સેમસંગ દ્વારા ભારતમાં ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને ગેલેક્સી S, M અને F સિરીઝ પર વિશેષ ઓફરો જાહેર

0
24

ગુરુગ્રામ, ભારત 23 સપ્ટેમ્બર 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ચુનંદા ફ્લેગશિપ ગેલેક્સી S, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર અગાઉ ક્યારેય જોઈ નહીં હોય તેવી કિંમતો જાહેર કરવામાં આવી છે. આ વિશેષ કિંમતોને કારણે ગ્રાહકો સંબંધિત ગેલેક્સી સ્માર્ટફોન્સ તેના લોન્ચના સમયે જે કિંમતે ઉપલબ્ધ હતા તે જ ઉત્તમ કિંમતો વસાવી શકશે.

ગેલેક્સી S23 FE અને ગેલેકસી S23

ગેલેક્સી S23FEની મૂળ કિંમત રૂ. 54,999 છે, જે ફક્ત રૂ. 27,999માં મળશે. આ જ રીતે ગેલેક્સી S23ની મૂળ કિંમત રૂ. 74,999 હોઈ હવે તે ફક્ત રૂ. 37,999માં મળશે.

ગેલેક્સી S23 FE કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર રૂ. 30,000થી વધુમાં બારતમાં નંબર એક વેચાતા એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે. અગાઉ આ વર્ષે સેમસંગ દ્વારા મોબાઈલ AIની વ્યાપ્તિ વધુ વધારવા માટે ઘડવામાં આવેલા ગેલેક્સી S23 અલ્ટ્રા, ગેલેક્સી S23 અને ગેલેક્સી S23 FE સહિત વધુ ગેલેક્સી ડિવાઈસીસ પર ગેલેક્સી AI ફીચર્સ રજૂ કરવાની ઘોષણા કરી છે. ગેલેક્સી AI ફીચર્સની રજૂઆત સાથે ગેલેક્સી S23 અલ્ટ્રા, ગેલેક્સી S23 અને ગેલેક્સી S23 FEના ઉપભોક્તાઓ સર્કલ ટુ સર્ચ, લાઈવ ટ્રાન્સલેટ અને નોટ આસિસ્ટ વગેરે સહિત અનેક ફીચર્સનો લાભ લઈ શકશે. ગેલેક્સી ઈકોસિસ્ટમમાં ગેલેક્સી AIનું વ્યાપક અખંડીકરણ AI-સપોર્ટેડ મોડેલ્સ પર દિવસ- દર-  દિવસના ટાસ્ક્સમાં ઉપભોક્તા અનુભવને આસાન બનાવીને કાર્યક્ષમતાનો નવો સ્તર પ્રેરિત કરશે.

ગેલેક્સી S23FE 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે ફ્લેગશિપ પ્રો-ગ્રેડ નાઈટોગ્રાફી કેમેરા સાથે આવે છે અને ઉત્તમ અને વિશ્વસનીય કામગીરી માટે એપિક 4nm ચિપસેટ દ્વારા પાવર્ડ છે, જે ખૂબી એપિક અનુભવો માટે આધાર છે. દીર્ઘ ટકાઉ 4500mAh બેટરી ફક્ત 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જિંગ કરીને ઊર્જા સંવર્ધન કરવા માટે જ્ઞાનાકાર રીતે સંવર્ધન થાય છે.

ગેલેક્સી S23 સંપૂર્ણ નવા કેમેરા ફીચર્સ સાથેનું એપિક ડિવાઈસ છે, જેમાં ઓછા પ્રકાશમાં નાઈટોગ્રાફી ક્ષમતાઓ, અતુલનીય બારીકાઈ સાથે ફોટોઝ માટે 50MP એડપ્ટિવ પિક્સેલ સેન્સર તેમ જ AI સ્ટીરિયો ડેપ્થ મેપ સાથે એડવાન્સ્ડ પોર્ટેઈટ ફોટોઝનો સમાવેશ થાય છે. તે સેમસંગ માટે ઓપ્ટિમાઈઝ્ડ ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 Gen 2 મોબાઈલ પ્લેટફોર્મ સાથે ગ્રાહકોને ગેલેક્સીમાં આજ સુધીનો સૌથી ઝડપી અને શક્તિશાળી પરફોર્મન્સ પ્રદાન કરે છે.

