વિજેતા ટીમો, ઈકો ટેક ઈનોવેટર દ્વારા પીવાનું પાણી અને તેની સ્વચ્છતાને સમાન પહોંચની ખાતરી રાખવા આસપાસ વિચાર વિકસાવવામં આવ્યો, જ્યારે મેટલે ભૂજળમાંથી આર્સેનિક દૂર કરવા ટેકનોલોજી નિર્માણ કરી.
સ્કૂલ ટ્રેકમાં કમ્યુનિટી ચેમ્પિયન ઈકો ટેક ઈનોવેટરને રૂ. 25 લાખ અને યુથ ટ્રેકમાં એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન મેટલને રૂ. 50 લાખ પ્રાપ્ત થયા.
યુથ અને સ્કૂલ ટ્રેક્સની બે ટીમોએ રૂ. 1 લાખના રોકડ ઈનામ સાથે ગૂડવિલ એવોર્ડ જીત્યો, જ્યારે બંને ટ્રેકની બે વધુ ટીમોને રૂ. 50,000 સાથે સોશિયલ મિડિયા ચેમ્પિયન એવોર્ડ પ્રાપ્ત થયો.
નવી દિલ્હી 07 ઓક્ટોબર 2024–સેમસંગ ઈન્ડિયા દ્વારા તેની ફ્લેગશિપ રાષ્ટ્રીય શિક્ષણ અને ઈનોવેશન સ્પર્ધા સોલ્વ ફોર ટુમોરો 2024ની 3જી આવૃત્તિ માટે ઈકો ટેક ઈનોવેટર અને મેટલને વિજેતી ટીમો તરીકે જાહેર કરી હતી. આસામના ગોલાઘાટની ઈકો ટેક ઈનોવેટરને સ્કૂલ ટ્રેકમાં કમ્યુનિટી ચેમ્પિયન અને કર્ણાટકના ઉડુપીની મેટલને યુથ ટ્રેકમાં એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન જાહેર કરાઈ હતી, જે મુખ્ય ભારતીય શહેરોની બહાર કાર્યક્રમની કેટલી વ્યાપક પહોંચ છે તે દર્શાવે છે.
ઈકો ટેક ઈનોવેટર દ્વારા બિન-ચેપી પીવાના પાણીને સમાન પહોંચનો વિચાર વિકસાવ્યો હતો, જેને પ્રોટોટાઈપની પ્રગતિ માટે રૂ. 25 લાખની સીડ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી, જ્યારે મેટલ દ્વારા ભૂજળમાંથી આર્સેનિક દૂર કરવા ટેકનોલોજી વિકસાવી હતી, જેને આઈઆઈટી- દિલ્હી ખાતે ઈન્ક્યુબેશન માટે રૂ. 50 લાખની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્ક તેમ જ ભારતમાં યુનાઈટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર શોમ્બી શાર્પને હસ્તે આ ટીમોને પ્રમાણપત્રો અને ટ્રોફીઓ એનાયત કરાયા હતા.
ઉપરાંત કમ્યુનિટી ચેમ્પિયનની સ્કૂલને શિક્ષણમાં મદદરૂપ થવા અને સમસ્યા ઉકેલવાની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે સ્માર્ટ ડિસ્પ્લે ફ્લિપ 75’’, ફ્રીસ્ટાઈલ પ્રોજેક્ટર અને 10 ગેલેક્સી ટેબ એસ10+સહિત સેમસંગની પ્રોડક્ટો પ્રાપ્ત થશે. આ જ રીતે એન્વાયર્નમેન્ટ ચેમ્પિયનની કોલેજને સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપને પ્રમોટ કરવા માટે સ્માર્ટ ડિસ્પ્લે ફ્લિપ 75’’, ફ્રીસ્ટાઈલ પ્રોજેક્ટર અને 10 ગેલેક્સી બુક 4 પ્રો લેપટોપ્સ પ્રાપ્ત થશે.
