સેમસંગ દ્વારા ભારતમાં Samsung Health ઍપ પર અંગત આરોગ્ય રેકોર્ડ્ઝની રજૂઆત

0
2

હેલ્થ રેકોર્ડઝ ફીચર ભારત સરકારના આયુષ્માન ભારત ડિજીટ મિશન (ABDM) સાથે સુસંગત છે. જે યૂઝર્સને તેમની આરોગ્યની માહિતીનું સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે સંચાલન કરવાની મંજૂરી આપે છે

યૂઝર્સ હવે આરોગ્ય લગતા રેકોર્ડ્ઝને ડિજીટલી અપલોડ અને સંચાલિત કરી શકે છે, જે ફીઝિકલ પેપરવર્કની જરૂરિયાતને દૂર કરે છે

રજિસ્ટર્ડ યૂઝર્સ તેમનો તબીબી ભૂતકાળ જોઇ શકે છે, જેમાં પ્રિસ્ક્રીપ્શન્સ, લેબોરેટરીના પરિણામ અને હોસ્પિટલની મુલાકાતોનો સમાવેશ થાય છે, જે તમામ તેમના યુનિક ABHA ID સાથે સંકળાયેલા હોય છે

ગુરુગ્રામ, ભારત 18 જાન્યુઆરી 2025: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ ઘોષણા કતરી હતી કે તેણે SamsungHealthapp પર હેલ્થ રેકોર્ડઝ ફીચર ઉમેર્યુ છે જે યૂઝર્સને તેમના આરોગ્યને વધુ વ્યાપક રીતે સંચાલિત કરવામાં મદદ કરશે.

હેલ્થ રેકોર્ડઝ ફીચર યૂઝર્સને Samsung Health Mobile ઍપ મારફતે સીધા જ તેમના આયુષ્માન ભારત હેલ્થ એકાઉટ (ABHA)નું સર્જન કરવાની અને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. યૂઝર્સ હવે સરળતાથી તેમના આરોગ્યને લગતા ડેટા કે જે ભારતભરના હેલ્થકેર પ્રદાતાઓ દ્વારા ઉપાર્જિત કરવામાં આવ્યા હોય તેને સંચાલિત કરી શકે છે, તે રીતે જે તે વ્યક્તિ અંગત આરોગ્ય રેકોર્ડઝનો હવાલો લેવાની પ્રથા પ્રસ્થાપિત કરી શકે છે.

સેમસંગનની આ નવી પહેલ તેના યૂઝર્સને ભારત સરકારના આયુષ્માન ભારત ડિજીટલ મિશન (ABDM) પ્રોજેક્ટ સાથે સંરેખીત દેશની ડિજીટલ હેલ્થ વ્યવસ્થા સાથે સરળતાથી અને સુરક્ષિત સંકલન પૂરું પાડીને યૂઝર્સને સશક્ત બનાવે છે.

“સેમસંગ ગ્રાહકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે અને તેમના રોજિંદા અનુભવોને વધારવા માટે ઉત્પાદનો અને સેવાઓમાં સતત વધારો કરે છે. સેમસંગ હેલ્થ એપમાં ભારત માટે હેલ્થ રેકોર્ડ્સ ફીચરનો પરિચય ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સની સુવિધાજનક ઍક્સેસ પ્રદાન કરવા માટેના અમારા સમર્પણને દર્શાવે છે, જે ડોકટરો અથવા હેલ્થકેર પ્રદાતાઓ સાથે કોઈપણ સમયે સુરક્ષિત રીતે ડેટા શેરિંગને સક્ષમ બનાવે છે. આ ફીચર યૂઝર્સને તેમના આરોગ્યના ભૂતકાળનું સંચાલન કરવા, પ્રગતિ પર નજર રાખવા અને તેમની સુખાકારી પર વધુ સારું નિયંત્રણ જાળવવા માટે સશક્ત બનાવે છે,” એમ સેમસંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નોઇડાના મેનેજિંગ ડિરેક્ટર ક્યુંગયુન રૂએ જણાવ્યું હતું.