ગેલેક્સી S23 અલ્ટ્રા

ગેલેક્સી S23 અલ્ટ્રાની મૂળ કિંમત રૂ. 1,09,999 છે, જે અધધધ કિંમત ઓછી કર્યા પછી હવે ફક્ત રૂ. 69,999માં મળશે. ગેલેક્સી S23 અલ્ટ્રા એડપ્ટિવ પિક્સેલ્સ સાથે 200MP સેન્સર સાથે આવે છે, જે એપિક બારીકાઈ સાથે ઈમેજીસ મઢી શકે છે. સુપર ક્વેડ પિક્સેલ AF સાથે રિયર કેમેરા સબ્જેક્ટ્સ પર 50% ઝડપથી ફોકસ કરી શકે છે. ગેલેક્સી S23 અલ્ટ્રા દુનિયામાં સૌથી ઝડપી મોબાઈલ ગ્રાફિક્સમાંથી એક પ્રદાન કરવા ગેલેક્સી માટે કસ્ટમ ડિઝાઈન્ડ સ્નેપડ્રેગન® 8 Gen 2 મોબાઈલ પ્લેટફોર્મ સાથે આવે છે. ફ્લેગશિપ સ્માર્ટફોન વિશ્વસનીય ગેમિંગ પરફોર્મન્સ માટે 2.7x સુધી લાર્જર વેપર કૂલિંગ ચેમ્બર સાથે આવે છે.

ગેલેક્સી S24 સિરીઝ

ગેલેક્સી S24 અલ્ટ્રાની મૂળ કિંમત રૂ. 1,29,999થી શરૂ થાય છે, પરંતુ ઓફર હેઠળ ફક્ત રૂ. 1,09,999માં મળશે. આ જ રીતે ગેલેક્સી S24+ અને ગેલેક્સી S24ની મૂળ કિંમત રૂ. 99,999 અને રૂ. 74,999 છે અને હવે ફક્ત અનુક્રમે ર. 64,999 અને રૂ. 59,999માં મળશે.

ગેલેક્સી S24 સિરીઝે મોબાઈલ AIના નવા યુગમાં પ્રવેશ કર્યો છે, જેથી ગ્રાહકો ગેલેક્સી AI સાથે વધુ ટાસ્ક કરી શકશે. ગેલેક્સી S24 સિરીઝ ફોનની સૌથી સૈદ્ધાંતિક ભૂમિકાઓ, જેમ કે, નેટિવ એપમાં ફોન કોલ્સનું લાઈવ ટ્રાન્સલેટ સાથે સંદેશવ્યવહાર, ટુ-વે, રિયલ-ટાઈમ વોઈસ અને ટેક્સ્ટ ટ્રાન્સલેશન્સનો સમાવેશ થાય છે. ઈન્ટરપ્રેટર સાથે જીવંત વાર્તાલાપ તુરંત સ્પ્લિટ- સ્ક્રીન વ્યુ પર ટ્રાન્સલેટ કરી શકાય છે. તે મેસેજીસ અને અન્ય એપ્સ માટે સેલ્યુલર ડેટા અથવા વાય-ફાય વિના પણ કામ કરે છે. ચેટ આસિસ્ટ સંદેશવ્યવહારનો અવાજ ધાર્યા મુજબ વાર્તાલાપના લયમાં થાય તેની ખાતરી રાખવા મદદરૂપ થાય છે.

