રિલાયન્સ એનયુ સનટેક રૂ. 10,000 કરોડ સુધી રોકાણ સાથે એશિયાનો સૌથી મોટો ઈન્ટીગ્રેટેડ સોલાર એન્ડ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ) પ્રોજેક્ટ વિકસાવશે
રિલાયન્સ એનયુ સનટેક KWH દીઠ રૂ. 3.53ના સ્પર્ધાત્મક નિશ્ચિત ટેરિફે 465MW/1,860MWH બીઈએસએસ સાથે 930MW સોલાર પાવર પ્રદાન કરશે
મુંબઈ ૦૨ મે ૨૦૨૫: રિલાયન્સ પાવર લિમિટેડ (રિલાયન્સ પાવર)ની સબસિડિયરી રિલાયન્સ એનયુ સનટેક પ્રાઈવેટ લિમિટેડ (રિલાયન્સ એનયુ સનટેક) દ્વારા આજે અગ્રણી નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિય (એસઈસીઆઈ) સાથે સીમાચિહનરૂપ 25 વર્ષના લાંબા ગાળાના વીજ ખરીદી કરાર (પીપીએ) પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. આ વ્યૂહાત્મક કરાર ભારતમાં આજ સુધીની સૌથી નોંધપાત્ર લાંબા ગાળાની પાવર ઓફફટેક વ્યવસ્થામાંથી એક આલેખિત કરે છે, જે રાષ્ટ્રને હરિત ઊર્જામાં રૂપાંતર કરવામાં મોટું માઈલસ્ટોન છે.
રિલાયન્સ પાવરની સબસિડિયરી રિલાયન્સ એનયુ સનટેક આગામી 24 મહિનામાં એશિયાનો સૌથી વિશાળ સિંગલ- લોકેશન ઈન્ટીગ્રેટેડ સોલાર અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ)નો વિકાસ અને અમલ કરવા માટે સુસજ્જ છે. આ પ્રોજેક્ટમાં રૂ. 10,000 કરોડ સુધીનું મૂડીરોકાણ કરાશે, જે સંચાલનનો ઉચ્ચ સ્તર અને લાંબા ગાળાની મૂલ્ય નિર્મિતી પ્રત્યે નોંધપાત્ર વ્યૂહાત્મક કટિબદ્ધતા આલેખિત કરે છે. તે રાષ્ટ્રનાં મહત્ત્વાકાંક્ષી નવીનીકરણક્ષમ ઊર્જા લક્ષ્યો સાથે સુમેળ સાધે છે અને ભારતની હરિત ઊર્જા ઈકોસિસ્ટમમાં મુખ્ય ખેલાડી તરીકે રિલાયન્સ પાવરના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.
રિલાયન્સ એનયુ સનટેક દ્વારા એસઈસીઆઈ સાથે વીજ ખરીદી કરાર પર સહીસિક્કા કર્યા હતા, જેમાં kWh દીઠ રૂ. 3.53ના સ્પર્ધાત્મક નિશ્ચિત ટેરિફે 465 MW/1,860 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ) સાથે ઈન્ટીગ્રેટેડ 930 MW સોલાર પાવરના પુરવઠાનો સમાવેશ થાય છે. 930MWની કરારબદ્ધ ક્ષમતા હાંસલ કરવા માટે પ્રોજેક્ટ 1,700 MWpથી વધુ ગોઠવવામાં આવેલી સોલાર નિર્મિતી ક્ષમતા કામે લગાવશે. આ સીમાચિહનરૂપ કરાર ભારતને સક્ષમ, ઓછા ખર્ચના ઊર્જા સમાધાનમાં રૂપાંતર કરવા માટે રિલાયન્સ પાવરની લાંબા ગાળાની વ્યૂહરચમાં મોટું પગલું આલેખિત કરે છે.
ડિસેમ્બર 2024માં રિલાયન્સ પાવરની સબસિડિયરી રિલાયન્સ એનયુ સનટેકે એસઈસીઆઈના ટ્રાન્ચ XVII ઓકશનમાં સૌથી મોટો ઓર્ડર પ્રાપ્ત કર્યો હતો, જેમાં તેણે 465 MW/1,860 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 930 MWની સોલાર પાવર ક્ષમતાની ફાળવણી જીતી હતી. આ ફાળવણી ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા થકી જીતી હતી, જેમાં કુલ 2,000 MWના ઈન્ટર- સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (આઈએસટીએસ)- કનેક્ટેડ સોલાર પ્રોજેક્ટ્સ અને 1,000 MW/4,000 MWhની બીઈએસએસની ક્ષમતા માટે સ્પર્ધા કરતી 5 અગ્રણી ઊર્જા કંપનીઓ પાસેથી સહભાગ જોવા મળ્યો હતો. આ મોટા સ્તરના, ઈન્ટીગ્રેટેડ સ્વચ્છ ઊર્જા પ્રકલ્પો અમલ કરવાની રિલાયન્સ એનયુ સનટેકની વ્યૂહાત્મક કટિબદ્ધતા આલેખિત કરે છે.
રિલાયન્સ પાવરે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસઈસીઆઈ)ને રૂ. 378 કરોડની રકમની પરફોર્મન્સ બેન્ક ગેરન્ટી (પીબીજી) સફળતાથી સુપરત કરી છે. રિવર્સ ઓકશનથી લેટર ઓફ એવોર્ડ (એલઓએ) જારી કરવા સુધીની અને વીજ ખરીદી કરાર (પીપીએ) પર સહીસિક્કા કરવા સુધી પરિણમનારી સંપૂર્ણ બિડિંગ પ્રક્રિયા 5 મહિનાથી ઓછા સમયમાં પૂર્ણ કરાઈ હતી. આ ઝડપી અને સહજ અમલબજાવણી કંપનીની સંચાલન ઉત્કૃષ્ટતા, ઉદ્યોગની આગેવાની, છેલ્લાં 10 વર્ષમાં સિદ્ધ કામગીરી અને ભારતના ઊર્જા રૂપાંતરને ગતિ આપવાની મજબૂત કટિબદ્ધતા અધોરેખિત કરે છે.