રેમેડિયમ લાઇફકેરના રાઇટ્સ ઇશ્યૂને મળ્યો સકારાત્મક પ્રતિસાદ : પહેલા બે દિવસમાં જ 26% સબસ્ક્રાઇબ થયો

0
11

મુંબઈ ૦૫ મે ૨૦૨૫: રેમેડિયમ લાઇફકેર લિમિટેડનો રાઇટ્સ ઇશ્યૂ કંપનીની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. આ ઇશ્યૂને રોકાણકારો અને શેરધારકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને બીજા દિવસના અંત સુધીમાં 26.03% સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે, રેમેડિયમ લાઇફકેર એક ઝડપથી વિકસતી કંપની છે, જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ભાગરૂપે કાચા માલના ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં વિશેષજ્ઞતા ધરાવે છે.

આ ઈશ્યુ મારફતે એકત્ર કરાયેલા ફંડનો વ્યૂહાત્મક ઉપયોગ વૈશ્વિક વિસ્તરણ પહેલને વેગ આપવા, મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં કંપનીની ફૂટપ્રિંટને મજબૂત કરવા અને કાર્યકારી મૂડીને મજબૂત બનાવવા તેમજ R&D ક્ષમતાઓમાં રોકાણ કરવા માટે કરવામાં આવશે. આનાથી કંપનીના એકંદર નાણાકીય સ્વાસ્થ્યમાં સુધારો થશે.

પોતાની બેલેન્સ શીટને મજબૂત બનાવીને અને કાર્યકારી ક્ષમતાઓમાં વધારો કરીને, રેમેડિયમ લાઇફકેરનું લક્ષ્ય તેના રોકાણકારો માટે મહત્વપૂર્ણ લાંબાગાળાના મૂલ્ય પ્રાપ્ત કરવાનું છે. આ ઉપરાંત, તે ગ્લોબલ સ્પેશિયાલિટી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પોતાને એક અગ્રણી કંપની તરીકે સ્થાપિત કરવાનો હેતુ પણ ધરાવે છે.

રેમેડિયમ લાઇફકેર લિમિટેડના પૂર્ણકાલીન ડિરેક્ટર આદર્શ મુંજાલે જણાવ્યું હતું કે, “આ પગલું કંપનીના નાણાકીય સ્વાસ્થ્યમાં સુધારો કરશે અને સાથે-સાથે નોંધપાત્ર વિકાસ માટેનું પ્લેટફોર્મ પણ તૈયાર કરશે. વૈશ્વિક સ્તરે અમારી હાજરી વધારવા અને વ્યાપક બજારને સર્વિસ આપવા માટે રિસર્ચ અને ઉત્પાદનમાં આગળ વધવા પર તમારું ધ્યાન કેન્દ્રિત છે. આ અભિગમ અમારી લાંબાગાળાની સ્થિરતા અને સફળતા સુનિશ્ચિત કરશે.”

આ વ્યૂહાત્મક પરિવર્તન, કંપનીની તાજેતરની સિદ્ધિ પછી આવ્યું છે, જેમાં કંપનીએ ફેબ્રુઆરી-2025 માં યુકે સ્થિત એક અગ્રણી ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ₹182.7 કરોડનો બહુ-વર્ષીય નિકાસ ઓર્ડર મેળવ્યો છે.

આ ઓર્ડર રેમેડિયમને ચેપ વિરોધી, રક્તવાહિની અને CNS ઉપચારાત્મક સેગમેન્ટમાં ફાર્માસ્યુટિકલ ઇન્ટર મીડિએટ્સના વિશ્વસનીય વૈશ્વિક સપ્લાયર તરીકે સ્થાન આપે છે.

રાઇટ્સ ઇશ્યૂમાં ભાગીદારી, એ માત્ર મૂડી યોગદાન કરતાં ધણું વધુ રજૂ કરે છે. તે વાસ્તવમાં, મજબૂત નાણાકીય વ્યવસ્થાપન, સુધારેલ કાર્યકારી સુગમતા અને વ્યૂહાત્મક વૈશ્વિક વિસ્તરણને પ્રાથમિકતા આપતી કંપની સાથે જોડાણ દર્શાવે છે.

ઈશ્યુ/કંપનીની મુખ્ય હાઇલાઇટ્સ :
——————————————-

• રેમેડિયમ લાઇફકેર 2 મે, 2025 ના રોજ ₹1.85 ના બંધ ભાવની તુલનામાં, ₹1 પ્રતિ શેર (61:50) ના ભાવે રાઇટ્સ ઇશ્યૂ ઓફર કરે છે.
• રીનન્સિએશન સમયગાળો 30 એપ્રિલથી 9 મે, 2025 સુધી ચાલશે અને રાઇટ્સ ઇશ્યૂ 14 મે, 2025 ના રોજ બંધ થશે.
• રાઇટ્સ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ R&D ક્ષમતાઓ વધારવામાં અને કાર્યકારી મૂડીના વિસ્તરણ માટે કરવામાં આવશે.
• કંપની CDMO માં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો વિસ્તાર કરવા, રિસર્ચમાં રોકાણ કરવા અને વૈશ્વિક બજારોમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે.

 

રેમેડિયમ લાઇફકેર લિમિટેડ વિશે માહિતી :
—————————————————-

1988 માં સ્થપાયેલી, રેમેડિયમ લાઇફકેર લિમિટેડ એ BSE-લિસ્ટેડ ફાર્માસ્યુટિકલ કંપની છે. કંપની ગુણવત્તા, અનુપાલન અને વૈશ્વિક પહોંચ પર ભાર મૂકીને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ તરીકે કાચા માલના વેપાર અને વિતરણ સાથે સંકળાયેલી છે. કંપની ભારતના ફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે તેની હાજરીને વિસ્તૃત કરી રહી છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો : આદર્શ મુંજાલ Info@remediumlifecare.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here