સેમસંગ નોટ્સમાં નોટ આસિસ્ટ ફીચર સાથે ઉપભોક્તાઓને AI-જનરેટેડ સમરીઝ મળ શકે છે અને પ્રી-મેડ ફોર્મેટ્સ સાથે નોટ્સ સ્ટ્રીમલાઈન કરી શકતા ટેમ્પ્લેટ્સ નિર્માણ કરી શકે છે. વોઈસ રેકોર્ડિંગ્સ માટે ઘણાં બધાં સ્પીકર્સ હોવા છતાં ટ્રાન્સક્રિપ્ટ આસિસ્ટ રેકોર્ડિંગ્સ ટ્રાન્સક્રાઈબ, સમરાઈઝ અને ટ્રાન્સલેટ કરવા માટે પણ AI અને સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

ગેલેક્સી S24 અલ્ટ્રાનું પ્રોવિઝ્યુઅલ એન્જિન AI-પાવર્ડ ટૂલ્સની વ્યાપક સ્યુટ છે, જે ઈમેજ મઢી લેવાની ક્ષમતાઓ પરિવર્તિત કરે છે અને ક્રિયાત્મક આઝાદી મહત્તમ બનાવે છે. ગેલેક્સી S24 અલ્ટ્રા પર ક્વેડ ટેલી સિસ્ટમ હવે નવા 5x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ સાથે આવે છે, જે 2x, 3x, 5x to 10x થી ઝૂમ લેવલ્સ પર ઓપ્ટિકલ- ગુણવત્તાનો પરફોર્મન્સ અભિમુખ બનાવે છે, જેથી ઉપભોક્તાઓ પ્રોફેશનલ- ગ્રેડ ફોટોગ્રાફ્સ લઈ શકે છે. ઈમેજીસ બહેતર ડિજિટલ ઝૂમ સાથે 100xએ ક્રિસ્ટલ ક્લિયર પરિણામો પણ દર્શાવે છે.

નાઈટોગ્રાફી ક્ષમતાઓ તેના 1.4 μm પિક્સેલ આકારને આધારે ગેલેક્સી S24 અલ્ટ્રા પર અપગ્રેડ કરાયા છે, જે 60% મોટા છે. કામગીરી અને ટકાઉપણું ગેલેક્સી S24 અલ્ટ્રાના મુખ્ય પાયા છે. ગેલેક્સી S24 અલ્ટ્રા ગેલેક્સી માટે સ્નેપડ્રેગન ® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મથી સમૃદ્ધ છે, જે અતુલનીય કાર્યક્ષમ AI પ્રોસેસિંગ માટે નોંધપાત્ર NPU સુધારણા પ્રદાન કરે છે. ગેલેક્સી S24 અલ્ટ્રા 1.9 ગણી લાર્જર વેપર ચેમ્બર સાથે સમૃદ્ધ છે, જે સક્ષમ પરફોર્મન સ પાવર મહત્તમ બનાવવા સાથે ડિવાઈસ સરફેસ ટેમ્પરેચર પણ સુધારે છે.

ગેલેક્સી S24+ અને ગેલેક્સી S24માં સ્ટ્રીમલાઈન્ડ વન-માસ ડિઝાઈન છે અને 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. અપગ્રેડેડ નાઈટોગ્રાફી ક્ષમતાઓ સાથે ગેલેક્સી S24+ અને S24ના AI ઝૂમ સાથે ફોટોઝ અને વિડિયોઝ ઝૂમ-ઈન કરાય તો પણ કોઈ પણ સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ આવે છે. ગેલેક્સી S24 સિરીઝનું પ્રોવિઝ્યુઅલ એન્જિન AI-પાવર્ડ ટૂલ્સની વ્યાપક સ્યુટ છે, જે ઈમેજ મઢી લેવાની ક્ષમતાઓ પરિવર્તિત કરે છે અને ક્રિયાત્મક આઝાદી મહત્તમ બનાવે છે. ટાસ્ક ગમે તે હોય તો પણ ગેલેક્સી S24+ અને ગેલેક્સી S24 તેની ચિપસેટ, ડિસ્પ્લે અને ઘણા બધામાં બહેતરને આભારી અતુલનીય અનુભવ પૂરો પાડે છે. 6.7” અને 6.2” ડિસ્પ્લે સાથે સમૃદ્ધ અનુક્રમે ગેલેક્સી S24+ અને ગેલેક્સી S24 પીક બ્રાઈટનેસની 2600 nits સુધી પહોંચી શકે છે. સ્માર્ટફોન્સ પર 1-120 Hz એડપ્ટિવ રિફ્રેશ રેટ પણ કામગીરીની કાર્યક્ષમતા સુધારે છે.

