સેમસંગ દ્વારા ભારતમાં ક્લાસી વેગન લેધર ડિઝાઈન, સુપર AMOLED+ ડિસ્પ્લે અને શક્તિશાળી સ્નેપડ્રેગન સાથે ગેલેક્સી F55 5G રજૂ કરાયો

0
29

ગુરુગ્રામ, ભારત, 27 મે, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી F55 5G લોન્ચ કરાયો હતો, જે સૌથી પ્રીમિયમ ગેલેક્સી F સિરીઝ સ્માર્ટફોન છે. ગેલેક્સી F55 5Gના સ્લીક અને સ્ટાઈલિશ એસ્થેટિક્સ સાથે પ્રીમિયમ વેગન લેધર ફિનિશ બેક પેનલ તેને આકર્ષક ડિવાઈસ બનાવે છે. ગેલેક્સી F55 5G સાથે સેમસંગ F- સિરીઝ પોર્ટફોલિયોમાં પહેલી જ વાર ક્લાસી વેગન લેધર ડિઝાઈન સ્માર્ટફોન રજૂ કરશે. ગેલેક્સી F55 5G સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ, જેમ કે, સુપર AMOLED+ ડિસ્પ્લે, શક્તિશાળી સ્નેપડ્રેન 7 Gen1 પ્રોસેસર, 45W સુપર-ફાસ્ટ ચાર્જિંગ, એન્ડ્રોઈડ અપગ્રેડ્સની ફોર જનરેશન્સ નઅને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ ધરાવે છે, જે ઉપભોક્તાઓ આગામી વર્ષોમાં નવીનતમ ફીચર્સ અને બહેતર સિક્યુરિટી માણી શકે તેની ખાતરી રાખે છે.

“ગેલેક્સી F55 5G સાથે સેમસંગ F સિરીઝમાં પહેલી જ વાર સેડલ સ્ટિચ પેટર્ન સાથે ક્લાસી વેગન લેધર ડિઝાઈન ઓફર કરશે. ક્લાસી વેગન લેધર બેક પેનલ સાથે સેડલ સ્ટિચ પેટર્ન અને ગોલ્ડન રંગછટામાં કેમેરા ડેકો પ્રીમિયમ એસ્થેટિક્સમાં ઉમેરો કરે છે. ગેલેક્સી F55 5G બે મંત્રમુગ્ધ કરનારા રંગોમાં આવશે, જેમાં એપ્રિકોટ ક્રશ અને રેઝિન બ્લેકનો સમાવેશ થાય છે. ઉપરાંત સુપર AMOLED+ 120Hz ડિસ્પ્લે, શક્તિશાળી સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે OS અપગ્રેડ્સની ફોર જનરેશન્સ અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ અને નોક્સ સિક્યુરિટીના બેજોડ વચન સાથે સેમસંગની તેની ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ પ્રદાન કરવામાં શક્તિનો દાખલો છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ ડિવિઝનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.

ક્લાસી વેજન લેધર ડિઝાઈન

ગેલેક્સી F55 5G આ વર્ષે તેના સેગમેન્ટમાં સૌથી સ્લિમ વેગન લેધર સ્માર્ટફોનમાંથી એક છે. મંત્રમુગ્ધ કરવા માટે ઘડાયેલો ગેલેક્સી F55 5Gમાં પરફેક્શન માટે ઘડાયેલી અજોડ સેડલ સ્ટિચ પેટર્ન સાથે ક્લાસી વેગન લેધર ફિનિશ દીપી ઊઠે છે. કેમેરા ડેકો સોનેરી રંગછટામાં આવે છે અને પ્રીમિયમપણું નિખારી લાવે છે. બે મંત્રમુગ્ધ કરનારા રંગ વિકલ્પ એપ્રિકોટ અને રેઝિન બ્લેકમાં ઉપલબ્ધ સ્માર્ટફોનનું વજન 180 ગ્રામ છે અને પહોળામાં સુપર સ્લીક 7.8 મીમી છે, જે તેને ઉપયોગ માટે અતુલનીય રીતે અનુકૂળ બનાવે છે.

અદભુત ડિસ્પ્લે

6.7” ફુલ HD+ સુપર AMOLED+ડિસ્પ્લે સાથે ગેલેક્સી F55 5G ગ્રાહકોને અદભુત વિઝ્યુઅલ્સ ઓફર કરે છે અને વ્યુઈંગ અનુભવને નવ ઊંચાઈએ લઈ જાય છે. વિશાળ ડિસ્પ્લે હાઈ બ્રાઈટનેસ સાથે 1000 nits સાથે આવે છે અને વિઝન બૂસ્ટર ટેકનોલોજી ઉપભોક્તાઓ ઊજળા સૂર્યપ્રકાશમાં પણ તેમની ફેવરીટ કન્ટેન્ટ સહજ માણી શકે તેની ખાતરી રાખે છે. 120Hz રિફ્રેશ રેટ સોશિયલ મિડિયા ફીડ થકી સ્ક્રોલિંગ ટેક-સાવી  Gen-Z અને નવી પેઢીના ગ્રાહકોમાટે અત્યંત સહજ બનાવે છે.

