સેમસંગ ઈન્ડિયા દ્વારા સોલ્વ ફોર ટુમોરોની 100 ટીમોની પ્રથમ શોર્ટલિસ્ટ જાહેર

0
56
  • સ્કૂલ ટ્રેક અને યુથ ટ્રેકમાં પ્રત્યેકી 50 ટીમો શોર્ટલિસ્ટ કરાઈ.
  • આ ટીમો જુલાઈના મધ્યમાં શરૂ થનારા પ્રાદેશિક રાઉન્ડ્સમાં સ્પર્ધા કરશે.

નવી દિલ્હી, 5 જુલાઈ, 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની ફ્લેગશિપ સીએસઆર પહેલ માટે 100 ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે, જે દેશમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ ફૂલેફાલે તે માટે તૈયાર કરવામાં આવી છે. આ શોર્ટલિસ્ટમાં સ્કૂલ અને યુથ ટ્રેકમાંથી પ્રત્યેકી 50 ટીમોનો સમાવેશ થાય છે, જેઓ હવે રાષ્ટ્રીય શિક્ષણ અને ઈનોવેશન સ્પર્ધામાં સ્પર્ધા કરશે.

આ વર્ષે શોર્ટલિસ્ટ પ્રાદેશિક સ્તરે કરાઈ છે, જે ઓડિશામાં ખુરદા, આસામમાં કચરંદ કામરૂપ રુરલ અને ગુજરાતમાં અમરેલી જેવાં દેશનાં અંતરિયાળ શહેરોમાં રહેતા ભારતીય ઈનોવેટર્સની ભાવિ પેઠી સુધી સ્પર્ધાને પહોંચાડવામાં મદદરૂપ થશે. યુથ ટ્રેકમાં સુપરત ટોપ 50 આઈડિયામાં પર્યાવરણ અને સક્ષમતા થીમને આવરી લેતાં તે જૂની ઘરેડથી દૂર અને અત્યંત ભવિષ્યલક્ષી પણ છે. જંગલોનો નાશ, પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન, સમુદ્રિ પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, અસક્ષમ પેકેજિંગ અને નબળું જળ વ્યવસ્થાપન યુવાનો માટે સૌથી મહત્ત્વપૂર્ણ વિસ્તારો હોવાનું ઊભરી આવ્યું છે.

બીજી બાજુ સ્કૂલ ટ્રેકે કમ્યુનિટી અને ઈન્ક્લુઝન થીમ હેઠળ તેમના આઈડિયા સુપરત કર્યા હતા. તેમના આઈડિયા ગંભીર મુદ્દાઓ માટે અનોખા સમાધાન પર કેન્દ્રિત હતા, જેમાં શાળાના વિદ્યાર્થીઓમાં માનસિક બીમારી, એલજીબીટીક્યુ સમુદાય માટે સમાવેશક વાતાવરણ, સમાજના આર્થિક પછાત વર્ગોમાં ડિજિટલ સાક્ષરતાને પહોંચ અને નોકરી તૈયાર બનવા માટે શૈક્ષણિક શીખ અને ટેક્નિકલ કુશળતાવચ્ચે મોજૂદ અંતર દૂર કરવાનો સમાવેશ થતો હતો.

100 ટીમોનું પ્રતિનિધિત્વ કરતાં 232 સહભાગીઓ હતા, જેઓ હવે સોલ્વ ફોર ટુમોરો સ્પર્ધાના આગામી તબક્કા માટે સુસજ્જ છે, જ્યાં તેમને નિષ્ણાતો દ્વારા તાલીમ અને મેન્ટરિંગ થકી પ્રસ્તુતિકરણ અને અસરકારક કમ્યુનિકેશન કુશળતા સાથે સુસજ્જ કરવામાં આવશે. આને કારણે તેમને જુલાઈના મધ્ય ભાગમાં શરૂ થનારા પ્રાદેશિક રાઉન્ડ માટે તૈયારી કરવામાં મદદ થશે.

સેમસંગ માને છે કે આપણા યુવાનો હકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટે ભરપૂર શક્તિ અને સંભાવના ધરાવે છે. અમારો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ સોલ્વ ફોર ટુમોરોએ આ વર્ષે પહેલી વાર શાળાના વિદ્યાર્થીઓની અજોડ કુશળતા અને આઈડિયાને પહોંચી વળવા માટે શ્રેણી નિર્માણ કરવામાં આવી છે. આઈડિયાઝની ગુણવત્તામાં સુધારણા તેઓ ધરાવે તે ક્રિયાત્મકતા અને નાવીન્યપૂર્ણ વિચારધારાનો દાખલો છે. આ વર્ષે પહેલી વાર અમે પાંચ પ્રદેશ- ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને ઈશાનમાં ઊંડાણમાં જવાનું નક્કી કર્યું હતું, જેથી દેશના અમુક સૌથી અંતરિયાળ પ્રદેશમાંથી વ્યાપક આધારિત સહભાગ થાય. અમને અમુક ખરેખર ઉત્તમ ઘડાયેલી આઈડિયાઝ પ્રાપ્ત થયા છે અને યુવાનો પાસેથી આવા પ્રસ્તુતિકરણ અને વિચારોની સ્પષ્ટતા જોવાનું બહુ જ પ્રેરણાત્મક લાગે છે, એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસ પી ચુને જણાવ્યું હતું. 

સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ પર્યાવરણ, સમુદાય અને સમાવેશકતા જેવી સમર્થક થીમો દ્વારા આ વર્ષે હેતુપૂર્ણ રીતે વૃદ્ધિ પામી છે. અલગ અલગ ટ્રેક- સ્કૂલ અને યુથે સર્વ સ્પર્ધા કરતી ટીમોને સમાન તકો અને લેવલ- પ્લેઈંગ ફિલ્ડ આપ્યું હતું. રાષ્ટના યુવા મન પાસેથી આવા વિચારપ્રેરક આઈડિયાઝ આવે તે જોઈને બેહદ ખુશી થાય છે. સેમસંગ સાથે મળીને અમે ભાવિ પેઢીમાં સમસ્યા ઉકેલવાની વિચારધારાને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છીએ, જે દેશમાં સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમની સુધારણામાં સૂત્રધારનું કામ કરશે,” એમ આઈઆઈટી- દિલ્હી, એફઆઈટીટીના એમડી પ્રો. પ્રીતિ રંજન પાંડાએ જણાવ્યું હતું.

આગામી તબક્કામાં પાંચ પ્રદેશ- ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઈશાનમાંથી બે ટીમો દરેક ટ્રેનમાંથી પસંદ કરશે, જે 20 ટીમનો રાષ્ટ્રીય પૂલ રચશે. ટોપ 20 ટીમો તેમની ટેક્નિકલ અને સોફ્ટ સ્કિલ્સ બહેતર બનાવવા માટે સમસંગ અને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સઘન મેન્ટોરશિપ કાર્યક્રમો સાથે તાલીમની સઘન સિરીઝ હેઠળ પસાર થશે. આ ટીમો ગુરુગ્રામમાં સેમસંગ રિજનલ હેડક્વાર્ટર્સ અને ભારતમાં સેમસંગનાં આરએન્ડડી સેન્ટરો ખાતે ઈનોવેશન વોકમાં પણ હાજરી આપશે.

સોલ્વ ફોર ટુમોરો 2024 ટ્રેકની વિગતોઃ

આ વર્ષે સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામે બે અજોડ ટ્રેક રજૂ કર્યા છે, સ્કૂલ ટ્રેક અને યુથ ટ્રેક, જે દરેક અલગ અલગ વયજૂથોમાં ચોક્કસ થીમ અને લક્ષ્યોનું કાજ ઉપાડી લેવા માટે સમર્પિત છે. બંને ટ્રેક સાગમટે ચાલશે, જેથી સર્વ વિદ્યાર્થીઓને સમાન તકો અને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળી રહેશે.

સ્કૂલ ટ્રેકઃ સ્કૂલ ટ્રેક 14-17 વયજૂથના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયો છે, જે કમ્યુનિટી અને ઈન્ક્લુઝન થીમ પર કેન્દ્રિત છે. વિજેતા ટીમ સોલ્વ ફોર ટુમોરો 2024ન કમ્યુનિટી ચેમ્પિયન તરીકે ઘોષિત કરાશે અને પ્રોટોટાઈપ એડવાન્સમેન્ટ માટે રૂ. 25 લાખની સીડ ગ્રાન્ટ પ્રાપ્ત કરશે. વિજેતા ટીમોની સ્કૂલોને શૈક્ષણિક ઓફરો વધારવા માટે સેમસંગ પ્રોડક્ટો પ્રાપ્ત થશે, જે સમસ્યા ઉકેલવાની વિચારધારાને પ્રોત્સાહન આપશે.

યુથ ટ્રેકઃ યુથ ટ્રેક 18-22 વયજૂથના વિદ્યાર્થીઓ માટે છે, જે પર્યાવરણ અને સક્ષમતાની થીમ પર કેન્દ્રિત છે. વિજેતા ટીમ સોલ્વ ફોર ટુમોરો 2024ની એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન તરીકે જાહેર કરાશે અને આઈઆઈટી- દિલ્હી ખાતે ઈન્ક્યુબેશન માટે રૂ. 50 લાખની ગ્રાન્ટ પ્રાપ્ત થશે. વિજેતા ટીમોની કોલેજોને તેમની શૈક્ષણિક ઓફરો વધારવા માટે સેમસંગ પ્રોડક્ટો પણ પ્રાપ્ત થશે, જેથી સામાજિક ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળશે.

સેમસંગ ઈન્ડિયાએ ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (એફઆઈટીટી), આઈઆઈટી દિવવ્હી સાથે ભાગીદારી કરી છે. ત્રીજી આવૃત્તિ માટે વ્યૂહાત્મક જોડાણકર્તામાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, મંથન, ઓફિસ ઓફ પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર, ભારત સરકાર અને યુનાઈટેડ નેશન્સ ઈન ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે.

2010માં યુએસમાં પ્રથમ લોન્ચ કરાયેલું સોલ્વ ફોર ટુમોરો હાલમાં વૈશ્વિક સ્તરે 63 દેશમાં કાર્યરત છે અને દુનિયાભરમાં 2.3 મિલિયનથી વધુ યુવાનો ભાગ લેતાં જોવા મળે છે.

ટુગેધર ફોર ટુમોરો! એનેબ્લિંગ પીપલ્સનું સેમસંગ ઈલેક્ટ્રોનિક્સનું વૈશ્વિક સીએસઆર વિઝન આવતીકાલના આગેવાનોને સશકત બનાવવા દુનિયાભરના યુવાનોને શિક્ષણ પૂરું પાડવાની કટિબદ્ધતા છે. અમારા સીએસઆર વેબપેજ પર સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ સીએસઆર પ્રયાસો પર વધુ વાર્તાઓ વાંચોઃ http://csr.samsung.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here