સેમસંગ દ્વારા ભારતમાં નવાં ગેલેક્સી વેરેબલ્સ પર આકર્ષક ‘બ્લેક ફ્રાઈડે સેલ’ ઓફર જાહેર

0
21
  • ગેલેક્સી વોચ અલ્ટ્રા, ગેલેક્સી એઆઈ દ્વારા પાવર્ડ, આકર્ષક રૂ. 12,000ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ.
  • ગેલેક્સી બડ્સ3 પ્રો મર્યાદિત સમયગાળા માટે ફક્ત રૂ. 14,999માં મળશે.

અમદાવાદ 25મી નવેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેનાં નવીનતમ ગેલેક્સી વેરેબલ્સ પર આકર્ષક ઓફરોની ઘોષણા કરવામાં આવી છે. આજથી આરંભ કરતાં ગેલેક્સી વોચ અલ્ટ્રા રૂ. 12,000 સુધી ડિસ્કાઉન્ટ પર મળશે. વિશેષ કિંમતોમાં રૂ. 12,000નું ઈન્સ્ટન્ટ કેશ બેક અથવા રૂ. 10,000નું અપગ્રેડ બોનસ સમાવિષ્ટ છે. આ જ રીતે ગેલેક્સી બડ્સ3 પ્રો ખરીદી કરવા માગતા ગ્રાહકોને તુરંત કેશ બેક અથવા રૂ. 5000નું અપગ્રેડ બોનસ મળશે.

ઉપરાંત ગ્રાહકો બહેતર એફોર્ડેબિલિટી ચાહતા હોય તેઓ 24 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈનો લાભ લઈ શકે છે. ઉપરાંત નવીનતમ ગેલેક્સી S અને Z સિરીઝ સ્માર્ટફોન્સ ખરીદી કરવા માગતા ગ્રાહકો સેમસંગનાં નવીનતમ વેરેબલ્સ પર રૂ. 18,000 સુધી મૂલ્યની મલ્ટી-બાય ઓફરો ઉપલબ્ધ કરી શકે છે.

અલ્ટિમેટ પરફોર્મન્સ ચાહતા સ્પોર્ટસ અને ફિટનેસના શોખીનો માટે ગેલેક્સી વોચ પોર્ટફોલિયોમાં નવીનતમ અને શક્તિશાળી ઉમેરો ગેલેક્સી વોચ અલ્ટ્રા તૈયાર કરવામાં આવ્યું છે. બહેતર ટકાઉપણું ટાઈટેનિયમ ગ્રેડ 4 ફ્રેમ અને સફાયર ગ્લાસ ડિસ્પ્લે સાથે સમૃદ્ધ ગેલેક્સી વોચ અલ્ટ્રા પાણી અને ધૂળ પ્રતિરોધકતા માટે 10એટીએમ વોટર રેઝિસ્ટન્સ તેમ જ  MIL-STD-810Hમિલિટરી- ગ્રેડ સર્ટિફિકેશન માટે IP68 રેટિંગથી સમૃદ્ધ છે. ગેલેક્સી વોચ અલ્ટ્રા પાવર સેવિંગ મોડમાં 100 કલાક સુધી રનટાઈમ ઓફર કરે છે.

ગેલેક્સી વોચ અલ્ટ્રા ઉપભોક્તાઓને સેમસંગનું નવું બાયોએક્ટિવ સેન્સર ઉપયોગ કરીને તેમનું કાર્ડિયોવેસ્ક્યલર હેલ્થ બહેતર રીતે સમજવામાં પણ મદદ કરી શકે છે, જે ઓન-ડિમાન્ડ ઈસીજી રેકોર્ડિંગ અને એચઆર એલર્ટ ફંકશન અભિમુખ બનાવીને વિકારી હાઈ અથવા લો હાર્ટ રેટ્સને શોધે છે. સેમસંગે તાજેતરમાં જ ગેલેક્સી વોચીસ માટે સેમસંગ હેલ્થ મોનિટર પર ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશન (આઈએચઆરએન) ફીચર રજૂ કર્યું છે. એપનું બ્લડ પ્રેશર અને ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી) મોનિટરિંગ સાથે જોડતાં આઈએચઆરએન ફીચર એટ્રિયલ ફાઈબ્રિલેશન (એફિબ)ના સૂચક હૃદયના લયને શોધી કાઢે છે, જેથી ઉપભોક્તાઓ તેમના હૃદયના સ્વાસ્થ્ય પર વધુ વ્યાપક રીતે દેખરેખ રાખી શકે છે.