હેલ્થ રેકોર્ડ્સ ફીચર એ ભારતના અગ્રણી ABDM-પ્રમાણિત ઇન્ટિગ્રેટર, Eka Care સાથે સેમસંગ ખાતે R&D, UX ડિઝાઇન અને કન્ઝ્યુમર એક્સપિરિયન્સ ટીમોમાં સહયોગી પ્રયાસનું પરિણામ છે. આ ફીચર સાથે, યૂઝર્સ તેમના આધાર અથવા મોબાઇલ ફોન નંબરો સાથે સેમસંગ હેલ્થ એપમાં ABHA એકાઉન્ટ માટે નોંધણી કરાવી શકે છે. એકવાર નોંધણી કરાવ્યા પછી, તેઓ પ્રિસ્ક્રિપ્શન, લેબોરેટરીના પરિણામો, હોસ્પિટલ મુલાકાતો અને વધુ સહિત તેમના તબીબી ભૂતકાળને જોવા માટેનો ઍક્સેસ મેળવે છે – આ બધું તેમના વિશિષ્ટ ABHA ID સાથે સુરક્ષિત રીતે જોડાયેલ છે.

“Eka Care ખાતે અમે સેમસંગ સાથેની ભાગીદારીથી ખુશ છીએ, કેમ તે ભારતભરમાં ABDMને નોંધપાત્ર રીતે સ્વીકરણને વેગ આપે છે. આ સહયોગ દેશમાં વધુ કનેક્ટેડ અને કાર્યક્ષમ હેલ્થકેર વ્યવસ્થામાં એક મહત્ત્વનું આગવુ પગલું છે,” એમ Eka Careના સહ સ્થાપક દીપક તુલીએ જણાવ્યું હતું.

સેમસંગ ડિજિટાઇઝેશનની શક્તિનો ઉપયોગ કરીને ભારતીયો વ્યક્તિગત આરોગ્ય સંભાળ વ્યવસ્થાપન પ્રત્યે કેવી રીતે વલણ ધરાવે છે તેમાં ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ ધરાવે છે. યૂઝર્સ હવે ABDM-પ્રમાણિત સુરક્ષિત આરોગ્ય લોકરમાં તેમના આરોગ્ય રેકોર્ડ સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકે છે અને ભારે કાગળના ટ્રેલ્સથી બોજ આવશે નહી.

વધુમાં, ABDM-અનુરૂપ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં OPD મુલાકાતો દરમિયાન, વપરાશકર્તાઓ વર્ચ્યુઅલ કતાર ટોકન મેળવવા અને પ્રતીક્ષાનો સમય ઘટાડવા માટે સેમસંગ હેલ્થ એપ્લિકેશન દ્વારા QR કોડ સ્કેન કરી શકે છે.
સેમસંગ હેલ્થ એપ્લિકેશન દવા વ્યવસ્થાપન, નિંદ્રાનું નિરીક્ષણ, માઇન્ડફુલનેસ પ્રોગ્રામ્સ અને અનિયમિત હૃદયના ધબકારા સૂચનાઓ સહિત વ્યાપક આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે. સેમસંગ ઉપકરણો પરનો તમામ સેમસંગ હેલ્થ વપરાશકર્તા ડેટા ડિફેન્સ-ગ્રેડ નોક્સ સિક્યુરિટી પ્લેટફોર્મ દ્વારા સુરક્ષિત છે.

ભારતીય યૂઝર્સ સેમસંગ ગેલેક્સી સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર સેમસંગ હેલ્થના નવીનતમ એપ્લિકેશન અપડેટ્સ દ્વારા નવી હેલ્થ રેકોર્ડ્સ સુવિધાનો અનુભવ કરી શકે છે.

સેમસંગ ન્યૂઝરૂમ ઇન્ડિયા

સેમસંગે ભારતમાં Samsung Health ઍપ પર અંગત આરોગ્ય રેકોર્ડ્ઝ ફીચર રજૂ કર્યુ – સેમસંગ ન્યૂઝરુમ ઇન્ડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here