- ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ હવે રૂ. 1,14,990થી શરૂ થાય છે, જે તેને વધુ કિફાયતી બનાવે છે.
- ગેલેક્સી AI ફીચર્સ, જેમ કે, AI સિલેક્ટ અને ફોટો રિમાસ્ટરપ સાથે આવે છે.
- ઈન્ટેલ® કોર™ અલ્ટ્રા સિરીઝ 2 પ્રોસેસર્સ દ્વારા પાવર્ડ, જેમાં શક્તિશાળી NPUsછે.
- અત્યંત ઝડપી ચાર્જિંગ સાથે 25 કલાક સુધી બેટરી આયુષ્ય સાથે આવે છે.
- ગેલેક્સી બુક 5 સિરીઝ ઓન-ડિવાઈસ માઈક્રોસોફ્ટ કોપાઈલટ+ પીસી આસિસ્ટન્સ સાથે આવે છે.
ગુરુગ્રામ, ભારત ૧૧ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની નવીનતમ AI-પાવર્ડ પીસી લાઈન-અપ- ગેલેક્સી બુક 5 પ્રો, ગેલેક્સી બુક 5 પ્રો 360 અને ગેલેક્સી બુક 5 560 લોન્ચ કર્યાની ઘોષણા કરાઈ હતી. AI પીસીની નવ રેન્જ માઈક્રોસોફ્ટના કોપાઈલટ+ પીસી અનુભવ સાથે ગેલેક્સી AIની પાવરને જોડીને સહજ પ્રોડક્ટિવિટી, ક્રિયેટિવિટી અને ઈન્ટેલિજન્ટ કાર્યપ્રવાહની ખાતરી રાખે છે.
AIની પાવર
ગેલેક્સી બુક 5 સિરીઝ પહેલી વાર AI સાથે આવે છે. નવી સિરીઝમાં AI સિલેક્ટ અને ફોટો રિમાસ્ટર જેવા ગેલેક્સી AI ફીચર્સ સાથે AI કમ્પ્યુટિંગ માટે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ (NPU) જેવી વિશિષ્ટતા છે. AI સિલેક્ટ ગેલેક્સી સ્માર્ટફોન્સ પર ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ જેવું જ ફીચર છે, જે એક ક્લિકમાં ઈન્સ્ટન્ટ સર્ચ અને માહિતી કઢાવવાનું આસાન બનાવે છે. ફોટો રિમાસ્ટર AI-પાવર્ડ ક્લેરિટી અને શાર્પનેસ સાથે ઈમેજીસને બહેતર બનાવે છે.
ઉત્કૃષ્ટ પરફોર્મન્સ
ગેલેક્સી બુક 5 સિરીઝ ઈન્ટેલ® કોર™ અલ્ટ્રા પ્રોસેસર્સ (સિરીઝ 2) દ્વારા પાવર્ડ છે, જેમાં 47 TOPS (ટેરા ઓપરેશન્સ પર સેકંડ) સુધી શક્તિશાળી NPUs છે, સુધારિત ગ્રાફિક્સ પરફોર્મન્સ માટે GPUમાં 17% વધારો અને CPU સિંગલ- કોર પરફોર્મન્સમાં 16% વધારાનો સમાવેશ થાય છે. ઈન્ટેલ AI બૂસ્ટ સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ ઉચ્ચ કક્ષાનો પરફોર્મન્સ, સિક્યુરિટી અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે. લુનાર લેક્સનું રિડિઝાઈન કરાયેલું CPU-GPU સેટઅપ, અપગ્રેડેડ NPU અને નેક્સ્ટ જેન બેટલમેજ GPU AI કમ્પ્યુટ પાવરમાં 3xબૂસ્ટ પ્રદાન કરે છે અને અગાઉની જનરેશન્સની તુલનામાં 40% ઓછા SoC પાવર ઉપભોગમાં પરિણમે છે, જે વધુ સ્માર્ટ વર્કફ્લો, આસાન મલ્ટીટાસ્કિંગ અને વિસ્તારિત બેટરી આયુષ્ય અભિમુખ બનાવે છે.
વ્યાપક બેટરી આયુષ્ય
ગેલેક્સી બુક 5 સિરીઝ લાઈન-અપ અત્યંત ઝડપી ચાર્જિંગ સાથે 25 કલાક સુધી બેટરી આયુષ્ય સાથે અત્યંત સુધારિત બેટરી પૂરી પાડે છે. ગેલેક્સી બુક 5 પ્રો 30 મિનિટમાં 41% ચાર્જ સુધી પહોંચવા માટે સક્ષમ છે.