ગેલેક્સી M અને F સિરીઝ 

સેમસંગે ગેલેક્સી M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર પણ આકર્ષક ફેસ્ટિવ ઓફર્સ જાહેર કરી છે. ગેલેક્સી M35 5Gની મૂળ કિંમત રૂ. 19,999 છે, જે હવે ફક્ત રૂ. 13,999માં મળશે. તાજેતરમાં રજૂ કરાયેલા ગેલેક્સી M05 અને ગેલેક્સી F05 રૂ. 6499માં મળશે.

ગેલેક્સી M35 5G

ગેલેક્સી M35 5G અનેક સેગમેન્ટ અવ્વલ ફીચર્સ  સાથે સ્માર્ટફોન અનુભવમાં નવો દાખલો બેસાડે છે. ગેલેક્સી M35 5G લેગ ફ્રી પરફોર્મન્સ અને અત્યંત ઝડપી ગેમિંગ અનુભવ માટે વેપર કૂલિંગ ચેમ્બર સાથે 5nm-આધારિત એક્ઝિનોસ 1380 પ્રોસેસર સાથે સમૃદ્ધ છે. બહેતર ટકાઉપણા માટે સ્માર્ટફોન સેગમેન્ટમાં એકમાત્ર કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ ®+ ડિસ્પ્લે પ્રોટેકશન સાથે આવે છે. સેગમેન્ટમાં અવ્વલ 120Hz sAMOLED ડિસ્પ્લે, 6000mAh દીર્ઘ ટકાઉ બેટરી, નાઈટોગ્રાફી સાથે અદભુત કેમેરા ક્ષમતાઓ અને OIS (નો શેક કેમ) અને અન્ય આધુનિક ફીચર્સ જેમ કે, ટેપ એન્ડ પે ફીચર સાથે સેમસંગ વોલેટ સાથે આવે છે.

ગેલેક્સી M05 અને ગેલેક્સી F05

ગેલેક્સી M05,  50MP ડ્યુઅલ કેમેરા, 25W ઝડપી ચાર્જિંગ સાથે દીર્ઘ ટકાઉ 5000mAh બેટરી અને અદભુત 6.7” HD+ ડિસ્પ્લે સાથે આવે છે, જે રોમાંચક મનોરંજન અને બહેતર કેમેરા અનુભવનું વચન આપે છે. સ્માર્ટફોન MediaTek Helio G85 પ્રોસેસર સાથે આવે છે, જેનાથી મલ્ટીટાસ્કિંગ આસાન બનીને ઉપભોક્તાઓ કોઈ પણ લેગ વિના ઘણા બધા એપ્સ ચલાવી શકે છે.

ગેલેક્સી F05માં સ્ટાઈલિશ લેધર પેટર્ન ડિઝાઈન છે, જે પ્રીમિયમ એસ્થેટિક્સ દર્શાવે છે. ગેલેક્સી F05 તેના 50MP ડ્યુઅલ કેમેરા કેપ્ચરિંગ વાઈબ્રન્ટ, એપર્ચર F/1.8 સાથે ઓછા પ્રકાશની સ્થિતિમાં બારીકાઈભર્યા ફોટોઝ સાથે ફોટોગ્રાફીનો અનુભવ નવી ઊંચાઈએ લઈ જાય છે, જ્યારે 2MP ડેપ્થ- સેન્સિંગ કેમેરા બહેતર સ્પષ્ટતા સાથે પિક્ચર્સ પ્રદાન કરે છે. ગેલેક્સી F05, 8MP ફ્રન્ટ કેમેરા ધરાવે છે, જે ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફી મઢી લેવામાં મદદ કરે છે.

ગેલેક્સી S23FE, ગેલેક્સી S23, ગેલેક્સી S23 અલ્ટ્રા, ગેલેક્સી S24+ અને ગેલેક્સી M35 5G 26 સપ્ટેમ્બસર, 2024થી આરંભ કરતાં લાઈવ જશે. ગેલેક્સી S24 અલ્ટ્રા, ગેલેક્સી S24, ગેલેક્સી M05 અને ગેલેક્સી F05 અગાઉથી લાઈવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here