સેમસંગના સર્કલ ટુ સર્ચ સાથેના ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 5G હવે રૂ. 25,999ની કિંમતથી ઉપલબ્ધ છે

0
29

ગુરુગ્રામ, ભારત 23 ઓગસ્ટ 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સ્માર્ટ ફોન્સ અગાઉ ક્યારેય નહીં તે કિંમતે રજૂ કર્યાની ઘોષણા કરી હતી. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સેમસંગના ફ્લેગશિપ મોબાઈલ ઈનોવેશન્સનું શ્રેષ્ઠતમ પ્રદાન કરે છે અને હવે AI ફીચર સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ સાથે આવે છે.

મર્યાદિત સમયની ઓફર હેઠળ ગેલેક્સી A55 5G રૂ. 33,999ની ચોખ્ખી અસરકારક આરંભિક કિંમતે મળશે, જ્યારે ગેલેક્સી A35 5G રૂ. 25,999ની ચોખ્ખી અસરકારક કિંમતે મળશે.

ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G ઘણાબધા ફ્લેગશિપ ફીચર્સ સાથે આવે છે, જેમાં ગોરિલા ગ્લાસ વિક્ટસ+, AI દ્વારા બહેતર બનાવાયેલા કેમેરા ફીચર્સ, સેમસંગનો ક્સવોલ્ટ, ચાર OS અપગ્રેડ્સ અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સનો સમાવેશ થાય છે.

ગ્રાહકો અગ્રણી બેન્કોનાં ક્રેડિટ કાર્ડસનો ઉપયોગ કરીને આ સ્માર્ટ ફોન્સ ખરીદી કરે ત્યારે ગેલેક્સી ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G પર રૂ. 6000નું આકર્ષક બેન્ક કેશબેક મેળવી શકે છે. તેઓ છ મહિના સુધી ઈએમઆઈ પણ મેળવી શકે છે.

ગ્રાહકો ગેલેક્સી A55 5G પર રૂ. 6000 સુધી અને ગેલેક્સી A35 5G પર રૂ. 5000 સુધી અપગ્રેડ બોનસ પણ માણી શકે છે. જોકે ગ્રાહકો બેન્ક કેશબેક અથવા અપગ્રેડ્સ બોનસમાંથી કોઈ પણ એક ઉપલબ્ધ કરી શકે છે.

સર્કલ ટુ સર્ચ

ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સર્કલ ટુ સર્ચ સાથે આવે છે, જે પારંપરિક સર્ચ પદ્ધતિઓની પાર જતા ખોજનો પરિવર્તનકારી અનુભવ પ્રદાન કરે છે. આ વિશિષ્ટતા ગૂગલ સાથે મજબૂત જોડાણના ભાગ રૂપ છે, જે તેની ઉપયોગ ક્ષમતા અને જ્ઞાનાકાર ક્ષમતા બહેતર બનાવતાં સતત ઉત્ક્રાંતિ પામી છે. ગેલેક્‌સી AI નું એક સૌથી લોકપ્રિય ફીચર સર્કલ ટુ સર્ચ છે, જે ઉપભોક્તાઓને સરજજેસ્ચર સાથે તેમના સ્ક્રીન પર કશું પણ સર્ચ કરવાની અનુકૂળતા આપે છે. ઉપભોક્તાએ પ્સસ્વિચ કર્યા વિના સ્ક્રીન પર ઓબ્જેક્ટ પર આંગળી અથવા સ્ક્રિબલ કરીને ટેક્સ્ટ આસપાસ સર્કલ દોરી શકે છે.  દાખલા તરીકે જો ઉપભોક્તા સોશિયલ મિડિયા પોસ્ટમાં તેમને ગમતી ક્લોધિંગ આઈટમ જુએ તો તુરંત ઓનલાઈન આવી જ પ્રોડક્ટો શોધી કાઢવા માટે સર્કલ ટુ સર્ચનો ઉપયોગ કરીને તેની આસપાસ સર્કલ દોરી શકે છે. સર્કલ ટુ સર્ચ ગેલેક્સી S24 સિરીઝમાં અનોખુંપણ તરી આવ્યું છે, જે સીમા ચિહનો ઓળખવા, અન ટેગ્ડઆઈટમો માટે શોપિંગ અથવા વિડિયોમાં વિગતોની ખોજ જેવાં રોજના ટાસ્ક્સમાં પણ મદદ કરી શકે છે.

