સેમસંગ દ્વારા બીસ્પોક AI વિંડફ્રી™ એસી રેન્જ લોન્ચ કરાઈઃ સેગમેન્ટમાં 19 મોડેલ રજૂ કર્યા

0
4
23931_AC KV 2025_1920X1080pix
  • બીસ્પોક AI- પાવર્ડ એર કંડિશનર્સ માટે નવીનતમ લાઈનઅપમાં 19 પ્રીમિયમ મોડેલનો સમાવેશ થાય છે, જે ઝડપી અને કમ્ફર્ટ કૂલિંગ માટે જ્ઞાનાકાર AI ફીચર્સને જોડે છે. આ ઈનોવેટિવ વિંડફ્રી™ કૂલિંગ ટેકનોલોજી તમારી ત્વચા પર પ્રત્યક્ષ ઠંડી હવા ફેંકવાની અસ્વસ્થતા વિના અસરકારક કૂલિંગની ખાતરી રાખે છે.
  • નવા વિંડફ્રી વેરેબલ ગૂડ સ્લીપ મોડ દ્વારા પાવર્ડ આ એસી ગેલેક્સી વોચ સિરીઝ અથવા રિંગ સાથે કનેક્ટ કરવામાં આવે ત્યારે વ્યક્તિ નિદ્રામાં પડતાં જ આપોઆપ સક્રિય થાય છે અને તે નિદ્રાના તબક્કા અનુસાર તાપમાન સમાયોજિત કરીને રાતભર સુખદ નિદ્રા મળે તેમાં મદદ કરે છે.
  • 30% સુધી ઊર્જા બચાવતા AI એનર્જી મોડ, સ્માર્ટથિંગ્સ ઈન્ટીગ્રેશન અને વોઈસ આસિસ્ટન્ટ કોમ્પેટિબિલિટી સાથે આ એસી સુવિધા અને ખર્ચ કિફાયતીપણાનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરે છે.

 ગુરુગ્રામ, ભારત 29મી જાન્યુઆરી 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે બીસ્પોક AI વિંડફ્રીની તેની 2025 લાઈનઅપ રજૂ કરી, જે અત્યાધુનિક AI ટેકનોલોજી અને પ્રીમિયમ ડિઝાઈનનું ફ્યુઝન છે. ઈન્ટેલિજન્સ કૂલિંગ, કૂલિંગ કાર્યક્ષમતા અને કનેક્ટેડ જીવન પર એકાગ્રતા સાથે 19 મોડેલની નવી રેન્જ ભારતીય ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી માગણીને પહોંચી વળે છે. આ એર કંડિશનર્સ ભારતની તીવ્ર ગરમીઓના પડકારોને નાથવા સાથે કમ્ફર્ટ, સુવિધા અને ઈનોવેશન પ્રદાન કરવા માટે વિચારપૂર્વક ઘડવામાં આવ્યાં છે.

આ રેન્જ વિવિધ હવામાનની સ્થિતિઓને સહજ રીતે અપનાવતાં AI-પ્રેરિત ઈનોવેશન્સનો લાભ લેતાં એકધાર્યા આરામ અને મહત્તમ કાર્યક્ષમતાની ખાતરી રાખે છે. વિંડફ્રીકૂલિંગ ટેકનોલોજી 23,000 સૂક્ષ્મ છિદ્રો થકી નમ્ર રીતે હવા પ્રસરાવીને ડાયરેક્ટ ડ્રાફ્ટ્સને નાબૂદ કરે છે, જ્યારે AI ફાસ્ટ અને કમ્ફર્ટ કૂલિંગ ફીચર
જગ્યાને ઝડપથી ઠંડી કરે છે અને સક્ષમ કમ્ફર્ટ માટે ઊર્જા કાર્યક્ષમ સેટિંગ્સમાં બુદ્ધિશાળી રીતે પરિવર્તિત થાય છે. મનમાં આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ રેન્જ સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટીને જોડીને રિમોટ મોનિટરિંગ માટે મેપ વ્યુ અને સહજ કંટ્રોલ માટે ક્વિક રિમોટજેવા આધુનિક ફીચર્સ ઓફર કરે છે.

વર્ક ફ્રોમ હોમ પેઢીના જીવનમાં વધુ સુવિધા ઉમેરતાં બીસ્પોક AIવિંડફ્રી™ એસી વાય-ફાયનો ઉપયોગ કરીને સેમસંગના સ્માર્ટથિંગ્સ એપ સાથે પણ સહજ રીતે કનેક્ટ થાય છે, જેને કારણે તમે બિક્સબી વોઈસ આસિસ્ટન્ટ, એલેક્સા અને ગૂગલ હોમ ઉપયોગ કરીને સેટિંગ્સ બદલી શકો છો અને ઓન/ઓફફ કરી શખો છો. તમે સ્માર્ટ AI ઓટો કૂલિંગ સાથે કૂલિંગ મહત્તમ બનાવી શકો છો અને જિયો- ફેન્સિંગ આધારિત વેલ્કમ કૂલિંગ ફીચર સાથે ઘરે પહોંચો તે પૂર્વે રૂમ આપોઆપ કૂલ કરી શકો છો. નવા ગૂડ સ્લીપમોડ સાથે પાવર્ડ આ એસી નિદ્રાના તબક્કા અનુસાર તાપમાન સમાયોજિત કરીને રાતભર સુખદ નિદ્રાને પ્રમોટ કરે છે.

