ઈફકોના એમડી ડો. ઉદયશંકર અવસ્થીને ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

0
21

ડો. વર્ગીસ કુરિયન બાદ આ એવોર્ડ પ્રાપ્ત કરનારા બીજા ભારતીય બન્યા ડો. અવસ્થી

ડો. ઉદયશંકરના નેતૃત્વ હેઠળ ઈફકો ભારતની ટોચની ફર્ટિલાઈઝર ઉત્પાદક અને વેચાણકર્તા બની

માથાદીઠ જીડીપીમાં વૈશ્વિક સ્તરે ટોચની સહકારી સંસ્થા બની ઈફકો

અમદાવાદ 28મી નવેમ્બર 2024: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ (ઈફકો)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીને પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. વર્ગીસ કુરિયન બાદ આ એવોર્ડ મેળવનાર તે બીજા ભારતીય બન્યા છે.  ડો. કુરિયનને 2001માં આ એવોર્ડથી બિરદાવવામાં આવ્યા હતા. વર્ષ 2000માં શરૂ થયેલો રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ અલાયન્સ (આઈસીએ) દ્વારા આપવામાં આવતુ સર્વોચ્ચ સન્માન છે. જેનો ઉદ્દેશ વિશેષ પરિસ્થિતિમાં ઈનોવેટિવ અને નાણાકીય રીતે ટકાઉ સહકારી કામગીરીમાં યોગદાન આપનારા વ્યક્તિ કે સહકારી સંસ્થાઓના જુસ્સાને બિરદાવવાનો છે, કે જેની મદદથી  સંસ્થાને નોંધનીય લાભ થયો હોય.

કેમિકલ એન્જિનયિર ઉદયશંકર 1976માં ઈફકોમાં જોડાયા હતાં. તેમના નેતૃત્વ હેઠળ કોઓપરેટિવની ઉત્પાદન ક્ષમતા 292 ટકા અને નેટવર્થ 688 ટકા વધી હતી. નેતૃત્વ હેઠળ ઈફકોનો બિઝનેસ વિવિધ સેગમેન્ટમાં વિસ્તરિત થયો હતો. ભારતના ખેડૂતો માટે ઈનોવેટિવ અને વિચારશીલ પ્રયાસ નેનો ફર્ટિલાઈઝર્સ વિકસિત કર્યું હતું.

આઈસીએના અધ્યક્ષ એરિયલ ગ્વાર્કોએ ભારતમાં પ્રથમ વખત આયોજિત આઈસીએના ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ એક વિશેષ સમારોહ દરમિયાન 25 નવેમ્બરે ડો. અવસ્થીને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ઈફ્કો લિમિટેડ કેન્દ્રીય સહકાર મંત્રાલય અને ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ સાથે ભાગીદારી હેઠળ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024 અને આઈસીએ જનરલ એસેમ્બલીની યજમાની કરી રહ્યું છે. આ કોન્ફરન્સનું આયોજન દિલ્હીમાં ભારત મંડપમ ખાતે થઈ રહ્યું છે. જેનું 30 નવેમ્બર, 2024ના રોજ સમાપન થશે.

ડો. અવસ્થીએ આ સન્માન અંગે જણાવ્યું હતું કે,આઈસીએનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવા બદલ હું ગર્વ અનુભવુ છું. આ એવોર્ડ વડાપ્રધાન મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને અનુરૂપ છે, જે સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ડાયનેમિક લીડરશીપ હેઠળ ઈફ્કોના અથાગ પ્રયાસોને રેખાંકિત કરે છે. અમે તેમના વૈશ્વિક સ્તરે ભારતની સહકાર ચળવળને વેગ આપવાના વિઝનને પ્રતિબદ્ધ છીએ. હું આ સન્માન બદલ ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ અને ગ્લોબલ કોઓપરેટિવ ફ્રેટર્નિટીનો આભાર માનું છું. જે વૈશ્વિક સ્તરે કોઓપરેટિવના જુસ્સામાં વધારો કરે છે.’

વધુમાં ઉમેર્યું હતું કે,‘ઈફકો નેનો ડીએપી અને નેનો યુરિયા લિક્વિડ જેવા નેનો ફર્ટિલાઈઝર્સ મારફત ટકાઉ કૃષિ સંસાધનોમાં ચેમ્પિયન છે. જે ખેત પદ્ધતિમાં પરિવર્તનની સાથે પર્યાવરણને અનુકૂળ ઉકેલો પ્રદાન કરે છે. સ્થાનિક સ્તરે નેનો ફર્ટિલાઈઝર્સના ઉત્પાદનના કારણે લોજિસ્ટિકલ પડકારો દૂર થયા છે, આયાત પર નિર્ભરતા ઘટી છે. આ ઈનોવેશનના કારણે જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે, જે ખેડૂતોની નફાકારતામાં વધારો કરે છે. તેમજ પર્યાવરણને અનુકૂળ ખેતીને વેગ આપે છે. ઈફકોની નવી ઈનોવેટિવ પ્રોડક્ટ્સ નેનો યુરિયા અને નેનો ડીએપીનો ઉપયોગ દેશભરના ખેડૂતો કરી રહ્યા છે. તદુપરાંત વિદેશમાં પણ ખાસ કરીને પાડોશી દેશોમાં પણ તેનો વપરાશ વધ્યો છે.’

નેનો ડીએપી લિક્વિડની 44 લાખ બોટલનું ઉત્પાદન કરીને અને નેનો યુરિયા લિક્વિડની 2.04 કરોડથી વધુ બોટલનું વેચાણ કરીને IFFCO એ નોંધપાત્ર કાર્યકારી સફળતા હાંસલ કરી છે. તેણે 80,000 ક્ષેત્ર પ્રદર્શનો, 80,000 ખેડૂતો અને 1,500 ગ્રામીણ સાહસિકોને તાલીમ આપી છે. કુલ ખાતર ઉત્પાદન 88.95 લાખ ટન સુધી પહોંચ્યું છે, જેમાં 48.85 લાખ ટન યુરિયા અને 40.10 લાખ ટન NPK, DAP, WSF અને વિશેષતા ખાતરનો સમાવેશ થાય છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેચાણ કુલ 112.26 લાખ ટન થયું છે.

The full list of laureates is available here: https://ica.coop/en/media/library/fact-sheets/rochdale-award-laureates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here