શક્તિશાળી પ્રોસેસર

ગેલેક્સી F55 5G 4nm ક્વેલ્કોમ સ્નેપડ્રેગન 7 Gen1 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે ઉપભોક્તાઓનું મલ્ટી-ટાસ્ક આસાન બનાવે છે. ઉત્તમ સ્પીડ અને 5Gની કનેક્ટિવિટી સાથે ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં સંપૂર્ણ કનેક્ટેડ રહીને ઝડપી ડાઉનલોડ્સ, સ્મૂધ સ્ટ્રીમિંગ અને નિરંતર બ્રાઉઝિંગની ખાતરી રાખી શકે છે. પ્રોસેસર ઉચ્ચ ગુણવત્તાના ઓડિયો અને વિઝ્યુઅલ્સ સાથે હાઈ- સ્પીડ કનેક્ટિવિટી સાથે ઝડપી મોબાઈલ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.

નાઈટોગ્રાફી કેમેરા

ગેલેક્સી F55 5Gમાં 50MP (OIS) નો શેક કેમેરા છે, જે હાઈ- રિઝોલ્યુશન શૂટ અને શેક-ફ્રી વિડિયો અને ફોટો આસાન બનાવે છે, જેથી હાથના કંપન અથવ અકસ્માતે હલી જવાથી પેદા થતી ઝાંખી છબિ ટળે છે. કેમેરા સેટઅપમાં 8MP અલ્ટ્રા-વાઈડ સેન્સર પણ છે. ગેલેક્સી F55 5G નાઈટોગ્રાફી સાથે આવે છે, જે ઉપભોક્તાઓને બિગ પિક્સેલ ટેકનોલોજીને આભારી અદભુત ઓછા પ્રકાશના શોટ્સ અને વિડિયોઝ મઢી લેવાનું આસાન બનાવે છે. ગેલેક્સી F55 5Gમાં બારીકાઈભતી, ધારદાર સેલ્ફીઓ માટે 50MP હાઈ રિઝોલ્યુશન ફ્રન્ટ કેમેરા છે.

સુપર-ફાસ્ટ ચાર્જિંગ

ગેલેક્સી F55 5Gમાં 5000mAh બેટરી છે, જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિન્જ વોચિંગના લાંબાં સત્રો અભિમુખ બનાવે છે. ગેલેક્સી F55 5Gમાં ઉપભોક્તાઓ નિરંતર કનેક્ટેડ, એન્ટરટેઈન્ડ અને પ્રોડક્ટિવ રહી શકે છ. ગેલેક્સી F55 5G 45W સુપર-ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેથી ઓછા સમયમાં વધુ શક્તિ આપે છે.

ગેલેક્સી અનુભવ

ગેલેક્સી F55 5G કક્ષામાં અવ્વલ, ડિફેન્સ ગ્રેડ નોક્સ સિક્યુરિટી સાથે આવે છે, જે ઉપભોક્તાઓને તેમના સ્માર્ટફોનની ગોપનીયતા અને સલામતીની વાત આવે ત્યારે ચિંતામુક્ત રહેવાન ખાતરી આપે છે. ગેલેક્સી F55 5Gમાં સેમસંગનાં સૌથી ઈનોવેટિવ સિક્યુરિટી ફીચર્સમાંથી એક સેમસંગ નોક્સ વોલ્ટ પણ છે. હાર્ડવેર આધારિત સિક્યુરિટી સિસ્ટમ હાર્ડવેર અને સોફ્ટવેર હુમલા સામે પણ વ્યાપક રક્ષણ આપે છે.

ગેલેક્સી F55 5G વોઈસ ફોકસ જેવા ઈનોવેશન્સ સાથે ગ્રાહક અનુભવમાં ક્રાંતિ લાવવા માટે સુસજ્જ છે, જે અદભુત કોલિંગ અનુભવ માટે એમ્બિયન્ટ નોઈઝ કટ કરે છે અને ક્વિક શેર ફીચર ઉરપભોક્તાઓને ફાઈલ, ફોટો અને ડોક્યુમેન્ટ્સ કોઈ પણ અન્ય ડિવાઈસ સાથે તુરંત શેર કરવાની અનુકૂળતા આપે છે. તમારા લેપટોપ અને ટેબ સહિત દરથી પણ ગોપનીય રીતે આ શક્ય બનાવે છે. ઉપરાંત સેમસંગ ગેલેક્સી F55 5G સાથે OS અપગ્રેડ્સની ફોર જનરેશન્સ અને અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ પૂરી પાડીને ગ્રાહકને સંતોષ આપવા તેની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે, જેથી ઉપભોકતાઓ આગામી વર્ષોમાં નવીનતમ ફીચર્સ અને બહેતર સિક્યુરિટી માણી શકે છે.

મેમરી પ્રકાર, કિંમત અને ઉપલબ્ધતા

ગેલેક્સી F55 5G ફ્લિપકાર્ટ, Samsung.com અને તેના ચુનંદા રિટેઈલ સ્ટોર્સમાં 3 સ્ટોરેજ પ્રકારમાં ઉપલબ્ધ છે.

પ્રોડક્ટ પ્રકાર કિંમત ઓફર ચોખ્ખી અસરકારક કિંમત  
ગેલેક્સી F55 5G 8GB+128GB INR 26999 INR 2000 ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઘણાં બધાં બેન્ક કાર્ડસ (એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક) પર. INR 24999  
8GB+256GB INR 29999 INR 27999  
12GB+256GB INR 32999 INR 30999  
       

ઉપરાંત મર્યાદિત સમયગાળાની ઓફર તરીકે ગ્રાહકો 45W સેમસંગ ટ્રાવેલ એડપ્ટર ફક્ત INR 499માં અથવા ગેલેક્સી Fit3 ફક્ત INR 1999માં મેળવી શકે છે. ગેલેક્સી F55 5G 27 મેના સાંજે 7 વાગ્યાથી વહેલા વેચાણ પર મુકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here