અસલ AI સાથી તમારી ક્રિયેટિવિટીને ઉજાગર કઈ રીતે કરી શકે છે

0
15

ગુરુગ્રામ, ભારત 14 જાન્યુઆરી 2025લગભગ એક દાયકાથી દુનિયાભરના લોકોએ ગેલેક્સી સ્માર્ટફોન્સ અપનાવીને તેમની પ્રોડક્ટિવિટી અને ક્રિયેટિવિટીને સતત બહેતર બનાવવાનું કામ કર્યું છે. તેમાંથી મુખ્ય ગેલેક્સી S અલ્ટ્રા સિરીઝ છે, જે અમારી ગેલેક્સી નોટ સિરીઝના ઈનોવેશનના વારસા પર નિર્મિત હોઈ અસીમિત ક્રિયેટિવિટી સાથે પ્રતિકાત્મક બની ચૂકી છે અને અસંખ્ય ગેલેક્સી ચાહકો દ્વારા તે અપનાવવામાં આવી છે.

તેની અતુલનીય શક્તિ, વ્યાપક સ્ક્રીન અને આઈકોનિક S પેન સાથે ગેલેક્સી S અલ્ટ્રા લોકોને તેમના પ્રેરણાસ્રોતનો સહજ રીતે પીછો કરવા અને ફોન અનલોકિંગ કરવાની જરૂર વિના તેમ જ નોટ- ટેકિંગ એપ માટે ખણખોદ કર્યા વિના કોઈ પણ સમયે, ક્યાંયથી પણ આઈડિયા મઢવામાં મદદ કરી છે.

અગાઉ ક્યારેય નહીં તેવી ક્રિયેટિવિટી

ગયા વર્ષે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા Galaxy AI રજૂ કરવામાં આવ્યો હતો, જે મોબાઈલ અનુભવોના નવા યુગમાં લઈ જાય છે. આ પથદર્શક ટેકનોલોજીએ ગેલેક્સી S અલ્ટ્રા સિરીઝ મહત્તમ ક્રિયેટિવ આઝાઝી માટે વધુ મહત્ત્વપૂર્ણ સાધનમાં ઉત્ક્રાંતિ કરવામાં મદદ કરી છે. અને હવે તમારી ક્રિયેટિવિટી નવી ઊંચાઈએ પહોંચવાની છે.

સ્કેચ ટુ ઈમેજ હવે ડ્રાઈંગ આસિસ્ટ સાથે જોડવામાં આવ્યું છે, જે હવે ઉત્ક્રાંતિ પામી રહ્યું છે. એક આ ઈનપુટ કરતાં વધુનો ઉપયોગ, જેમ કે, S પેન અથવા એક આંગળી સાથે ડ્રોઈંગથી લઈને મલ્ટીમોડલ અનુભવ કરી શકાય છે. હવે ઉપભોક્તાઓ તેમના વિચારોને સ્કેચમાં ઉતારીને, ટેક્સ્ટ સાથે તેઓ ચાહે તે ઈમેજનું વિવરણ કરીને અથવા તેમના ગેલેક્સી સ્માર્ટફોનને શું ડ્રો કરવું છે તે કહેવા માટે વોઈસ કમાન્ડનો ઉપયોગ કરીને તેમના આઈડિયામાં નવો પ્રાણ ફૂંકી શકે છે. જો તે કલ્પના કરી શકે છે તો ગેલેક્સી AI તે ક્રિયેટ કરી શકે છે.

ધારો કે તમને ખરેખર તમારી કલ્પનાઓને વિસ્તારવી છે. ગેલેક્સી AIની મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે તમે S પેનનો ઉપયોગ કરીને બિલાડી ચિત્રી શકો છો, તે બિલાડીને સ્પેસ સૂટમાં મૂકવા માટે “સ્પેસ સૂટ” ટાઈપ કરીને તેને આઉટર સ્પેસમાં મોકલી શકો છો. અથવા તમારા સપનાનું ઘર ચિત્રી શકો છો. S પેનનો ઉપયોગ કરીને તમને ફેકેડનું ઝડપી ડ્રાઈંગ બનાવી શકો છો. જોકે તે સપનાનું ઘર ક્યાં હોવું જોઈએ તેની તમને ખાતરી નહીં હોય તેવું બની શકે છે. તો અમુક શક્ય સ્થળો બસ ટાઈપ કરો, જેમ કે, “બાય ધ બીચ” અથવા “અપ ઈન ધ માઉન્ટન્સ” અને ડ્રોઈંગ આસિસ્ટ તમારા ભાવિ ઘરને નવા પ્રકાશમાં તમને જોવામાં મદદ કરશે.

નોટથી અલ્ટ્રા અને તેની પાર સુધી

ક્રિયાત્મક આઝાદીની સપાટી ઈનોવેશનના વારસા પર નિર્માણ થઈ છે, જે 2011માં અમે સ્માર્ટફોન પર ક્રિયેટિવ રીતે શું શક્ય છે તેનો દાખલો બેસાડવા માટે Galaxy Note રજૂ કરી ત્યારથી શરૂ. ઈનોવેશનની તે શક્તિ અને જોશ ગેલેક્સી S અલ્ટ્રા સિરીઝ થકી જીવે છે અને તેણે ગેલેક્સી AIમાં ઉત્ક્રાંતિ લાવવાનું ચાલુ રાખ્યું છે.

સેમસંગનું પ્રથમ ઈન્ટીગ્રેટેડ AI  મંચ વન UI 7 સાથે ગેલેક્સી સ્માર્ટફોન્સ અસલી AI સાથી બની જશે, જે ટેક્સ્ટ, વાણી અને ઈમેજીસ થકી નૈસર્ગિક ભાષા સમજે છે. તેણે અભૂતપૂર્વ ક્રિયેટિવિટી માટે મલ્ટીમોડલ મોબાઈલ AIનું નવું ધોરણ સ્થાપિત કર્યું છે. જોકે આ તો ફક્ત પ્રીવ્યુ છે. આગામી ગેલેક્સી S સિરીઝ ખરા અર્થમાં તમારી ક્રિયેટિવિટીને કઈ રીતે નિખારી શકે છે તે જોવા માટે 22મી જાન્યુઆરીના રોજ ગેલેક્સી અનપેક્ડ જોતા રહો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here