- બીસ્પોક AI રેફ્રિજરેટર સિરીઝ સ્ટાઈલિશ ડિઝાઈન્સ સાથે અત્યાધુનિક AI ટેકનોલોજીને જોડે છે. AI એનર્જી મોડ, ટ્વિન કૂલિંગ પ્લસ™, સ્માર્ટ ફોર્વર્ડ અને Wi-Fi એનેબલ્ડ સ્માર્ટથિંગ્સ ઈન્ટીગ્રેશન જેવા ફીચર્સ રેફ્રિજરેશનની કામગીરીમાં ઊર્જા કાર્યક્ષમતા, બહેતર ફ્રેશનેસ અને આસાન કંટ્રોલની ખાતરી રાખે છે.
- 330 લિ- 350 લિ ક્ષમતાની શ્રેણીમાં ઉપલબ્ધ આ સિરીઝ ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર પર સેમસંગની 20 વર્ષની વોરન્ટી સાથે આવે છે, જે ભારતીય ગ્રાહકો માટે ટકાઉપણું અને વિશ્વસનીયતાની ખાતરી રાખે છે.
ગુરુગ્રામ, ભારત ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે 330 લિ. અને 350 લિ. ક્ષમતા શ્રેણીમાં તેની નવીનતમ બીસ્પોક AI રેફ્રિજરેટરની સિરીઝ રજૂ કરવામાં આવી હતી. આ નવી શ્રેણી મનોહર ડિઝાઈનો અને વર્સેટાઈલ સ્ટોરેજ વિકલ્પો સાથે આધુનિક AI- પ્રેરિત ફીચર્સને જોડે છે, જેમ કે, AI એનર્જી મોડ, AI હોમ કેર અને સ્માર્ટ ફોર્વર્ડ. ભારતીય ગ્રાહકોની અજોડ જરૂરતોને પહોંચી વળવાના લક્ષ્ય સાથે સિરીઝ રૂ. 56,990ની આરંભિક કિંમતે ફંકશનાલિટી, સ્ટાઈલ અને ઈનોવેશનનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરે છે.
નવાં બીસ્પોક AI રેફ્રિજરેટર્સ સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ, સુધારિત ફ્રેશનેસ જાળવણી અને એક્ટિવ ફ્રેશ ફિલ્ટર પૂરાં પાડે છે, જે 99.9 ટકા સુધી હાનિકારક જીવાણુઓને નાબૂદ કરે છે, જે સર્વ સ્લીક અને કસ્ટમાઈઝેબલ એક્સટીરિયર સાથે આવે છે. તેના ટકાઉ અને ઊર્જા કાર્યક્ષમ ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર, 20 વર્ષની વોરન્ટીના ટેકા સાથે સિરીઝ ભારતમાં આધુનિક રેફ્રિજરેશનમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે.
“અમારી બીસ્પોક AI રેફ્રિજરેટર સિરીઝ ગ્રાહકોને ટેકનોલોજી, ડિઝાઈન અને સુવિધાનું ઉત્તમ સંતુલન પ્રદાન કરે છે. AI- પ્રેરિત એનર્જી મહત્તમીકરણથી ઈનોવેટિવ કૂલિંગ અને હાઈજીન સોલ્યુશન્સ સુધી આ સિરીઝ ભારતીય પરિવારોની ઉત્ક્રાંતિ પામતી જીવનશૈલીને પહોંચી વળે છે. સ્ટાઈલિશ ફિનિશીઝ અને એડવાન્સ્ડ ફીચર્સ, જેમ કે, સ્માર્ટ ફોર્વર્ડ, AI હોમ કેર, ટ્વિન કૂલિંગ પ્લસ™ અને કન્વર્ટિબલ 5-ઈન-1 મોડ્સ સાથે અમારું લક્ષ્ય રોજબરોજના જીવનમાં નવો દાખલો બેસાડવાં એપ્લાયન્સીસ સાથે અમારા ગ્રાહકોને સશક્ત બનાવવાનું છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસના સિનિયર ડાયરેક્ટર ગુફરાન આલમે જણાવ્યું હતું.
ડિઝાઈન, ક્ષમતા, કિંમત અને ઉપલબ્ધતા
રિયલ સ્ટેઈનલેસ, લક્સી બ્લેક, એલીગન્ટ આઈનોક્સ અને બ્લેક મેટમાં ઉપલબ્ધ આ રેફ્રિજરેટરો રૂ. 56,990ની આરંભિક કિંમતે 330 લિ. અને 350 લિ. ક્ષમતામાં સમકાલીન હોમ ઈન્ટીરિયર સાથે સહજ રીતે સુમેળ સાધવા માટે ઘડવામાં આવ્યાં છે. તે અગ્રગણ્ય રિટેઈલ સ્ટોર્સ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને સેમસંગની વિધિસર વેબસાઈટ ખાતે ઉપલબ્ધતા સાથે વિવિધ પરિવારોની જરૂરતોને પહોંચી વળે છે.
