો વધારો, ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ્સમાં પર્સનલાઈઝ્ડ સહભાગની જરૂર અને પારદર્શક ડેટા શાસનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. પેનલિસ્ટોએ એઆઈના એથિકલ ડિપ્લોયમેન્ટ અને યુઝર એડોપ્શનને આકાર આપતા વિસ્વાસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પણ ભાર આપ્યો હતો.

ચર્ચાવિચારણાએ તૈયાર ઉપભોક્તા અનુભવના વધતા મહત્ત્વ અને વર્તનમાં બદલાવને પ્રોત્સાહિત કરતા અને આરોગ્યના પરિણામો સુધારવામાં પર્સનલાઈઝ્ડ ફીડબેકના વધતા મહત્ત્વ પર ભાર આપ્યો હતો. સમિટની ફોર્મેટે ભારતમાં સેમસંગના ઈનોવેશન નેટવર્કન 360 ડિગ્રી વ્યુ પ્રદાન કર્યો હતો, જેનાથી ક્રોસ- ફંકશનલ જોડાણો કેળવાયાં હતાં, નવી ખૂબીઓ ઉજાગર થઈ હતી અને વૈશ્વિક ટેકનોલોજી પ્રવાહો સાથે સ્ટાર્ટઅપ્સનો સુમેળ સાધી શકાયો હતો. સહભાગીઓએ સેમસંગના નિષ્ણાતો સાથે ઊંડાણભરી ચર્ચા માટે માર્ગ આપવા અને પ્રોડક્ટ વિકાસ અને બજારની સુસજ્જતાને ગતિ આપવા માટે મંચની સરાહના કરી હતી.

હેલ્થકેર એઆઈ, લેન્ગ્વેજ પ્રોસેસિંગ, ડીપફેક ડિટેકશન, વિઝયુઅલ એઆઈ અને એકસઆર,માં ઊભરતી ટેકનોલોજીઓ પર પ્રકાશ પાડીને સ્ટાર્ટઅપ સમિટે પરિવર્તનકારી ઈનોવેશન પ્રેરિત કરવામાં એસઆરઆઈ- નોઈડાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ફરી એક વાર ભાર આપ્યો હતો. ઈવેન્ટે ઉચ્ચ સ્તરે અર્થપૂર્ણ, માનવલક્ષી પ્રભાવ પ્રદજાન કરતી ભાવિ સુસજ્જ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ સહ- નિર્માણ કરવાના સેમસંગના વિશાળ ધ્યેય દર્શાવ્યો હતો.

સેમસંગ ન્યૂઝરૂમ ઈન્ડિયા લિંક: Samsung R&D Institute Noida Ignites India’s Tech Future with 3rd Startup Summit – Samsung Newsroom India

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here