દરેક 10 ટીમને રૂ. 1 લાખ પ્રાપ્ત થશે ત્યારે દરેક સભ્યોને પ્રમાણપત્રો પ્રાપ્ત થશે. ઉપરાંત સ્કૂલ ટ્રેકના સહભાગીઓને ગેલેક્સી વોચ અલ્ટ્રા પ્રાપ્ત થશે, જ્યારે યુથ ટ્રેકના સહભાગીઓને ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 પ્રાપ્ત થશે. ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ સેમસંગ સોલ્વ ફોર ટુમોરોનું લક્ષ્ય અસલ જીવનના મુદ્દાઓ ઉકેલવા દેશના યુવાનોને સશક્ત બનાવવાનું અને તેમના નાવીન્યપૂર્ણ વિચારો સાથે લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું છે.
“સમસંગમાં અમને ‘સોલ્વ ફોર ટુમોરો’ની આ વર્ષની આવૃત્તિના સર્વ સહભાગીઓ દ્વારા દર્શાવવામાં આવેલા ઈનોવેશન અને ક્રિયેટિવિટી માટે બેહદ ગૌરવની લાગણી થાય છે. અમારી ફ્લેગશિપ સીએસઆર પહેલ થકી અમે યુવાનોને તેમના સમુદાયો અને વાતાવરણમાં અમુક સૌથી મોટા પડકારોને પહોંચી વળવા તેમને જરૂરી ટૂલ્સ, મેન્ટરશિપ અને તકો પૂરાં પાડીને યુવા મનને સશક્ત બનાવવાનું અમારું લક્ષ્ય છે. ઈકો ટેક ઈનોવેટર અને મેટલની સિદ્ધિ ટેકનોલોજી અને ઈનોવેશન થકી અર્થપૂર્ણ પ્રભાવો નિર્માણ કરવા ભાવિ પેઢીની સંભાવનાઓ દર્શાવે છે. અમે આ યુવા ઈનોવેટર્સના વિચારો જીવંત થાય અને કાયમી ફરક લાવે તે જોવા માટે ઉત્સુક છીએ,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.
“આ યુવા ઈનોવેટર્સને તેમના વિકાસના મહત્ત્વના તબક્કામાં પોષવામાં સેમસંગ સાથે જોડાણ કરવાનું સન્માનજનક લાગે છે. અમારી ભાગીદારી થકી અમે સહભાગીઓના વિચારો ફળદ્રુપ બને તે માટે તેમની અંદર આત્મવિશ્વાસ કેળવવા અને સશક્ત બનાવવા અત્યાધુનિક સંસાધનોને પહોંચ, મેન્ટોરશિપ અને તાલીમ પૂરી પાડીએ છીએ. અમને ટીમ ઈકો ટેક ઈનોવેટર અને મેટલ દ્વારા કરાયેલી અતુલનીય પ્રગતિ જોઈને ગૌરવની લાગણી થાય છે અને અમને વિશ્વાસ છે કે તેમના સમાધાન સમાજ અને પર્યાવરણમાં અર્થપૂર્ણ યોગદાન આપશે,’’ એમ એફઆઈટીટી, આઈઆઈટી દિલ્હીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નિખિલ અગરવાલે જણાવ્યું હતું.
“એસડીજી અને આપણી એકમાત્ર પૃથ્વીને બચાવવા માટે તાકીદનાં પગલાં પર સંમતિ સાધવા ન્યૂ યોર્કમાં યુએન સમિટ ઓફ ધ ફ્યુચર ખાતે વૈશ્વિક આગેવાનો હાલમાં જ એકત્ર આવ્યા હતા. સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામ આપણને જરરી સમાધાનલક્ષી ઈનોવેશન અને ક્રિયાત્મક વિચારો ઉજાગર કરવા માટે યુવાનોના સહભાગનો ઉત્તમ દાખલો છે. ટીમ ઈકો ટેક ઈનોવેટર અને મેટરની સિદ્ધિ દર્શાવે છે કે નાવીન્યતા લાવવા માટે યોગ્ય કુશળતાઓ, સંસાધનો અને મંચો સાથે યુવાનોને સુસજ્જ કરવામાં આવે તો તેઓ શું સિદ્ધ કરી શકે છે. અમે ઈનોવેશનની આ સંસ્કૃતિ કેળવવા માટે સેમસંગના આભારી છીએ અને વિજેતાઓને તેમની અનન્ય સફળતા માટે અભિનંદન આપીએ છીએ,’’ એમ ભારતમાં યુનાઈટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર શોમ્બી શાર્પે જણાવ્યું હતું.