માઈક્રોસોફ્ટ કોપાઈલટ+
ગેલેક્સી બુક 5 સિરીઝ સમર્પિત કી સાથે વધુ પ્રોડક્ટિવિટી માટે ઓન-ડિવાઈસ માઈક્રોસોફ્ટ કોપાઈલટ+ આસિસ્સન્સ મેળવે છે, જે AI-પાવર્ડ આસિસ્ટન્સ સ્પર્શની દૂરી પર બનાવે છે. વિંડોઝ 11 અને માઈક્રોસોફ્ટના AI-એન્હાન્સ્ડ કોપાઈલટ+ અનુભવ સાથે ઈન્ટીગ્રેટેડ છે, જે કોન્ટેક્સ્ચ્યુઅલ ઈન્ટેલિજન્સ સાથે રોજબરોજનાં ટાસ્ક્સમાં પરિવર્તન લાવીને લેખન, સંશોધન, શિડ્યુલિંગ અને પ્રસ્તુતિકરણ સહિત વિવિધ ટાસ્ક્સ માટે ઈન્ટેલિજન્સ આસિસ્ટન્સ પણ ઓફર કરે છે.
રોમાંચક મનોરંજન
બહેતર કામ અને મનોરંજન પર નિર્મિત ગેલેક્સી બુક 5 સિરીઝમાં પ્રો મોડેલો પર ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે 3K રિઝોલ્યુશન, 120Hz એડપ્ટિવ રિફ્રેશ રેટ અને કોઈ ફણ પ્રકાશની સ્થિતિમાં અદભુત વિઝ્યુઅલ્સ માટે વિઝન બૂસ્ટર ટેકનોલોજી ધરાવે છે. આકર્ષક અનુભવ માટે ડોલ્બી એટમોસ સાથે ક્વેડ સ્પીકર્સ સમૃદ્ધ અને સ્પષ્ટ સાઉન્ડ પ્રદાન કરે છે, જે મનોરંજન અને વ્યાવસાયિક ઉપયોગ માટે ઉત્તમ છે.
ઉપરાંત મલ્ટી- ડિવાઈસ કનેક્ટિવિટી ફોન લિંક, ક્વિક શેર, મલ્ટી-કંટ્રોલ અને સેકંડ સ્ક્રીન જેવા ફીચર્સને જોડે છે, જે ઉપભોક્તાઓને તેમના ગેલેક્સી સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ્સમાં આસાનીથી કામ કરવાની અનુકૂળતા આપે છે. ઉપરાંત સેમસંગ નોક્સ સંરક્ષિત અને એકત્રિત પ્રાઈવસી ફાઉન્ડેશનની ખાતરી રાખે છે.
કિંમત, ઉપલબ્ધતા અને પ્રી-બુક ઓફર્સ
ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 પ્રો હવે રૂ. 1,14,900થી શરૂ થાય. છે, જેમાં અગાઉની જનરેશન કરતાં રૂ. 15,000 ઓછા છે. પ્રી-બુક ઓફર્સના ભાગરૂપે ગ્રાહકો ગેલેક્સી બુક 5 પ્રો, ગેલેક્સી બુક 5 360 અને ગેલેક્સી બુક 5 પ્રો 360 બુક કરે તેઓ ગેલેક્સી બડ્સ 3 પ્રો ફક્ત રૂ. 2999 (રૂ. 19,999ની મૂળ કિંમત સામે)માં મેળવી શકે છે.
ગ્રાહકો આજથી શરૂઆત કરતાં ગેલેક્સી બુક 5 360, ગેલેક્સી બુક 5 પ્રો અને ગેલેક્સી બુક 5 પ્રો 360 Samsung.com, સેમસંગ ઈન્ડિયા, સ્માર્ટ કેફેઝ અને ચુનંદા અધિકૃત રિટેઈલ સ્ટોર્સ અને અન્ય ઓનલાઈન પોર્ટલો પરથી ખરીદી શકશે. ગેલેક્સી બુક 5 સિરીઝ લાઈન-અપ ભારતમાં 20 માર્ચ, 2025થી Samsung.com, સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, અગ્રણી ઓનલાઈન મંચો અને મુખ્ય રિટેઈલ ભાગીદારો પાસે મળી રહેશે.
Specs | Galaxy Book5 Pro
(14-inch) |
Galaxy Book5 Pro 360
(16-inch) |
Galaxy Book5 360
(15-inch) |
Display | 14” 3K AMOLED, 120Hz | 16” 3K AMOLED, 120Hz | 15.6” FHD AMOLED, 60Hz |
Processor | Intel Core Ultra 7/5 | Intel Core Ultra 7/5 | Intel Core Ultra 7/5 |
Graphics | Intel Arc Graphics | Intel Arc Graphics | Intel Arc Graphics |
Memory | 16GB / 32GB | 16GB / 32GB | 16GB / 32GB |
Storage | 256GB / 512GB / 1TB | 256GB / 512GB / 1TB | 256GB / 512GB / 1TB |
Battery | 63.1Wh | 76.1Wh | 68.1Wh |
Audio | Quad speakers,
Dolby Atmos |
Quad speakers,
Dolby Atmos |
Stereo speakers,
Dolby Atmos |
Weight | 1.23 kg | 1.56 kg | 1.46 kg |
OS | Windows 11 | Windows 11 | Windows 11 |
Camera | 2MP (1080p FHD) | 2MP (1080p FHD) | 2MP (1080p FHD) |
Starting Price [INR] | 131990 | 155990 | 114990 |