ગેલેક્સી બડ્સ3 પ્રો તેના ઉપભોક્તાઓને સર્વોચ્ચ કક્ષાની હાય-ફાય સાઉન્ડ ગુણવત્તા ઓફર કરે છે અને ક્રાંતિકારી નવી બ્લેડ ડિઝાઈન સાથે આવે છે, જે આખા દિવસના કમ્ફર્ટ સાથે બેજોડ સાઉન્ડ અનુભવ પ્રદાન કરે છે અને સ્ટુડિયો ગુણવત્તાનો સાઉન્ડ પરફોર્મન્સ હાંસલ કરવા નોંધપાત્ર રીતે ઓડિયો બહેતરી પ્રસ્તુત કરે છે. ગેલેક્સી બડ્સ3 પ્રો અત્યાધુનિક, અચૂક હાઈ રેન્જ સાઉન્ડ પ્રોડક્શન અને ડ્યુઅલ એમ્પ્લિફાયર્સ માટે પ્લાનર ટ્વીટર સાથે બહેતર 2-વે સ્પીકર્સ સાથે સુસજ્જ આવે છે.

ગેલેક્સી એઆઈ દ્વારા પાવર્ડ ગેલેક્સી બડ્સ3 પ્રો ઉપભોક્તાઓને ગેલેક્સી એઆઈ સાથે ગેલેક્સી સ્માર્ટફોન્સ જોડવામાં આવે ત્યારે અસલ સમયમાં ભાષાંતર સાંભળવા માટે અભિમુખ બનાવે છે. ગેલેક્સી બડ્સ3 પ્રો એડપ્ટિવ ઈક્યુ અને એડપ્ટિવ એએનસી ફીચર્સ સાથે પણ આવે છે, જે પહેરવાની સ્થિતિ અને પર્યાવરણ પર આધારિત સાઉન્ડ સમાયોજિત કરે છે. જો ઈયરફોન્સ અસ્થિર રીતે ફિટ હોય તો ગેલેક્સી એઆઈ સાઉન્ડ ગુણવત્તાને અસર કર્યા વિના ઓડિયો એનાલિસિસને આધારે તુરંત સમાયોજન કરી શકે છે. એક્ટિવ નોઈઝ કેન્સલેશન બહારી સાઉન્ડ્સના અલગ અલગ પ્રકારને બુદ્ધિશાળી રીતે અપનાવી લે છે, જેમ કે કન્સ્ટ્રકશન સાઉન્ડ, સાઈરન્સ અથવા યુઝર કન્વર્સેશન્સ, જેથી કોઈ પણ સમયે, ક્યાંય પણ પ્રીમિયમ સાઉન્ડ ગુણવત્તાની ખાતરી રહે છે.

બ્લેક ફ્રાઈડે સેલ્સ ઓફરના ભાગરૂપે સેમસંગ ગેલેક્સી વોચ7, ગેલેક્સી બડ્સ3 અને ગેલેક્સી બડ્સ એફઈ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ઓફરની વિગતોઃ

અનુક્રમ મોડેલ ઈવેન્ટ ઓફર
1 ગેલેક્સી વોચ અલ્ટ્રા INR 12000 કેશબેક અથવા INR 10000 અપગ્રેડ + 24M સુધી નો કોસ્ટ ઈએમઆઈ
2 ગેલેક્સી વોચ7 INR 8000 કેશબેક અથવા અપગ્રેડ + 24M સુધી નો કોસ્ટ ઈએમઆઈ
3 ગેલેક્સી બડ્સ3 પ્રો INR 5000 કેશબેક અથવા અપગ્રેડ + 24M સુધી નો કોસ્ટ ઈએમઆઈ
4 ગેલેક્સી બડ્સ3 INR 4000 કેશબેક અથવા અપગ્રેડ + 24M સુધી નો કોસ્ટ ઈએમઆઈ
5 ગેલેક્સી બડ્સ એફઈ INR 4000 કેશબેક અથવા અપગ્રેડ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here