“અમને 2025 બીસ્પોક AI વિંડફ્રી™ એર કંડિશનર્સ સાથે ભારતીય ઉનાળાના અજોડ પડકારોને પહોંચી વળવા સાથે હોમ કૂલિંગ અનુભવનો નવો દાખલો બેસાડવાનો રોમાંચ છે. આ એર કંડિશનર્સ ઈનોવેશન પ્રત્યે સેમસંગની કટિબદ્ધતાનો દાખલો છે, જે રોજબરોજનું જીવન બહેતર બનાવે છે. AI- પ્રેરિત કૂલિંગ અને ઊર્જા કાર્યક્ષમતા, સ્માર્ટ કનેક્ટિવિટી અને લાઈફસ્ટાઈલ- બહેતર બનાવતા ફીચર્સને સમિશ્રિત કરીને આ રેન્જ ભારતીય ગ્રાહકો માટે શક્તિશાળી AI ટેક ઈનોવેશન લાવે છે,”એમ સેમસંગ ઈન્ડિયાનાં ડિજિટલ એપ્લાયન્સીસના સિનિયર ડાયરેક્ટર ઘુફરાન આલમે જણાવ્યું હતું.

ભારતીય એર કંડિશનર બજારમાં સેમસંગનું વર્ષ અદભુત રહ્યું છે, જેમાં મજબૂત વેચાણ અને મજબૂત ગતિ સાથે 2025માં પ્રવેશ કર્યો છે. હવે તેની બીસ્પોક AI વિંડફ્રી™ લાઈનઅપ રજૂ કરીને કંપનીએ એસી ક્ષેત્રમાં AI- પ્રેરિત ક્રાંતિની આગેવાની કરીને પોતાને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે. ઊર્જાનો ઉપયોગ ઓછો કરતા અને ઉપભોક્તા અનુભવ બહેતર બનાવતા સ્માર્ટ AI ફીચર્સ સાથે નવી રેન્જ બજારમાં સેમસંગની હાજરીની વધુ ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે.

AI-પ્રેરિત કૂલિંગ અને ઊર્જા કાર્યક્ષમતા

બીસ્પોક AI વિંડફ્રી™ એસી કૂલિંગ કાર્યક્ષમતાનો નવો દાખલો બેસાડવા માટે અત્યાધુનિક AI ટેકનોલોજીનો લાભ લે છે. AI એનર્જી મોડ બુદ્ધિશાળી રીતે કૂલિંગ સેટિંગ્સ સમાયોજિત કરીને 30% સુધી ઊર્જાની બચત કરે છે. તે એર કંડિશનર ખરીદી કરતી વખતે ગ્રાહકો માટે ટોચનું મુખ્ય પરિબળ કમ્ફર્ટ સાથે બાંધછોડ વિના ઊર્જા કાર્યક્ષમ એપ્લાયન્સીસ માટે માગણીને પહોંચી વળે છે.

AI ઝડપી અને કમ્ફર્ટ કૂલિંગ ફીચર મહત્તમ ફેન સ્પીડ સાથે રૂમનું તાપમાન ઝડપથી ઓછું કરીને તુરંત રાહત મળે તેની ખાતરી રાખે છે. ઈચ્છિત તાપમાન હાંસલ કરાતં જ પ્રણાલી બુદ્ધિશાળી રીતે એકધાર્યું કૂલિંગ જાળવી રાખવા માટે વિંડફ્રી™ મોડમાં સ્વિચ થઈને નિદ્રા અથવા મહેમાનોનું મનોરંજન કરવા જેવી પ્રવૃત્તિઓ માટે આરામદાયક વાતાવરણની ખાતરી રાખે છે.

AI ડિજિટલ ઈન્વર્ટર કંટ્રોલ બહારી તાપમાન કાળઝાળ 58°C સુધી પહોંચે ત્યારે પણ બેરોકટોક કૂલિંગ મળે તેની ખાતરી રાખે છે, જે ભારતના તીવ્ર ઉનાળા દરમિયાન વિશ્વસનીયતા પૂરી પાડે છે.