22 વિદ્યાર્થીના પ્રતિનિધિત્વ સાથે ટોચની 10 ટીમોની આઈડિયા પિચ કરવા અને પ્રોટોટાઈપ દર્શાવવા માટે પસંદગી કરવામાં આવી હતી. ગ્રાન્ડ જ્યુરીમાં સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, બેન્ગલોરના ચીફ ટેકનોલોજી ઓફસર મોહન રાવ ગોલી, આઈઆઈટી- દિલ્હી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ ડિઝાઈનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. શ્રીનિવાસન વેન્કટરામન, ભારત સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝરના કાર્યાલય ખાતે સ્ટ્રેટેજિક એલાયન્સીસના ડાયરેક્ટર ડો. સપના પોતી અને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (એમઈઆઈટીવાય) ખાતે આરએન્ડડીના ગ્રુપ કોઓર્ડિનેટર અને સાયન્ટિસ્ટ જી સુનિતા વર્માનો સમાવેશ થતો હતો.
ગ્રાન્ડ ફિનાલે પિચ ઈવેન્ટ સાથે શરૂ થઈ હતી, જે પછી પુરસ્કાર સમારંભ યોજાયો હતો. સેમસંગના ટોચના એક્ઝિક્યુટિવો અને કર્મચારીઓએ, સોલ્વ ફોર ટુમોરોની અગાઉની આવૃત્તિઓના વિજેતાઓ, ગ્રાન્ડ જ્યુરીના સભ્યો અને 10 ટીમોના મેન્ટરો, એફઆઈટીટી, આઈઆઈટી દિલ્હી, એમઈઆઈટીવાયના પ્રતિનિધિઓ અને યુનાઈટેડ નેશન્સ ઈન ઈન્ડિયા હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓએ બે થીમો હેઠળ તેમના વિચારો સુપરત કર્યા હતાઃ કમ્યુનિટી એન્ડ ઈન્ક્લુઝન અને એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી. યુથ ટ્રેકે આ વ્યાપક થીમો હેઠળ વિચારો સુપરત કર્યા હતા. જોકે મોટા ભાગના વિચારો મૂળભૂત સુવિધાથી વંચિત સમુદાયો માટે શિક્ષણ અને સંસાધનને પહોંચ, પ્રયોગાત્મક શિક્ષણમાં પડકારો, ડિજિટલ સાક્ષરતા, જળ સંવર્ધન અને આર્સેનિક પ્રદૂષણ જેવા મુખ્ય મુદ્દાઓ નાથવા પર કેન્દ્રિત હતા.
ઈવેન્ટ ખાતે મુખ્ય ઈનામો ઉપરંત બે વિશેષ પુરસ્કારો સોશિયલ મિડિયા ચેમ્પિયન એવોર્ડ અને ગૂડવિલ એવોર્ડ પણ અપાયા હતા. સ્કૂલ ટ્રેકના પ્રિયેટર વીઆર અને યુથ ટ્રેકના બાયોડીને ગૂડવિલ એવોર્ડસ અપાયા હતા, જે દર્શકોની પસંદગીના વિજેતાઓનું સન્માન હતું. બંને ટીમોને રોકડ પુરસ્કાર તરીકે રૂ. 1 લાખ પ્રાપ્ત થયા હતા. ઉપરાંત સ્કૂલ ટ્રેકના યુ અને યુથ ટ્રેકના ઈએનવીટેકે ટીમોના સોશિયલ મિડિયા યોગદાનના માનમાં પ્રત્યેકી રૂ. 50,000નો સોશિયલ મિડિયા ચેમ્પિયન એવોર્ડ જીતી હતી.