AI એનજી મોડઋ
AI એનર્જી મોડ રેફ્રિજરેટરની ઉપયોગ શૈલીનું વિશ્લેષણ કરીને ઊર્જા ઉપભોગ મહત્તમ બનાવવા માટે એડવાન્સ્ડAI અલ્ગોરીધમ્સનો લાભ લે છે. આ ઈન્ટેલિજન્ટ સિસ્ટમ ઉપયોગના પીક અને ઓફફ-પીક અવર્સ ઓળખીને 10 ટકા સુધી ઊર્જા બચત હાંસલ કરવા માટે તે અનુસાર ઊર્જાની આવશ્યકતાઓને સમાયોજિત કરે છે. બિનજરૂરી ઊર્જાનો ઉપયોગ ઓછો કરીને તે પરિવારો માટે ખર્ચ કાર્યક્ષમતાની ખાતરી રાખવા સાથે કાર્બન ઉત્સર્જન ઓછું કરીને સક્ષમ જીવનધોરણે પણ ટેકો આપે છે. આ ફીચર ખાસ કરીને જવાબદારી સાથે પરફોર્મન્સનું સંતુલન ચાહતા પર્યાવરણીય સતર્ક ગ્રાહકો માટે લાભદાયી છે.
સ્માર્ટથિંગ્સ હોમ કેરઃ
સ્માર્ટથિંગ્સ હોમ કેર અસલ સમયના મોનિટરિંગ અને ડાયગ્નોસ્ટિક્સનું આસાન ઈન્ટીગ્રેશન પ્રદાન કરે છે, જેને લઈ ઉપભોક્તાઓ તેમનું રેફ્રિજરેટર પીક કાર્યક્ષમતા સાથે કામ કરે તેની ખાતરી રાખી શકે છે. ગત અને વર્તમાન દેખાવના ડેટાની તુલના કરીને આ ફીચર સંભવિત સમસ્યાઓને વહેલી શોધી કાઢે છે અને અવરોધ ઓછો કરે છે. ઉપરાંત તે ઉપભોક્તાઓને સ્માર્ટથિંગ્સ એપ થકી પૂર્વસક્રિય મેઈનટેનન્સ ટિપ્સ પૂરી પાડે છે, જેથી તેઓ એકધારી કૂલિંગ કામગીરીની ખાતરી રાખવા સાથે તેમના રેફ્રિજરેટરનું આયુષ્ય વધારી શકે છે. આ ટૂલ સુવિધા અને આધુનિક હોમ કેર સોલ્યુશન્સ પ્રત્યે સેમસંગની કટિબદ્ધતાનો દાખલો છે.
સ્માર્ટ ફોર્વર્ડઃ
ઈન્ટરકનેક્ટેડ સ્માર્ટ હોમ ઈકોસિસ્ટમ બહેતર બનાવવામાં માટે ઘડવામાં આવેલું સ્માર્ટ ફોર્વર્ડ કનેક્ટેડ ડિવાઈસીસ વચ્ચે ટાસ્ક્સ આસાનીથી ટ્રાન્સફર કરીને બેરોકટોક સંચાલનની ખાતરી રાખે છે. દાખલા તરીકે, મલ્ટી- એપ્લાયન્સ સેટઅપમાં રેફ્રિજરેટર ઉપયોગને આધારે કૂલિંગની આવશ્યકતાઓને સમાયોજિત કરવા માટે અન્ય ડિવાઈસીસ સાથે કમ્યુનિકેટ કરી શકે છે. આ ફીચર ઈન્ટીગ્રેટેડ હોમ સિસ્ટમ પર આધાર રાખનારા ઉપભોક્તા માટે આદર્શ છે, કારણ કે તે સુવિધા બહેતર બનાવે છે અને દરેક ડિવાઈસ સ્માર્ટ લાઈફસ્ટાઈલ માટે સુચારુ રીતે ચાલે તેની ખાતરી રાખે છે.
Wi-Fi એનેબલ્ડ સુવિધાઃ
Wi-Fi-એનેબલ્ડ રેફ્રિજરેટર્સ સ્માર્ટથિંગ્સ એપ થકી રિમોટથી તેમના એપ્લાયન્સ કટ્રોલ અને મોનિટર કરવા ઉપભોક્તાઓને સશક્ત બનાવીને સુવિધાનો નવો દાખલો બેસાડે છે. તાપમાન સમાયોજિત કરવાનું હોય કે પાવર કૂલ કે પાવર ફ્રીઝ મોડ્સ કે મેઈનટેનન્સ નોટિફિકેશન પ્રાપ્ત કરવાનું હોય, ઉપભોક્તાઓ ક્યાંયથ પણ તેમનું રેફ્રિજરેટર મેનેજ કરી શકે છે. દાખલો તરીકે, ગ્રોસરી શોપિંગ કરતી વખતે ઉપભોક્તાઓ રિમોટથી ઘેર આવતાં જ તુરંત નાશક ચીજો સ્ટોર કરવા માટે ટેમ્પરેચર નીચું કરી શકે છે. આ ફીચર ગતિશીલ જીવનશૈલી માટે તૈયાર કરાયેલી આધુનિક સુવિધાનો દાખલો છે.