સ્માર્ટથિંગ્સ ઈન્ટીગ્રેશન સાથે અસમાંતર સ્માર્ટ ફીચર્સ

નવી લાઈનઅપ સેમસંગના સ્માર્ટથિંગ્સ મંચ સાથે આવે છે, જે ઉપભોક્તાઓ એર કંડિશનર્સ સાથે  રીતે ઈન્ટરએક્ટ કરે છે તેની નવી વ્યાખ્યા કરે છે. સંશોધન દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો સુવિધાજનક કામગીરીઓને ઉચ્ચ અગ્રતા આપે છે, જેમ કે, સ્માર્ટ એપ થકી સિંપલ રિમોટ કંટ્રોલ પોપ અપ ફંકશન. આ એસી ક્વિક રિમોટ જેવા ફીચર્સ સાથે આવે છે, જે ઉપભોક્તાઓને તેમનાં એસી પાવર, મોડ, તાપમાન અને એર વોલ્યુમ તેમના સ્માર્ટફોનમાંથી કંટ્રોલ કરવાની અનુકૂળતા આપે છે. આને કારણે પ્રત્યક્ષ રિમોટ શોધવાની ઝંઝટ નાબૂદ થાય છે અને સુવિધા આંગળીને ટેરવે રહે તેની ખાતરી રાખે છે.

મેપ વ્યુમાં ઘરનું વર્ચ્યુઅલ 3D આલેખન છે, જે એસી રિમોટથી મોનિટર અને કંટ્રોલ કરવાનું આસાન બનાવે છે. ગ્રાહકો રૂમ ટેમ્પરેચર, એર ક્વોલિટી અને ઊર્જા ઉપભોગ જેવાં મહત્ત્વનાં મેટ્રિક્સ પર ધ્યાન રાખે છે, જેથી કનેક્ટેડ, સ્માર્ટ જીવનનો અનુભવ મળે તેની ખાતરી રાખે છે. બિક્સબી, એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ સાથે અભિમુખતા વોઈસ કંટ્રોલ અભિમુખ બનાવે છે, જેથી ઈન્ટરએકશન આસાન અને જ્ઞાનાકાર બને છે.

વેલ્કમ કૂલિંગ ઉપભોક્તા તેમના ઘરની નજીક આવે ત્યારે એસી આપોઆપ શરૂ કરીને સુવિધા વધુ વધારે છે, જે આગમન પર ઉત્તમ આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે.

બેજોડ આરામ માટે સમર્પિત વિંડફ્રી ગૂડ સ્લીપ ફીચર

વિંડફ્રી ગૂડ સ્લીપ ફીચરરાત દરમિયાન બેડરૂમનું તાપમાન મહત્તમ રહે તે રીતે ખાસ ડિઝાઈન કરાયું છે. કાળજીપૂર્વક તાપમાન અને ભેજ નિયમન કરીને તે નિદ્રામાં ખલેલ પાડી શકતી ઓચિંતા વધઘટને નિવારે છે, જે આરામદાયક અને બેવિરત શાંતિપૂર્ણ નિદ્રાની ખાતરી રાખે છે. આ ફીચર રોજબરોજના જીવનમાં આરામ અને રિલેક્શન ચાહતા ભારતીય ગ્રાહકો માટે ઉત્તમ છે.

બહેતર કમ્ફર્ટ અને હાઈજીન

પારંપરિક ફિલ્ટર્સથી વિપરીત કોપર એન્ટી- બેક્ટેરિયલ ફિલ્ટર એર કંડિશનરની જાળવણીમાં સુવિધા અને કાર્યક્ષમતાનો નવો દાખલો બેસાડે છે. ટોચ પર બહારી રીતે સ્થિત તે આસાનીથી કાઢી શકાય અને કોઈ પણ કવર ખોલવાની જરૂર વિના અથવા જોર આપ્યા વિના સાફ કરી શકાય છે. ઘન મેશમાંથી ઘડવામાં આવેલું તે અસરકારક રીતે ધૂળને મઢીને હીટ એક્સચેન્જર સ્વચ્છ રહે અને કાર્યક્ષમ રીતે સંચાલન કરે તેની ખાતરી રાખે છે. ઉપરાંત ફિલ્ટરમાં કોપર- ઈન્ફ્યુઝ્ડ યાર્ન અમુક વાયુજન્ય જીવાણુઓ 99%* સુધી ઓછા કરીને સ્વચ્છ અને સ્વસ્થ ઈનડોર વાતાવરણમાં યોગદાન આપે છે.

ટકાઉપણું એન અને વિશ્વસનીયતા

ટકાઉ તરીકે નિર્મિત બીસ્પોક AI વિંડફ્રી™ એસી 5 વર્ષની વ્યાપક વોરન્ટી અને AI ઈન્વર્ટર કોમ્પ્રેશર પર 10 વર્ષની વોરન્ટી સાથે આવે છે. ડ્યુરાફિનઅલ્ટ્રાનો સમાવેશ હીટ એક્સચેન્જનું ઘસારાથી રક્ષણ કરે છે, જે લાંબા ગાળાની કામગીરી અને ટકાઉપણાની ખાતરી રાખે છે.

કિંમત અને ઉપલબ્ધતા

INR 32990/-થી વધુ કિંમત સાથે બીસ્પોક AI એર કંડિશનર્સની નવી રેન્જ સર્વ અગ્રણી રિટેઈલ આઉટલેટ્સ અને ઓનલાઈન મંચો પર ઉપલબ્ધ છે, જેમાં ફ્લિપકાર્ટ, એમેઝોન અને Samsung.comનો સમાવેશ થાય છે. Air Conditioners – Split AC | Samsung India***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here