ઓસમ કેમેરા

ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G ઘણા બધા આકર્ષક ફીચર્સ સાથે આવે છે, જેમાં ગેલેક્સી ફ્લેગશિપ કેમેરા ઈનોવેશન્સ દ્વારા પ્રેરિત ફોટોગ્રાફી અને અદભુત 6.6 ઈંચ સ્ક્રીન ડિસ્પ્લેનો સમાવેશ થાય છે, જે વિઝન બૂસ્ટર સાથે ઉપભોક્તાના આસપાસ સમાયોજિત કરે છે. ગેલેક્સી A55 5G OIS સાથે 50MP Main અને 12MP અલ્ટ્રા-વાઈડ સાથે આવે છે, જ્યારે ગેલેક્સી A35 5G OIS સાથે 50MP મેઈન અને 8MP અલ્ટ્રા-વાઈડ સાથે આવે છે. બંનેમાં 5MP મેક્રો છે. ગેલેક્સીA55 5Gમાં 32MP ફ્રન્ટ કેમેરા છે, જ્યારે ગેલેક્સી A35 5Gમાં 13MP ફ્રન્ટ કેમેરા છે. ડિવાઈસીસ VDIS +એડપ્ટિવ VDIS (વિડિયો ડિજિટલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) અને OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન)ને લીધે 4K સ્ટેબિલાઈઝેશન જેવા ફીચર પણ ધરાવે છે, જે ફોટો અને વિડિયો ઓન ધ ગો ફિલ્મિંગ સમયે પણ ક્રિસ્પ રાખે છે. Galaxy A55 5G પર બહેતર નાઈટોગ્રાફી ફીચર પડકાર જનક પ્રકાશની સ્થિતિઓમાં પણ સ્વર્ણિમ ઈમેજીસ મઢીને અદભુત ઓછા પ્રકાશની ફોટોગ્રાફીની ખાતરી રાખે છે. બંને ડિવાઈસીસ સુપર Super AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે ફુલ HD ક્લેરિટી અને આકર્ષક વ્યુઈંગ અનુભવ કરાવે છે.

ઉપરાંત ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સ્માર્ટફોન્સ ઘણા બધા ઈનોવેટિવ AI સમૃદ્ધ કેમેરા ફીચર્સ સાથે આવે છે, જે ઉપભોક્તાઓને કન્ટેન્ટગેમ નવી ઊંચાઈએ લઈ જવા માટે સુવિધા આપે છે. પિક્ચર ક્લિક કરતાં જ AI-સૂચિત એડિટસ, જેમકે, ફોટો રીમાસ્ટર તેમની ઈમેજીસ બહેતર બનાવવાની ઉપભોક્તાઓને સુવિધા આપે છે, પોર્ટ્રેઈટ ઈફેક્ટ ખરેખર શું મહત્ત્વ પૂર્ણ છે તેની પર કેન્દ્રિત રહેવામાં મદદ કરે છે અને ઓબ્જેક્ટ ઈરેઝર ફીચર અનિચ્છનીય ફોટો- બોમ્બર્સ અને પ્રતિબિંબ દૂર કરવામાં મદદ કરી શકે છે. અત્યંત લોકપ્રિય ઈમેજ ક્લિપર ઉપભોક્તાઓને કોઈ પણ ઈમેજના સબ્જેક્ટને ક્લિક કરવા અને સ્ટિકર તરીકે તેનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. એડ જ સ્ટસ્પીડ ફીચર અદભુત છે, કારણકે તે વિડિયોની સ્પીડ ડાયનેમિકલરી તે બદલી કરવામાં અને પ્રોફેશનલ શૂટ કરાયેલી ક્લિપ્સની જેમ જ નાટકીય આટપુટ્સ નિર્માણ કરવામાં મદદ કરે છે.