આ વર્ષે 2022 સોલ્વ ફોર ટુમોરોના વિજેતા શંકર શ્રીનિવાસને તેના ઈનોવેટિવ સ્પુટનિક બ્રેન માટે સન્માનિત કરાયો હતો અને તાજેતરમાં તેને ટુગેધર ફોર ટુમોરો એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો હતો. તેણે એવોર્ડ સમારંભમાં પ્રેરણાત્મક પ્રવાસ અને અનુભવ વિશે વાત કરી હતી. તેની વાર્તાએ ઈનોવેશન અને પેશનની શક્તિ બતાવીને યુવાનોને ક્રિયાત્મકતા અને કટિબદ્ધતા સાથે અસલ દુનિયાની સમસ્યાઓને નાથવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
સેમસંગ યુવા ઈનોવેટર્સને પોષવા માટે કટિબદ્ધ હોઈ તેમને તેમના ધ્યેયને વાસ્તવિકતામાં ફેરવવા સાધનો અને સંસાધનોથી સુસજ્જ કરે છે. છેલ્લા થોડા સપતાહમાં સેમસંગ, એફઆઈટીટી અને આઈઆઈટી- દિલ્હીના નિષ્ણાતોએ ટોપ 10 ટીમો સાથે નિકટતાથી કામ કર્યું હતું, તેમને અસલ દુનિયાના પડકારો માટે નાવીન્યપૂર્ણ અને પથદર્શક સમાધાન વિકસાવવા માટે મેન્ટર કરાયા હતા. આ મેન્ટરશિપે ટીમોને તેમના વિચારોનો નવો દાખલો બેસાડવામાં મદદ કરી હતી અને ફંકશનલ પ્રોટોટાઈપ્સ વિકસાવવા થકી તેમને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રોટોટાઈપ્સ પછી ગ્રાન્ડ ફિનાલે દરમિયાન જ્યુરીને પ્રસ્તુત કરાયા હતા.
આ વર્ષે મણિપુરમાં ઈમ્ફાલથી મેઘાલયમાં ઈસ્ટ ખાસી હિલ્સ અને છત્તીસગઢમાં બિલાસપુર સુધી ભારતભરમાં ટિયર 2 અને 3 શહેરો અને અંતરિયાળ પ્રદેશો સુધી બંને સ્કૂલ અને કોલેજના સહભાગીઓએ ભાગ લીધો હતો. સ્થાનિક પડકારોને પહોંચી વળવા નાવીન્યપૂર્ણ વિચારો સાથે તેઓ તેમના સમુદાયોમાં પરિવર્તન લાવવા સાથે વ્યાપક રાષ્ટ્રીય મુદ્દાઓ ઉકેલવા યોગદાન આપવા, ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશમાં હકારાત્મક પરિવર્તન પ્રેરિત લાવવા માટે યોગદાન આપે છે.
2010માં યુએસમાં પહેલી વાર રજૂ કરાયેલો સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રામ હવે દુનિયાભરના 63 દેશમાં સક્રિય છે અને વૈશ્વિક સ્તરે 2.3 મિલિયન યુવા ઈનોવેટર્સને સહભાગી કર્યા છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના વૈશ્વિક સીએસઆર ધ્યેય- ટુગેધર ફોર ટુમોરો! એનેબ્લિંગ પીપલ સાથે સુમેળ સાધતાં આ પહેલ ભવિષ્યના આગેવાનો બનવા માટે જરૂરી શિક્ષણ અને કુશળતા સાથે યુવાનોને સુસજ્જ કરવા માટે સમર્પિત છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સની સીએસઆર પહેલો વિશે વધુ જાણવા અમારી સીએસઆર વેબપેજની વિઝિટ કરોઃ