કન્વર્ટિબલ 5-ઈન-1 મોડ્સઃ
કન્વર્ટિબલ 5-ઈન-1 મોડ્સ અસમાંતર લવચીકતા પૂરી પાડે છે, જે આ રેફ્રિજરેટરોને ભારતીય પરિવારોની વિવિધ જરૂરતો માટે અનુકૂળ બનાવે છે. પાંચ મોડ્સમાં નોર્મલ, સીઝનલ, એક્સ્ટ્રા ફ્રિજ, વેકેશન અને હોમ અલોન ચોક્કસ સ્થિતિઓને પહોંચી વળે છે. આ અનુકૂલનતા મહત્તમ ઊર્જા બચત અને મહત્તમ યુટિલિટીની ખાતરી રાખે છે.
ટિવન કૂલિંગ પ્લસ™:
ટિવન કૂલિંગ પ્લસ ™ ટેકનોલોજી ફ્રેશનેસ ઉત્તમ રીતે જાળવી રાખવા અને ગંધ મિશ્રિત થવાનું નિવારવા માટે તૈયાર કરવામાં આવી છે. બે સ્વતંત્ર ઈવાપોરેટર્સ અને ફેન્સનો ઉપયોગ કરીને તે ફ્રિજ અને ફ્રીઝર કમ્પાર્ટમેન્ટ્સ માટે અલગ અલગ કૂલિંગ વાતાવરણ જાળવે છે. આને કારણે ફળો અને શાકભાજીઓ માટે 70 ટકા સુધી નમી જાળવી રાખવા સાથે બે ગણા લાંબા સમય સુધી ફ્રેશનેસ જળવાઈ રહે છે. ગંધને અલગ તારવીને તે સંગ્રહ કરેલી ચીજોની નૈસર્ગિક ફ્લેવરનું સંવર્ધન કરે છે. આ ફીચર લાંબા સમય સુધી ફ્રેશનેસ અને હાઈજીનિક સ્ટોરેજ જોતા પરિવારો માટે પરિવર્તનકારી છે.
એક્ટિવ ફ્રેશ ફિલ્ટર+:
એક્ટિવ ફ્રેશ ફિલ્ટર + સિસ્ટમ રેફ્રિજરેટરની અંદર સ્વચ્છ અને હાઈજીનિક હવા જાળવી રાખવા માટે આધુનિક સક્રિય કાર્બન ફિલ્ટ્રેશન કામે લ ગાવે છે. તે 99.99 ટકા સુધી જીવાણું નાબૂદ કરે છે અને ગંધને ન્યુટ્રલાઈઝ કરીને ખાદ્યના સંગ્રહ માટે નિર્જંતુક વાતાવરણની ખાતરી રાખે છે. ઉપરાંત તે સતત હવાને નિર્જંતુક અને ડિયોડરાઈઝ કરે છે, જેથી સ્વાસ્થ્ય અને હાઈજીનને અગ્રતા આપતા ઉપભોક્તાઓને મનની શાંતિ મળે છે.
પાવર કૂલ અને પાવર ફ્રીઝઃ
પાવર કૂલ અને પાવર ફ્રીઝ ફંકશન્સ ઝડપી કૂલિંગ અને ફ્રીઝિંગની જરૂરતો માટે તૈયાર કરાયું છે. પાવર કૂલ ફ્રિજનું તાપમાન તુરંત ઓછું કરે છે, જે ઠંડાં પીણાં અથવા તાજાં ઉત્પાદનો માટે આદર્શ છે. પાવર ફ્રીઝ બરફ ઝડપથી બનાવે છે અને ખાદ્યપદાર્થને ઝડપથી ફ્રીઝ કરે થે, જેથી પાર્ટીઓ અથવા મેળાવડા હોય ત્યારે તે પરફેક્ટ બની જાય છે. એકંદરે આ ફીચર્સ કાર્યક્ષમ રેફ્રિજરેશનની આવશ્યકતા ધરાવતી વ્યસ્ત જીવનશૈલી માટે ઝડપી સમાધાન પૂરું પાડે છે.
ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશરઃ
ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર કૂલિંગની માગણીના પ્રતિસાદમાં તેની ઝડપ આપોઆપ સમાયોજિત કરીને એકધાર્યું અને ઊર્જા કાર્યક્ષમ કૂલિંગની ખાતરી રાખે છે. તે ઘસારો ઓછો કરે છે, અવાજ અને વીજ ઉપભોગ ઘટાડે છે. 20 વર્ષની વોરન્ટી સાથે કોમ્પ્રેશર બેજોડ ટકાઉપણું અને વિશ્વસનીયતા પ્રદાન કરે છે, જે તેને લાંબા ગાળાની કામગીરી અને મનની શાંતિ માટે રોકાણ બનાવે છે.