ઓસમ ડિઝાઈન અને ટકાઉપણું

તે IP67 રેટેડ છે, જેનો અર્થ તે 1 મીટર તાજા પાણીમાં 30 મિનિટ સુધી રહી શકે છે. તે ધૂળ અને માટીને દૂર રાખવા માટે નિર્માણ કરાયા છે, જેથી કોઈ પણ સ્થિતિ માટે તેમને આદર્શ બનાવે છે. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશનને લીધે છટકી જવા કે પડવા સામે રક્ષણ આપવા માટે તૈયાર કરાયા છે.

ઓસમ પરફોર્મન્સ

સંપૂર્ણ નવું Exynos 1480 પ્રોસેસર 4nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્માણ કરાયું છે, જે ગેલેક્સી A55 5Gને પાવર આપે છે, જ્યારે ગેલેક્સી A35 5G 5nm પ્રોસેસ ટેકનોલોજીપર નિર્મિત Exynos 1380 પ્રોસેસરમાં અપગ્રેડ કરાયું છે. આ પાવર-પેક્ડ સ્માર્ટફોન્સ અનેક NPU, GPU અને CPU અપગ્રેડ્સ સાથે 70%+ વિશાળ કૂલિંગ ચેમ્બર સાથે આવે છે, જે તમે ગેમ રમતા હોય કે મલ્ટી-ટાસ્ક કરતા હોય, સ્મૂધ આઉટપુટની ખાતરી રાખ છે.

અન્ય કોઈ નથી તે રીતે ઓસમ સિક્યોર

ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G અત્યંત પહેલી વારના ગેલેક્સી A સિરીઝના ઉપભોક્તાઓ માટે ફ્લેગશિપ ગેલેક્સી ડિવાઈસીસમાંથી સેમસંગના સૌથી ઈનોવેટિવ સિક્યુરિટી ફીચર્સમાંથી એક સેમસંગ નોક્સ વોલ્ટ લાવે છે. હાર્ડવેર આધારિત અને ચેડાંરગિત સિક્યુરિટી સોલ્યુશન સિસ્ટમના મુખ્ય પ્રોસેસર અને મેમરીમાંથી પ્રત્યક્ષ અલગ સંરક્ષિત અમલ બજાવણી વાતાવરણ નિર્માણ કરીને હાર્ડવેર અને સોફ્ટવેર હુમલાઓ સામે પણ રક્ષણ આપે છે. તેપિન કોડ્સ, પાસવર્ડસ અને પેટર્ન્સ જેવી લોક સ્ક્રીન ક્રિડેન્શિયલ્સ સહિત ડિવાઈસ પર સૌથી મહત્ત્વપૂર્ણ ડેટાનું રક્ષણ કરવામાં પણ મદદ કરે છે.

સુરક્ષિત રહેવાની વધુ રીત માટે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સ્માર્ટ ફોન્સ ઓટો બ્લોકર ઓફર કરે છે, જે સ્વિચ-ઓન કરાતાં અનધિકૃત સ્રોતોમાંથી એપ ઈન્સ્ટોલેશન્સને અવરોધી શકે છે. સંભવિત માલ વેર માટે સ્કેન કરવાએ પસિક્યુરિટી ચેક્સ પૂરી પાડે છે અને USB કેબલ સાથે જોડેલા હોય ત્યારે સંભવિત રીતે બદઈરાદાના કમાન્ડ્સ અને સોફ્ટવેર ઈન્સ્ટોલેશન્સ તમારા ડિવાઈસમાં અવરોધે છે.

ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G ડિવાઈસીસ ખરીદી માટે Samsung.com થકી, સેમસંગ સ્ટોર્સ અને અન્ય ઓનલાઈન મંચો પર ઉપલબ્ધ છે. ગેલેક્સી A35 5G ત્રણ રંગો- ઓસમ લિલેક, ઓસમ આઈસ બ્લુ અને ઓસમ નેવીમાં જ્યારે ગેલેક્સી A55 5G બે રંગો ઓસમ આઈસબ્લુ અને ઓસમ નેવીમાં ઉપલબ્ધ છે.

મોડેલ A55 5G A35 5G
મૂળ કિંમત (8/128) INR 39999 INR 30999
ઓફર INR 6000 INR 5000
એનઈપી INR 33999 INR 25999

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here